ગુજરાતના કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીની ડાયનામિક વુમેન આંત્રપ્રિન્યોરર્સને ‘ધ રિયલ વુમન એવોર્ડ’થી સન્માનિત કરાઇ

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

શનિવારે અમદાવાદની નોવોટેલ હોટેલમાં એક ભવ્ય સમારંભમાં “ધ રિયલ વુમન એવોર્ડ્સ” ની ત્રીજી સિઝનમાં ગુજરાતના કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીની 25 જેટલી પાવર વુમેનનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અવોર્ડ જે ખાસ કરીને કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીની મહિલાઓને આપવામાં આવે છે તે અમદાવાદના જાણિતા ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા મહાનુભાવોની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યા હતા.

ઉર્જા બિલ્ડીંગ સર્વિસીસ કન્સલ્ટન્ટ્સ (યુબીએસસી) અને હાર્મની ઈવેન્ટ્સ એન્ડ ટેલેન્ટની પહેલ ‘ધ રિયલ વુમન એવોર્ડ્સ 2022’  રિયલ એસ્ટેટ ડેવલપર, સ્ટ્રક્ચરલ એન્જિનિયર, ઈન્ટિરિયર ડિઝાઈનર, ગ્રીન બિલ્ડિંગ કન્સલ્ટન્ટ, આર્કિટેક્ટ, લેન્ડસ્કેપ ડિઝાઈનર, ઈલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર, લાઈટિંગ ડિઝાઈનર, વાસ્તુ  કન્સલટન્ટ  જેવા વિવિધ ક્ષેત્રોની સાહસિક મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી. વિજેતાઓને બાંધકામ અને સંબંધિત ઉદ્યોગોના અનુભવીઓ જેમ કે જે.ટીના શ્રી દિનેશ અગ્રવાલ, પેનાસોનિક ઈન્ડિયાના એમડી આર્ચ, ભારતના જાણિતા આર્કિટેક્ટ રેઝા કાબુલ, NAREDCOના ચેરપર્સન શ્રીમતી તારા સુબ્રમણ્યમના હસ્તે પ્રમાણપત્રો અને પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. 

“બાંધકામ ઉદ્યોગને મુખ્યત્વે પુરુષ-કેન્દ્રિત ઉદ્યોગ તરીકે જોવામાં આવે છે, પરંતુ આ ઉદ્યોગમાં ઘણી શક્તિ મહિલાઓ છે. જેઓ પોતાની રીતે કામ કરી રહી છે અને પોતાની ઓળખ પણ બનાવી રહી છે. રિયલ વુમન એવોર્ડ્સનો હેતુ બાંધકામ ઉદ્યોગમાં ગતિશીલ મહિલાઓને ઓળખ અને સન્માન આપવાનો છે એમ UBSCના ડિરેક્ટર શીતલ ભીલકરે કહ્યું હતું.

સૌથી અગત્યની વાત એ છે કે, ત્રણ સિઝન જૂની હોવા છતાં ‘ધ રિયલ વુમન એવોર્ડ્સ’ બાંધકામ ઉદ્યોગમાં પ્રતિષ્ઠિત અને ખૂબ જ પ્રખ્યાત એવોર્ડના રૂપમાં ઊભરી આવ્યો છે.   પ્રથમ સિઝનમાં મુંબઈની 26 મહિલા સાહસિકોને અને બીજી સિઝનમાં પુણેની 30 મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી.

“અમદાવાદ એ દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે અને રિયલ એસ્ટેટ સેક્ટર શહેરના વિકાસના ડ્રાઇવરોમાંનું એક સાબિત થઈ રહ્યું છે. ઉલ્લેખ કરવાની એટલા માટે પણ જરૂર નથી કે ઘણી મહિલાઓએ બાંધકામ ઉદ્યોગ અને સમગ્ર અર્થવ્યવસ્થાના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે. હાર્મની ટેલેન્ટ એન્ડ ઈવેન્ટના ડિરેક્ટર શ્રી વિજય દલવાણીએ જણાવ્યું હતું કે, અમે તમામ પાવર વુમનને તેમની સિદ્ધીઓ માટે મળેલા પુરસ્કારો બદલ અભિનંદન પણ આપીએ છીએ.

રિયલ એસ્ટેટ બિઝનેસમાં ધ રિયલ વુમન એવોર્ડના વિજેતાઓને રિયલ વુમન સમુદાયમાં વિશિષ્ટ સભ્યપદ મળે છે. સાથો-સાથ એવોર્ડ્સ વિજેતાઓની પ્રોફાઇલને આગળ ધપાવે છે અને માસિક ઓનલાઈન મીટિંગ્સ અને સેમિનારો થકી લાંબાગાળાના નેટવર્કિંગ અવસરની તક પણ આપે છે.

એવોર્ડ વિજેતાઓની યાદી અને કેટેગરી નીચે મુજબ છે 

Nos.NameCategory
1Bela DesaiStructural Consultant
2Rakhi RupaniArchitect
3Meghal AryaEducation
4Ishani ShahStartup-Tech Innovation
5Nikita ShahReal Estate Developer
6Urvi Gandhi`Industrial HVAC Contractor’
7Sohini ShahInnovative Materials
8Neetu JainGreen Building Materials’
9Shruti AgrawalProject procurement Services (interiors)
10Jyoti GillProject Management Consultant
11Khushbu KhantUrban Planner
12Reema PathakInterior Designer
13Megha BhattPlumbing FF Consultant’
14Deval SoparkarEnterprising Businesswoman’
15Aditi ShahHVAC Contractor
16Avni Rajan SikkaMEP Consultant
17Asha ParmarFire Safety solutions
18BinjanShethWaste Management
19Aanjana Dharmesh BhanVastu Consultants
20Sonal PatelReal Estate Sales
21Sujal ShahFire Fighting products-Manufacturer
22Ms. AMI ShethMEPF Contractor
23Jinal Ronak PatelLandscape Designer
24Asha DesaiReal estate advisory services
25Radhika PatelAutomation and Security
26Shraddha DalwadiGreen Building Consultant
Share This Article