ચૂંટણી પહેલા આંતરિક ખેંચતાણ અને જુથવાદી ગતિવિધીના કારણે કોંગ્રેસની હાલત કફોડી બનેલી છે. કોંગ્રેસના ચાર ધારાસભ્યો પહેલાથી જ પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપમાં જાડાઇ ચુક્યા છે. આમાંથી એક તો કેબિનેટ પ્રધાન પણ બની ગયા છે. કોંગ્રેસની છાવણીમાં તોડફોડ કરીને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પહેલા જ તેની હાલત ખરાબ કરી દેવા માટે તૈયાર છે. ભારતીય જનતા પાર્ટી કોઇ પણ રીતે તમામ ૨૬ સીટો જીતવા માટે તૈયાર છે.
બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી પણ તેમના ઘરમાં જ મોદી અને શાહને ઘેરવા માટે રણનિતી બનાવી રહી છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા હાલમાં જ કારોબારીની બેઠક પણ ગુજરાતમાં જ યોજી હતી. ૫૮ વર્ષના લાંબા ગાળા બાદ કોંગ્રેસ પાર્ટીએ કારોબારીની બેઠક ગુજરાતમાં યોજી અહીં આક્રમક દેખાવ કરવાની તૈયારીના સંકેત આપ્યા છે. કોંગ્રેસની કારોબારીની બેઠક બાદ જારદાર રેલી થઇ હતી. જેમાં કોંગ્રેસના તમામ ટોપના નેતાઓ હાજર રહ્યા હતા. રેલીમાં પણ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને પ્રિયંકા વાઢેરા છવાયેલા રહ્યા હતા. બેઠક બાદ આયોજિત કરવામાં આવેલી રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉપÂસ્થત રહ્યા હતા.
મોદી અને શાહના ગઢમાં પડકાર ફેંકવા માટેના પ્રયાસ કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. આવનાર દિવસોમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા વાઢેરા પણ ગુજરાતમાં ઝંઝાવતી પ્રચાર કરે તેવી શક્યતા છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા તો કેટલાક ઉમેદવારની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. આની સાથે સાથે પાટીદાર આંદોલન સમિતીના નેતા હાર્દિક પટેલ પણ કોંગ્રેસમાં સામેલ થઇ ગયો છે. કોંગ્રેસે હાર્દિકને પાર્ટીમાં સામેલ કરીને પાર્ટીમાં નવા પ્રાણ ફુંકવા માટેના પ્રયાસ કર્યા છે. ગુજરાતમાં લોકસભાની ૨૬ સીટો છે. જે પૈકી છેલ્લી ચૂટણીમાં ભાજપે તમામ ૨૬ બેઠકો જીતી લીધી હતી.
જ્યારે વર્ષ ૨૦૦૯ની ચૂંટણીમાં પણ ભાજપે ૧૫ સીટો જીતી લીધી હતી. જ્યારે કોંગ્રેસને એ વખતે ૧૧ સીટો મળી હતી. મત હિસ્સેદારીની વાત કરવામાં આવે તો ભાજપની મત હિસ્સેદારી ૨૦૧૪માં ૬૦.૧ ટકા રહી હતી. જ્યારે કોંગ્રેસની મત હિસ્સેદારી ૩૩.૫ ટકા રહી હતી. અન્યોની મત હિસ્સેદારી ૬.૪ ટકા રહી હતી. ૨૦૦૯માં ભાજપની મત હિસ્સેદારી ૪૬.૫ અને કોંગ્રેસની ૪૩.૪ ટકા રહી હતી.