ગુજરાતમાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના જાહેર થયેલા પરિણામમાં વિદ્યાર્થીઓ વધ્યા પણ પરિણામ ઘટ્યું છે. જેમાં ગત વર્ષ કરતા ૧.૪૨ લાખ વિદ્યાર્થીઓ વધ્યા છે. જ્યારે ગત વર્ષની સરખામણીએ ૧૩.૬૪ ટકા પરિણામ ઘટ્યું છે. આ ઉપરાંત ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ઘટી છે. જેમાં ગત વર્ષ કરતા આ વર્ષે ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં ૭૫૩નો ઘટાડો થયો છે. ગત વર્ષે ૧૦૬૪ શાળાઓનું ૧૦૦ ટકા પરિણામ હતું આ વર્ષે માત્ર ૩૧૧ શાળાઓનું જ પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. જ્યારે ૧૦ ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા વધી છે. ગત વર્ષે માત્ર ૧ જ શાળાનું પરિણામ ૧૦ ટકાથી ઓછું હતું. આ વર્ષે ૪૪ શાળાઓનું પરિણામ ૧૦ ટકાથી ઓછું આવ્યું છે. જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ ૭૨.૮૩ ટકા છે. જ્યારે ગુજરાતી વિષયનું પરિણામ ૯૧.૯૯ ટકા છે. જેમાં ગુજરાતી વિષયમાં ૩૩૭૮૯ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.
ગુજરાત બોર્ડનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૭૩. ૨૭ ટકા જાહેર થયું છે.. ગુજરાત બોર્ડમાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૫,૬૫,૫૨૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લાનું ૮૪.૫૯ ટકા પરિણામ અને દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ ૫૪.૬૭ ટકા પરિણામ જાહેર થયુ છે. પંચમહાલ જિલ્લાનું ૬૪.૬૭ ટકા, બનાસકાંઠા જિલ્લાનું ૭૯.૩૮ ટકા, ભરુચ જિલ્લાનું ૭૫.૫૦ ટકા, ભાવનગર જિલ્લાનું ૮૧.૧૩ ટકા, મહેસાણા જિલ્લાનું ૭૬.૬૪ ટકા, રાજકોટ ૭૯.૯૪ ટકા, વડોદરા ૬૭.૧૯ ટકા પરિણામ જાહેર થયુ છે.વલસાડ જિલ્લાનું ૬૩.૧૬ ટકા, સાબરકાંઠા જિલ્લાનું ૬૮.૧૭ ટકા, સુરત જિલ્લાનું ૮૦.૭૮ ટકા, સૂરેન્દ્રનગર જિલ્લાનું ૮૧.૧૧ ટકા પરિણામ જાહેર થયુ છે. પંચમહાલ જિલ્લાનું ૬૪.૬૭ ટકા,બનાસકાંઠા જિલ્લાનું ૭૯.૩૮ ટકા,ભરૂચ જિલ્લાનું ૭૫.૫૦ ટકા,ભાવનગર જિલ્લાનું ૮૧.૧૩ ટકા, મહેસાણા જિલ્લાનું ૭૬.૬૪ ટકા, રાજકોટ જિલ્લાનું ૬૩.૧૬ ટકા પરિણામ જાહેર થયુ છે.આ પરીક્ષામાં ૪, ૭૯,૨૯૮ ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી ૪,૭૭,૩૯૨ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં આપી હતી. તેમાંથી ૩,૪૯,૭૯૨ પરીક્ષાથીની ઉત્તીર્ણ થયેલ છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ ૭૩.૨૭ ટકા આવેલ છે.જ્યારે બધા વર્ષમાં ઉતીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે ૨૯,૯૭૪ ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી ૨૮,૩૨૧ ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી ૧૧,૨૦૫ ઉમેદવાર સફળ થયા છે. આ પરીક્ષામાં ૩૪,૫૩૩ ખાનગી નિયમિત ઉમેદવારો નોંધાયા હતા.