ગુજરાત બજેટ હાઈલાઇટ્‌સ

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

અમદાવાદ : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ગુજરાતનું બજેટ આજે રજૂ કરવામાં આવ્યું હતું જેમાં તમામ ક્ષેત્રોને આવરી લેવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. નાણામંત્રી નીતિન પટેલે આજે વિધાનસભા ગૃહમાં ગુજરાત રાજયનું નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે પૂર્ણ કદનું બહુ મહ્‌ત્વનું અને નોંધનીય બજેટ રજૂ કર્યું હતું. બજેટ હાઈલાઇટ્‌સ નીચે મુજબ છે.

  • ભારત સરકારે રાજ્યના ૨૮ લાખ ખેડૂતોને સહાયના પ્રથમ બે હપ્તા પેટે ૧૧૩૧ કરોડ ચુકવ્યા
  • નર્મદા યોજના માટે ૬૫૯૫ કરોડની ફાળવણી કરવામાં આવી
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંકલિત વિકાસ માટે ૨૬૦ કરોડની ફાળવણી કરીને વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી
  • માઇક્રો ઇરિગેશનના વ્યાપને વધારીને ૧૮ લાખ હેક્ટર વિસ્તાર આવરી લેવાશે
  • ૨૦૨૨ સુધી તમામ વિસ્તારમાં નળ દ્વારા શુદ્ધ પાણી પહોંચશે
  • ૧૫ લાખ યુવાનોને રોજગારી મળે તે માટે ૩૧૮૭૭ કરોડની લોન અપાશે
  • જે ખેડૂતોએ ખેતીવાડી વિજ જોડાણ માટે અરજી કરી છે તેમાંથી ૧૨૫૦૦૦ ખેડૂતોને ચોથી જુલાઈના દિવસે વિજ જોડાણ આપી દેવાશે
  • ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને શુદ્ધ કરી પાણી ઉંડા દરિયાના નિકાલ માટે પીપીપી ધોરણે પાઈપલાઈન માટે ૨૨૭૫ ખર્ચાશે. આના માટે ૫૦૦ કરોડની જાગવાઈ કરવામાં આવી
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે ૧૦૮૦૦ કરોડની ફાળવણી કરીને ગરીબોને પ્રાથમિકતા
  • આયુષ્યમાન ભારત યોજના હેઠળ ૪.૯૦ લાખ નાગરિકોને ૮૧૮ કરોડ ચુકવાયા
  • સરકારી અને અન્ય હોસ્પિટલો માટે પણ જંગી જાગવાઈ કરવામાં આવી
  • નવી ૭૫૦ એમબીબીએસ બેઠકો માટે ૮૦ કરોડની ફાળવણી કરાઈ
  • ૧૦૮ની નવી એમ્બ્યુલન્સ માટે ૧૮ કરોડની જાગવાઈ કરાઈ
  • શિક્ષણના સર્વગ્રાહી વિકાસ માટે ૩૦૦૪૫ કરોડની ફાળવણી કરી પ્રાથમિકતા
  • અન્ન ત્રિવેણી યોજના માટે ૧૦૧૫ કરોડ, બાળકોની ફી, યુનિફોર્મ, બૂટ, સ્કુલ બેગ માટે ૩૪૧ કરોડ
  • સરકારી કોલેજ અને યુનિવર્સિટી ભવન માટે ૨૦૬ કરોડ અને કોલેજના વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા ૨૫૨ કરોડની ફાળવણી
  • રાજ્યમાં પાંચ એરસ્ટ્રીક કાર્યરત છે
  • સાબરમતી રિવરફ્રન્ટ ઉપર વિમાન ઉતરાણ શરૂ કરવા પાંચ કરોડના ખર્ચે વોટર એરોડ્રામ બનાવાશે
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીના એરિયલ વ્યૂ માટે એક કરોડ
  • રાજ્યમાં સી-પ્લેન શરૂ કરવા વિશેષ આયોજન
  • વહાલી દિકરી યોજના હેઠળ દિકરી પહેલા ધોરણમાં આવે ત્યારે ૪૦૦૦ અને નવમાં ધોરણમાં આવે ત્યારે ૯૦૦૦ રૂપિયા મળશે
  • ૧૮ વર્ષની ઉંમર પુર્ણ કરે ત્યારે એક લાખની સહાયતા અપાશે
  • આંગણવાડીમાં પુરક પોષણ માટે ૭૫૧ કરોડ અને વિધવા પેન્શન માટે ૩૭૬ કરોડ
  • બંધ જાળવણી, નહેર માળખા સુધારણા, સહભાગી સિંચાઈ યોજનાના કામ માટે ૭૧૫૭ કરોડ
  • સૌની યોજનામાં ત્રીજા તબક્કામાં ૨૨૫૮ કરોડના કામ પ્રગતિમાં
  • કૃષિ યોજનાના અમલ માટે ૨૭૭૧ જગ્યાઓ ભરવામાં આવશે
  • ખેડૂતોને ઝીરો ટકાના દરે પાક ધિરાણ માટે ૯૫૨ કરોડની જાગવાઈ કરાઈ
  • ફુડ પ્રોસેસિંગ માટે પણ ઉલ્લેખનીય જાગવાઈ કરવામાં આવી
  • મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર માટે ૨૮ કરોડની ફાળવણી કરવામાં આવી
  • પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ માટે ૪૩૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી
  • ત્રણ વર્ષમાં ૬૦૦૦૦ કર્મચારીઓની ભરતી કરાશે
  • ૭૦૦૦૦ સખી મંડળ બનાવાશે
  • આગામી ત્રણ વર્ષમાં મુદ્રા યોજના હેઠળ ૫૦ લાખ લાભાર્થીઓને લાભ મળશે
  • નવી સોલાર રુટટોપ યોજના હેઠળ ૧૦૦૦ કરોડની જાગવાઈ કરવામાં આવી
  •   સમરસ કુમાર છાત્રાલય માટે નવ કરોડની જાગવાઈ કરવામાં આવી
  • ડાંગ, વલસાડમાં ઓર્ગેિનક ખેતી માટે રૂ.૧૫ કરોડ
  • શાકભાજીના ધરૂ તૈયાર કરવા પંચમહાલ, નર્મદા, અરવલ્લીમાં સેન્ટર
  • ૩ નવા સેન્ટર ઓપ એક્સલન્સ સ્થાપવા રૂ.૮ કરોડ
  • ૧૨ દૂધાળા એવા ૪ હજાર ડેરી ફાર્મ માટે રૂ.૧૩૪ કરોડ
  • ૪૬૦ ફરતા પશુ દવાખાના માટે રૂ.૪૭ કરોડની જોગવાઈ
  • કરૂણા એનિમલ હેલ્પલાઈન માટે રૂ.૧૫ કરોડની જોગવાઈ
  • દૂધ મંડળી, પશુપાલકોને સાધન ખરીદી માટે રૂ.૩૬ કરોડ
  • સૌરાષ્ટ્ર, કચ્છના પશુપાલકો માટે રૂ.૨૫ કરોડની જોગવાઈ
  • ગીર, કાંકરેજી ગાયના સંવર્ધન માટે રૂ.૩૮ કરોડ
  • કિસાન કલ્પવૃક્ષ યોજના હેઠળ રૂ.૩૩ કરોડની જોગવાઈ
  • ખેડૂતોના વ્યક્તિગત ગોડાઉન બાંધકામ માટે રૂ.૧૧ કરોડ
  • નીલ ક્રાંતિ યોજના અંતર્ગત રૂ.૬૫ કરોડની જોગવાઈ
  • નવા બંદરોના વિકાસ માટે રૂ.૨૧૦ કરોડની જોગવાઈ
  • ફિશીંગ બોટમાં માછીમારો માટે રૂ.૧૮ કરોડની જોગવાઈ
  • માછીમારોને જીપીએસ માટે રૂ.૬૦ કરોડની જોગવાઈ
  • ઝીંગા ઉછેરને પ્રોત્સાહન આપવા માટે રૂ.૯ કરોડ
  • ઊકાઈ જળાશય સિંચાઈના લાભ માટે રૂ.૯૬૨ કરોડ
  • ૩ મોટી ઉદ્દવહન સિંચાઈ યોજના હાથ ધરાશે
  • સોનગઢ, ઉમરપાડ, ડેડિયાપાડા પાઈપલાઈન માટે રૂ.૭૨૦ કરોડ
  • અંબિકા નદીના વાઘરેચ પ્રોજેક્ટમાં રૂ.૩૭૨ કરોડની જોગવાઈ
  • કાંકરાપાર – ગોરધા – વડ યોજનામાં રૂ.૨૪૫ કરોડની જોગવાઈ
  • કરજણ જળાશય પાઈપલાઈન યોજના માટે રૂ.૨૨૦ કરોડ
  • પાનમ કેનાલ સિંચાઈ યોજનામાં રૂ.૪૦ કરોડની જોગવાઈ
  • સૂક્ષ્મ સિંચાઈ હેઠળ પ્રવૃતિઓ માટે રૂ.૭૫૦ કરોડની જોગવાઈ

 

Share This Article