ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના રોગચાળાના નિયંત્રણ અને નિવારણ માટે મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવેલા પગલાઓની સમીક્ષા કરીને આ કામગીરીને વધુ સઘન બનાવવા તંત્રને જરૂરી સૂચનાઓ આપી.
પાણીજન્ય રાગચાળો ફેલાતો અટકે તે માટે ગાંધીનગર સહિત રાજ્યના શહેરી ક્ષેત્રોમાં પીવાના પાણીના સેમ્પલ દરરોજ લેવામાં આવે અને તેની યોગ્યતા તથા ક્લોરિનેશનના રિપોર્ટ્સ મેળવ્યા પછી જ પાણી વિતરણ વ્યવસ્થા થાય તે માટેના દિશાનિર્દેશ અધિકારીઓને આપ્યા છે.
તેમજ, હાલ પાઈપલાઈન અંગેના જે કામો પ્રગતિમાં છે, તેની ફિલ્ડ વિઝિટ કરીને ગુણવત્તા અને ચોકસાઈ સુનિશ્ચિત કરવામાં આવે તેવી સૂચના આપી.
આ ઉપરાંત, વોટર ટેસ્ટીંગનો વ્યાપ વધારવા અને લીકેજીસ તાત્કાલિક ધોરણે અટકાવવાના પગલાઓ લેવા તાકીદ કરી.
ટાઈફોઈડ નિયંત્રણ માટે મહાનગરપાલિકા દ્વારા 85 સર્વે ટીમ બનાવીને 1.58 લાખથી વધુ લોકોનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે.
ક્લોરિન ટેબલેટ્સ અને ORS પેકેટ પણ પૂરતા પ્રમાણમાં વિતરણ કરવામાં આવ્યાં છે.
લીકેજીસના રિપેરીંગ કામ અગ્રતાના ધોરણે હાથ ધરાયા છે. તેમજ, તમામ પાણીના સ્રોતમાં સુપર ક્લોરિનેશન પણ કરવામાં આવ્યું છે.
પરિણામે, ટાઈફોઈડના કેસોમાં હવે ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે.
