તાજેતરમાં જારી કરવામાં આવેલા ગુજરાત સર્વે રિપોર્ટના આંકડા જારી કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા જોવા મળી રહી છે. સર્વે રિપોર્ટ મુજ સુશાસન સાથે જોડાયેલા ત્રણ મુદ્દા મતદારોની મુખ્ય પ્રાથમિકતા બનેલા છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે ગુજરાત સરકારનો દેખાવ સરેરાશ કરતા ઓછો રહ્યો છે. રોજગારની સારી તક અને પીવાના પાણીને લઇને બાબત અને વધુ સારી આરોગ્ય સુવિધા જેવા મુદ્દા સામેલ છે. મોટા ભાગના લોકો આ તમામ બાબતોને પ્રાથમિકતા આપે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે મતદારોએ ગુજરાત સરકારને પાંચના સ્કેલ પર રોજગારની વધારે સારી તકના મામલે ૨.૩૩, પીવાના પાણીને લઇને ૨.૬૦, વધારે સારી આરોગ્યની સુવિધાને લઇનવે ૨.૬૨ રેટિંગ આપ્યા બાદ આની ચર્ચા જોવા મળી રહી છે. જે સરેરાશ કરતા રેટિંગ કમ દર્શાવે છે. રિપોર્ટ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ અને આરએ એસ્ટેરિસ્ક કોમ્પ્યુટિંગ એન્ડ ડેટા સોલ્યુશન્સ દ્વારા જારી કરવામાં આવ્યા છે. આમાં રાજ્યની તમામ ૨૬ લોકસભા સીટ પરથી આશરે ૧૩૦૦૦ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. અંતિમ મુલ્યાંકનમાં મતદારોની નજરમાં ૧૦ સૌથી મહત્વપૂર્ણ મુદ્દાને અને તેમના પર સરકારના દેખાવને ધ્યાનમાં લઇને રિપોર્ટ જારી કરવામાં આવ્યા પછી તેની ચર્ચા છે.
આ સર્વેની કામગીરી ગયા વર્ષે ઓક્ટોબર અને ડિસેમ્બર વચ્ચેના ગાળામાં કરવામાં આવ્યા બાદ તેમાં હવે લોકોને કેટલાક અંશે મત બદલાયા હોય તે સ્વાભાવિક છે. રિપોર્ટનો હેતુ પ્રજા સાથે જાડાયેલા મુદ્દાને લઇને સમજ સુધારી દેવાનો રહેલો છે. સાથે સાથે સરકારના દેખાવને પ્રજા કેટલા માર્ક આપે છે તે બાબત પણ ઉપયોગી છે. રિપોર્ટના અન્ય કેટલાક હેતુ પણ રહેલા છે. પ્રાથમિકતા અને કામના મુલ્યાંકનમાં સતત ફેરફારો થતા રહે છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીએ તમામ તાકાત લગાવી દીધી છે. ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ ઝંઝાવતી પ્રચાર જારી રાખીને માહોલ બદલી નાંખવાના પ્રયાસ કર્યા છે.
ગુજરાતમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી વર્ષ ૨૦૧૪ લોકસભા ચૂંટણીની જેમ જ ૨૬ પૈકી ૨૬ સીટ જીતી શકશે કે કેમ તેને લઇને જોરદાર અભ્યાસ કરી રહી છે. સાથે સાથે તમામ મતદારોને પ્રભાવિત કરવાના પ્રયાસો પણ જારી રહ્યા છે. વર્ષ ૨૦૧૪માં મોદી લહેર વચ્ચે પાર્ટીએ સપાટો બોલાવ્યો હતો અને તમામ બેઠકો જીતી લીધી હતી. જો કે ત્યારબાદ વર્ષ ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જોરદાર દેખાવ કર્યો હતો. અને ભારતીય જનતા પાર્ટીને નજીકની ટક્કર આપી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં કોંગ્રેસે સૌથી શાનદાર દેખાવ કર્યો હતો. રોજગારને લઇને વાત કરવામાં આવે ો ગ્રામીણ વસ્તીની તે પાંચમા નંબરની પ્રાથમિકતા રહેલી છે. જ્યારે શહેરી વિસ્તારની ૧૦ નંબરી પ્રાથમિકતા રહેલી છે. મોટા ભાગના મતદારો પાર્ટીને પણ મહત્વ આપે છે. ઉમેદવારની પાર્ટીના આધાર પર ત આપવામાં આવે છે.
ગુજરાતમાં ૭૮ ટકા મતદારો આ રીતે મતદાન કરે છે. સર્વેમાં મતદારોએ કહ્યુ છે કે અપરાધિક રેકોર્ડ ધરાવતા ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારવા જાઇઅ નહીં. છેલ્લી લોકસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીએ ૫૯.૧ ટકા મત હિસ્સેદારી હાંસલ કરી હતી. જ્યારે કોંગ્રેસ પાર્ટીએ ૩૨.૯ ટકા મતહિસ્સેદારી હાંસલ કરી હતી. જા કે ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે તેના દેખાવમાં ઉલ્લેખનીય સુધારો કર્યો હતો. છેલ્લી ચૂંટણીમાં અન્યોને આઠ ટકા મતહિસ્સેદારી મળી હતી. લોકસભાની ૨૬ પૈકી ૨૬ સીટ જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ પૂર્ણ તાકાત લગાવી હોવા છતાં આઈ વખતે કેટલીક સીટ તેના હાથમાંથી નિકળી શકે છે. જેના માટે કેટલાક કારણો પણ જવાબદાર દેખાઇ રહ્યા છે. કેટલાક કોંગ્રેસી નેતાઓનુ પણ કહેવુ છે કે નરેન્દ્ર મોદી લહેર હવે દેખાતી નથી. કેટલાક વિસ્તારોમાં પાટીદારો, દલિતો અને અન્ય સમુદાયની નારાજગી પણ છે. ભાજપ સામે ૨૬ પૈકી ૨૬ સીટ જીતવી સરળ નથી.