૧ લી મે ગુજરાત ગૌરવ દિવસની ભરૂચ ખાતે રાજ્‍યકક્ષાની ઉજવણી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ભરૂચઃ ૧ લી મે, ૨૦૧૮ ગુજરાત ગૌરવ દિન – ગુજરાત સ્‍થાપના દિનની રાજ્યકક્ષાની ઉજવણી ભરૂચના આંગણે થનાર છે. આ ઉજવણીના અવસરે ભરૂચ જિલ્લામાં વિવિધ વિકાસકામોના લોકાર્પણ – ખાતમુર્હત કાર્યક્રમોનો શુભારંભ આજથી થતાં જિલ્લાના હાંસોટ તાલુકાના વાલનેર અને કતપોર ગામોએ રૂા.૮૯૧.૬૦ લાખના ખર્ચે ૧૩ જેટલા વિવિધ વિકાસકામોનું લોકાર્પણ – ખાતમુર્હૂત આદિવાસી વિકાસ, પ્રવાસન, વન મહિલા અને બાળકલ્યાણ વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવાના શુભહસ્તે થયું હતું.

લોકાર્પણ ખાતમૂર્હૂત કાર્યક્રમના અનુલક્ષીને હાંસોટ તાલુકાના વાલનેર અને કતપોર ગામોએ યોજાયેલા કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, ૧ લી મે – ૨૦૧૮ ગુજરાત ગૌરવ દિવસ – ગુજરાત સ્થાપના દિનની રાજ્‍યકક્ષાની ઉજવણી ભરૂચના આંગણે ઉજવનાર છે જે આપણા સૌના માટે આનંદ-ગૌરવની બાબત છે.

તેમણે ગુજરાત સ્‍થાપના દિનનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, ૧ લી મે – ૧૯૬૦ ના રોજ મહારાષ્ટ્ર રાજ્યમાંથી છૂટુ પડી ગુજરાત રાજ્‍યને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો હતો. પહેલાં આ ઉજવણીનો લાભ ગુજરાતની પ્રજાને મળતો ન હતો, પરંતુ તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની તમામ જનતા રાષ્ટ્રીય પર્વોની ઉજવણીમાં સહભાગી બને તેવા પ્રયત્નો આદર્યા, આ ઉજવણી માત્ર ગાંધીનગરમાં જ નહી પરંતુ રાજ્‍યના તમામ પ્રજાજનોને લાભ મળવો જોઇએ તે મુજબ જિલ્લે જિલ્લે ઉજવણી થઇ કરવામાં આવી. અન્ય પર્વો જેવું જ ગુજરાત ગૌરવ દિનનું મહત્વ છે, ત્યારે ગુજરાત સ્થાપના દિનની ઉજવણીનો લાભ ભરૂચ જિલ્લાની જનતાને મળ્યો છે, ત્યારે આ ઉજવણીમાં આપણે સૌ ઉત્સાહ-ઉમંગથી સહભાગી બનીએ તેવી અપીલ ઉપસ્થિત સૌને કરી હતી. મંત્રીએ ગુજરાત સ્થાપના દિનની ઉજવણી સંદર્ભે થનારા વિવિધ કાર્યક્રમોની રૂપરેખા પણ આપી હતી.

Share This Article