ગુજરાતમાં આર્થિક વિકાસ પ્રભાવશાળી, પરંતુ જીએસટી હજુ પણ એક પડકારઃ નાણા પંચ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મહત્વપૂર્ણ વિશાળ આર્થિક સ્કેલ પર ગુજારતનો ત્વરિત વિકાસ ખૂબ જ પ્રભાવશાળી રહ્યો છે અને સમગ્ર આર્થિક વિકાસમાં આ આગ્રણી રહ્યું છે, પરંતુ જીએસટી હજુ પણ મોટા પડકારોમાંથી એક છે. આ વાત ગુજરાતની મુલાકાતે આવેલા 15માં નાણા પંચના અધ્યક્ષ એન કે સિંહે અમદાવાદમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં જણાવી હતી.

નાણા પંચ વિશેષ રીતે  લોન-જીડીપી રેશિયાને ઘટાડી લગભગ 20 ટકાના સ્તરે લાવવાના પ્રયત્નોથી ખૂબ જ પ્રભાવિત છે, જેમ કે નવા એફઆરબીએમ અધિનિયમના નિર્દેશ કરવામાં આવ્યો છે. નાણા પંચ ગુજરાતની રાજકોષીય નુક્શાનના ત્રણ ટકા માપદંડથી ખૂબ જ નીચે આવવાથી પ્રભાવિત છે. એન કે સિંહે જણાવ્યું કે ગુજરાતનો કેપિટલ ખર્ચ વધતો જઇ રહ્યો છે અ આ પૂર્ણ રીતે તે મુખ્ય આર્થિક સ્કેલના અનુરૂપ છે, જે લાંબાગાળાના આર્થિક વિકાસમાં ઉલ્લેખનીય યોગદાન આપે છે.

નાણાપંચના અધ્યક્ષે પોતાની ટિપ્પણીઓમાં ગુજરાત રાજ્ય સમક્ષ ઉપસ્થિત કેટલાક પડકારોનો ઉલ્લેખ કર્યો જામાં મુખ્ય છેઃ ગુજરાત સામે એક મોટો પડકાર જીએશટી સંગ્રહ છે. જ્યારે કેન્દ્ર સરકાર તરફથી જીએસટી ભરપાઇના રૂપમાં મળી રહેલી 14 ટકા ગેરંટી સમાપ્ત થઇ જશે તો ગુજરાતને જીએસટી સંગ્રહના અંદાજો પર ગંભીરતાથી વિચાર કરવાનો રહેશે અને કરમાં ઉછાળો એક મુદ્દો હોઇ શકે છે.

 

Share This Article