૧૫મી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં ગુજરાતનું નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪નું ૩ લાખ ૧ હજાર ૨૨ કરોડનું બજેટ રજૂ કર્યું હતું.
ગુજરાતનું વર્ષ ૨૦૨૩-૨૪ ના વર્ષનું બજેટ ૫ સ્તંભમાં જાહેર કરવામા આવ્યું હતું, રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત વિધાનસભામાં કેહવામાં આવ્યું હતું કે આવનારી પેઢીના ઉજ્વળ ભવિષ્ય માટે અમારી સરકારના પાંચ વર્ષનું વિઝન અને આગામી વર્ષની અંદાજપત્રીય જોગવાઈઓ રજૂ કરું છું.
• પ્રથમ સ્તંભ ગરીબ અને જરૂરિયાત મંદ વર્ગ માટે પાયાની સુવિધાઓ સહિત સામાજિક સુરક્ષા માટે આગામી પાંચ વર્ષમાં અંદાજે ૨ લાખ કરોડનો ખર્ચ
• બીજો સ્તંભ- માનવ સંસાધન વિકાસ માટે આગામી ૫ વર્ષમાં અંદાજે ૪ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ
• ત્રીજો સ્તંભ- વિશ્વકક્ષાની આંતરમાળખાકીય સવલતો ઊભી કરવા આગામી પાંચ વર્ષમાં અંદાજિત ૫ લાખ કરોડનો ખર્ચ
• ચોથો સ્તંભ- કૃષિ, ઉદ્યોગ અને સેવાક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓના વિકાસ માટે આગામી પાંચ વર્ષમાં અંદાજે ૨ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ
• પાંચમો સ્તંભ- ગ્રીન ગ્રોથ માટે આગામી પાંચ વર્ષમાં ૨ લાખ કરોડનો ખર્ચ
• શિક્ષણ માટે ખાસ મોટી જાહેરાત
૧૦ હજાર કરોડના ખર્ચે ૨૦ હજાર શાળાઓમાં ૫૦ હજાર નવા વર્ગખંડો બનાવશે સરકાર
દોઢ લાખ જ્ઞાનકુંજ સ્માર્ટ ક્લાસરૂમ અને ૨૦ હજાર કમ્પ્યૂટર લેબ ઊભી કરીશું
ઓનલાઈન શિક્ષણનો વ્યાપ વધારવા ડિજિટલ લાઈબ્રેરી બનાવશે સરકાર
વિશ્વસ્તરની આંતર માળખાકીય સવલતો માટે ૫ વર્ષમાં ૫ લાખ કરોડનો ખર્ચ કરશે સરકાર
છાત્રાલયો-આશ્રમ શાળાઓને ૩૨૪ કરોડ
૧૦ લાખ વિકસતી જાતિના વિદ્યાર્થીઓને ૨૦ હજાર સુધીની શિષ્યવૃત્તિ આપવા ૫૬૨ કરોડની જોગવાઈ
SC અને વિકસતિ જાતિના ૧થી ૧૦માં ભણતા ૪૦ લાખ વિદ્યાર્થીઓને ૩૭૬ કરોડની જોગવાઈ
૩૭ લાખ ગરીબ વિદ્યાર્થીઓને ગણવેશ માટે ૩૩૪ કરોડ રૂપિયાની જોગવાઈ
પછાત વર્ગની વિદ્યાર્થિનીઓને સાઈકલ આપવા ૭૫ કરોડની જોગવાઈ
દરેક જિલ્લાના એક તાલુકામાં તાલુકા કક્ષાનું એક સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ
• પાણી અંગે મોટી જાહેરાત
૧૦૦ ટકા નલ સે જલમાં જે કનેક્શન બાકી છે તેની કામગીરી પૂર્ણ કરવા પર ભાર
પાણીના ઉપયોગનું ઓડિટ કરવામાં આવશે
રિસાયકલ પાણીના ઉપયોગ માટે નવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે
તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ માટે ૨૫૦ કરોડની જોગવાઈ
સાબરમતી નદી પર સિરીઝ ઑફ બેરેજ બાંધવા ૧૫૦ કરોડ રૂપિયાની જોગવાઈ
નલ સે જલ યોજના માટે ૨૬૦૨ કરોડ
અટલ ભુજલ યોજના હેઠળ સૂક્ષ્મ સિંચાઈ યોજનાને પ્રોત્સાહન આપવા ૨૦૦ કરોડ
પાણી પુરવઠા વિભાગ માટે ૬ હજાર કરોડની જોગવાઈ
રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડની સ્થાપના સરકારની મોટી ઉપલબ્ધિ
અંબાજીથી ઉમરગામ સુધી પીવાના પાણીની સુવિધા પૂરી પડાશે
સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડવા ૮૦૦ કરોડની જોગવાઈ
• ગરીબો માટે મોટી જાહેરાત
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ૫૫૮૦ કરોડની જોગવાઈ
૧૧ લાખ લાભાર્થીઓને માસિક પેન્શન માટે ૧૩૪૦ કરોડની જોગવાઈ
રાજ્યમાં ૧૫૦ અન્નપૂર્ણા ભોજન કેન્દ્ર શરૂ કરવામાં આવશે
શ્રમિકોને ૫ રૂપિયાના નજીવા દરે ભોજન મળી રહેશે
સરકારી યોજનાના લાભ માટે દરેક કુટુંબને કુટુંબ ઓળખપત્ર આપવામાં આવશે
• ખેડૂતો માટે મહત્વ ની જાહેરાત
ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધીરાણ આપવા વ્યાજ સહાય પેટે ૧૨૭૦ કરોડની જોગવાઈ
કૃષિ યંત્રો ખરીદવામાં સહાય માટે ૬૧૫ કરોડ રૂપિયાની જોગવાઈ
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે ૨૧,૬૦૫ કરોડ રૂપિયાની જોગવાઈ
ખેડૂતોને વીજ જોડાણ અને રાહત દરે વીજળી આપવા ૮૨૭૮ કરોડની જોગવાઈ
કિસાન સૂર્યોદય યોજના માટે ૧૫૭૦ કરોડની જોગવાઈ
ખેડૂતોને દિવસે વીજળી આપવા ૧૫૦૦ કરોડની જોગવાઈ
ખેડૂતોને આધુનિક કૃષિ યંત્રો માટે ૨૯ કરોડ રૂપિયાની જોગવાઈ
• દિવ્યાંગો માટે મોટી જાહેરાત
દિવ્યાંગોને પેન્શન માટે ૫૮ કરોડની જોગવાઈ
મનો દિવ્યાંગ ૫૦ હજાર લાભાર્થીઓ માટે ૬૦ કરોડની જોગવાઈ
દિવ્યાંગોને જી્માં મફત મુસાફરી માટે ૫૨ કરોડની જોગવાઈ
નિરાધાર બાળકોને માસિક સહાય માટે ૭૩ કરોડની જોગવાઈ
દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ ૭ કરોડની જોગવાઈ
સાતફેરા સમુહ લગ્ન યોજના હેઠળ ૧૦ કરોડની જોગવાઈ
નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ ના બજેટ માં ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે ૮૫૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કાપડ ઉદ્યોગોને પ્રોત્સાહન માટે ૧૫૮૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. MSME ઉદ્યોગોને પ્રોત્સાહન માટે ૧૫૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
મોટા ઔદ્યોગિક એકમોને મુડી રોકાણ માટે પ્રોત્સાહિત કરવા ૮૮૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદીજાતિ વિસ્તારમાં GIDC વસાહતોના વિકાસ માટે ૨૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો ટ્રીટેડ વેસ્ટ વોટર નિકાલની પાઈપ લાઈન માટે ૪૭૦ કરોડ, રફાળેશ્વર અને બેડીપોર્ટ નજીક ટર્મિનલ માટે ૨૩૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ધોલેરા, માંડલ-બેચરાજી, , PCPIR દહેજમાં વૈશ્વિક માળખાકીય સુવિધા માટે ૧૮૮ કરોડ, જંબુસર ખાતે સ્થાપવામાં બલ્ક ડ્રગ પાર્કના નિર્માણ માટે ૧૦૦ કરોડ, માઈક્રો અને સ્મોલ એન્ટરપ્રાઈઝ માટે વધારાની કાઉન્સિલની રચના માટે એક કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ ના અંદાજપત્ર માં બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ ૩૫૧૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ભાવનગર પોર્ટ ટ્રાફિક માટે ૨૯૭ કરોડ, ઈલેક્ટ્રિક વ્હીકલ પોલીસી માટે ૨૧૭ કરોડ, નવલખી પોર્ટની હેન્ડલીંગ ક્ષમતા વધારવા ૧૯૨ કરોડ, સચાણા શીપ બ્રેકિંગ યાર્ડ ફરી શરૂ કરવા ૨૪ કરોડ, ૫૦ ઈલેક્ટ્રિક બસોની ખરીદી માટે ૨૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય ના નાણામંત્રી દેસાઈ દ્વારા રજુ કરવામાં આવેલ બજેટ માં માર્ગ મકાન વિભાગ માટે ૨૦૬૪૨ કરોડની જોગવાઈ કરાઈ છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે ૨૮૦૮ કરોડની જોગવાઈ કરાઈ છે. ૭ વર્ષ પૂર્ણ થયેલ હોય તેવા રસ્તાના રિસરફેસિંગ માટે ૨૨૦૦ કરોડ, ઓખા-બેટ દ્વારકાને જોડતા ફોરલેન બ્રિજ માટે ૯૬૨ કરોડ, સરખેજ-ગાંધીનગર હાઈવે માટે ૯૧૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ-બગાદરા-રાજકોટ હાઈવે માટે ૬૧૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગ્રામ્ય માર્ગોને પહોળા કરવા માટે ૬૦૦ કરોડની જોગવાઈ કરાઈ છે.