અમદાવાદ: પ્રદેશ ભાજપા મીડિયા કન્વીનર ડા. હર્ષદ પટેલે જણાવ્યુ હતુ કે, આગામી ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો પર પુનઃ વિજય પ્રાપ્ત કરવા માટેની તૈયારીના ભાગરૂપે ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ૦૨ ઓક્ટોબરથી ૦૫ ઓક્ટોબર દરમ્યાન ગુજરાતની ૨૦ લોકસભા બેઠકોનો પ્રવાસ કરી આગેવાનો સાથે બેઠકો યોજી ચર્ચા વિચારણા કરશે તથા સંગઠનલક્ષી માર્ગદર્શન આપશે. ભૂપેન્દ્ર યાદવના લોકસભા સીટસઃ પ્રવાસમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા તથા જે-તે ઝોનના મહામંત્રીઓ જોડાશે.
તારીખ ૨જી ઓક્ટોબર મંગળવારના રોજ બપોરે ૨.૦૦ કલાકથી ૫.૦૦ કલાક દરમ્યાન સાબરકાંઠા, દાહોદ તથા પંચમહાલ લોકસભા બેઠકોના આગેવાનો સાથે બેઠક કરશે. ત્યારબાદ સાંજના ૫.૩૦ વાગ્યાથી રાત્રીના ૮.૩૦ દરમ્યાન વડોદરા, આણંદ તથા ખેડા લોકસભા બેઠકોના આગેવાનો તથા કાર્યકરો સાથે બેઠક કરશે. તારીખ ૩જી ઓક્ટોબર બુધવારે સવારે ૧૦.૦૦ થી બપોરના ૧.૦૦ કલાક સુધી ભરૂચ, છોટાઉદેપુર તથા બારડોલી લોકસભા બેઠકોના આગેવાનો તથા કાર્યકરો સાથે બેઠક કરશે. ત્યારબાદ બપોરે ૩.૩૦ કલાકથી સાંજના ૭.૩૦ કલાક દરમ્યાન સુરત, વલસાડ તથા નવસારી લોકસભા બેઠકોના આગેવાનો તથા કાર્યકરો સાથે બેઠક કરશે.
તારીખ ૪ ઓક્ટોબર ગુરૂવારે સવારે ૧૦.૦૦ કલાકથી બપોરના ૧.૦૦ કલાક દરમ્યાન અમરેલી તથા ભાવનગર લોકસભા બેઠકોના આગેવાનો તથા કાર્યકરો સાથે બેઠક કરશે. ત્યારબાદ સાંજે ૫.૦૦ થી રાત્રીના ૮.૦૦ દરમ્યાન કચ્છ, સુરેન્દ્રનગર તથા રાજકોટ લોકસભા બેઠકોના આગેવાનો તથા કાર્યકરો સાથે બેઠક કરશે. તારીખ ૫ ઓક્ટોબર શુક્રવારે સવારે ૧૦.૦૦ થી બપોરના ૧.૦૦ કલાક દરમ્યાન જામનગર, જુનાગઢ તથા પોરબંદર લોકસભા બેઠકોના આગેવાનો તથા કાર્યકરો સાથે બેઠક કરશે.