નાયબ પ્રધાન નીતિન પટેલે રજૂ કર્યું વર્ષ ૨૦૧૮નું બજેટ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યનું વર્ષ ૨૦૧૮-૧૯ બજેટ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે રજૂ કર્યું હતું. મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ર૦૧૮-૧૯ના વર્ષના બજેટ-અંદાજપત્રને પ્રજાજનોએ સરકારમાં મૂકેલા જનવિશ્વાસનું પ્રતિબિંબ પાડતું જનહિતકારી બજેટ ગણાવ્યું છે.

તેમણે નાયબ મુખ્યમંત્રી-નાણામંત્રીશ્રી નીતિનભાઇ પટેલે વિધાનસભા ગૃહમાં રજૂ કરેલા વર્ષ ર૦૧૮-૧૯ના આ બજેટને લોકકલ્યાણ સાર્વત્રિક વિકાસલક્ષી અને સામાજીક સમરસતા પ્રતિપાદિત કરનારૂં બજેટ કહ્યું છે.

આ બજેટમાં કરવામાં આવેલી રૂ.૧,૮૩,૬૬૬ કરોડની  જોગવાઇઓ કરવામાં આવી છે. ખેડૂત, ગામડુ, યુવાશકિતને રોજગારી, શહેરોનો વિકાસ, પીડિત-શોષિત વર્ગોનું કલ્યાણ તેમજ અનુસૂચિત જાતિ-જનજાતિ, વરિષ્ઠ નાગરિકો, મહિલા-બાળકલ્યાણ તમામ ક્ષેત્રો માટે બજેટ ફાળવણી કરવામાં આવી છે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

  • નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર પ્રભાગ માટે કુલ રૂપિયા ૧૪,૮૯૫ કરોડની જોગવાઇ.
  • શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ કુલ રૂપિયા ૧૨,૫૦૦ કરોડની જોગવાઇ.
  • માર્ગ અને મકાન વિભાગ હેઠળ કુલ રૂપિયા ૯૨૫૨ કરોડની જોગવાઇ.
  • કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ જોગવાઇ રૂ. ૬૭૫૫ કરોડ.
  • ભુતકાળમાં ૧૮ ટકા જેટલું વ્યાજ ભોગવતા ખેડૂતોની ચિંતા-કાળજી કરીને શૂન્ય ટકા વ્યાજે ધિરાણ આપવાની પહેલ – આ માટે રૂ. પ૦૦ કરોડ ફાળવ્યા.
  • શિક્ષણ વિભાગ હેઠળ રૂ.૨૭,૫૦૦ કરોડની કૂલ જાગવાઇ.
  • પાક વીમા માટે રૂ. ૧૧૦૦ કરોડ, ટેકાના ભાવે ખરીદી, ટ્રેકટર-આધુનિક સાધનો ઓજારો માટે રૂ. ર૩પ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  • કૃષિકારોને પૂરતી વીજળી, પાણી, ખાતર સહિતની પ્રાથમિક સુવિધા અને પાક રોઝ-ભૂંડ ગાડે નહિ તે માટે કાંટાળી તારની વાડ માટે રૂ. ર૦૦ કરોડનું પ્રાવધાન.
  • શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ કૂલ રૂ. ૧૭૩૨ કરોડની જોગવાઇ. ૯ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ બાંધવા રૂ.૨૨ કરોડની જોગવાઇ.
  • શિક્ષણ વિભાગ હેઠળ કૂલ રૂ.૨૭,૫૦૦ની જોગવાઇ.
  • મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અન્વયે રૂ. ૧પ૦૦ થી ૩ હજારની માસિક પ્રોત્સાહક રકમ આપવા સાથે રોજગાર મેળાઓ દ્વારા ચાર લાખ યુવાઓન રોજગારી, સરકારી વિભાગોમાં ૩૦ હજાર નવી ભરતી કરવાની બાબત બજેટની મુખ્ય વિશેષતા વર્ણવી
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભઆગ હેઠળ કુલ રૂપિયા ૯,૭૫૦.૫૦ કરોડની જોગવાઇ.
  • અમૃતમ-મા વાત્સલ્યમ યોજના અંતર્ગત લાભાર્થીની આવક મર્યાદા રૂ. બે લાખથી વધારી ૩ લાખ કરવામાં આવી- સિનિયર સિટીઝનને પણ આવરી લેવામાં આવશે.
  • જીવલેણ-ગંભીર બિમારીની સારવારમાં નોંધારાનો આધાર બની સરકારે સારવાર મર્યાદા ૩ લાખ કરી.
  • તબીબી શિક્ષણ માટે કુલ રૂપિયા ૩,૪૧૩ કરોડની જડોગવાઇ.
  • તબીબી સેવાઓ માટે કુલ રૂપિયા ૮૬૬ કરોડની જડોગવાઇ.
  • ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ કુલ રૂપિયા ૮૫૦૦ કરોડની જોગવાઇ.
Share This Article