અમદાવાદ : રાજયમાં લોકોના જાન-માલની સુરક્ષા અને સલામતીની બહુમૂલ્ય સેવા બજાવી રહેલા સિકયોરીટી એજન્સીઓ તેમ જ તેમના સિકયોરીટી ગાર્ડના વિવિધ પ્રશ્નોને લઇ સિકયોરીટી એસોસીએશન ઓફ ગુજરાતની મહત્વની સામાન્ય સભા શહેરમાં યોજાઇ હતી, જેમાં પ્રાઇવેટ સિકયોરીટી એજન્સીના રજિસ્ટ્રેશન, લાઇસન્સ, ઓનલાઇન પોર્ટલ, જીએસટી સ્લેબ ઘટાડવા સહિત અનેકવિધ માંગણીઓ પર મહત્વની ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. સભામાં સેન્ટ્રલ એસોસીએશન ઓફ પ્રાઇવે સિકયોરીટી ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન કુંવર વિક્રમસિંહ સહિતના પદાધિકારીઓએ સિકયોરીટી એજન્સી માટેના નિયમો અને તેની શરતોને હળવી બનાવવાની સાથે સાથે જીએસટીના હાલના ૧૮ ટકાના સ્લેબને ઘટાડવા ઉગ્ર માંગણી કરી હતી. ગુજરાત સહિત દેશભરમાં કુલ ૨૨ હજારથી વધુ સિકયોરીટી એજન્સીઓ કાર્યરત હતી,તેમાંથી પાંચ હજારથી વધુ સિકયોરીટી એજન્સીઓને જીએસટીના માર અને સરકાર તેમ જ સત્તાધીશોના વધુ પડતા કડક નિયમો અને આકરી શરતોના કારણે તાળા મારી દેવાનો વારો આવ્યો છે.
હાલ આ સિકયોરીટી એજન્સી પર આ પરિબળોને લઇ ગંભીર ખતરો તોળાઇ રહ્યો છે. આ સંજાગોમાં કેન્દ્ર સરકાર, રાજય સરકાર સહિતના સંબંધિત સત્તાવાળાઓને આ સમગ્ર મામલે હકારાત્મક અને પ્રોત્સાહિત વલણ અમલી બનાવવા એસોસીએશનના પદાધિકારીઓએ અનુરોધ કર્યો હતો. સિકયોરીટી એસોસીએશન ઓફ ગુજરાતની મળેલી સામાન્ય સભામાં ગુજરાત સહિત દેશભરમાંથી વિવિધ સિકયોરીટી એજન્સીઓના પ્રતિનિધિઓ અને સરકારી પદાધિકારીઓ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. સભામાં સિકયોરીટી એજન્સીના સભ્યોએ જીએસટી, લાઇસન્સની જટિલ પ્રક્રિયા, સિકયોરીટી ગાડ્ર્સને પણ પ્રધાનમંત્રી આવાસયોજના હેઠળ આવાસો ફાળવવા સહિતના કેટલાક મુદ્દે સભ્યોમાં નારાજગી પ્રવર્તતી હતી. આ પ્રસંગે સિકયોરીટી એસોસીએશન ઓફ ગુજરાતના સચિવ ડો.આર.કે.ત્યાગીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આશરે ૭૫ લાખ ખાનગી સિકયોરીટી ગાડ્ર્સ લોકોના જાન-માલના રક્ષણની ફરજ બજાવી રહ્યા છે.
આ સંખ્યા પોલીસ કર્મચારીઓ કરતાં પણ વધુ છે ત્યારે સિકયોરીટી એજન્સીઓ અને સિકયોરીટી ગાડ્ર્સ સરકાર અને પોલીસ તંત્ર સાથે મળીને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત અને અસરકારક બનાવવામાં બહુમૂલ્ય યોગદાન આપવાની તત્પરતા દર્શાવી હતી. સેન્ટ્રલ એસોસીએશન ઓફ પ્રાઇવે સિકયોરીટી ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન કુંવર વિક્રમસિંહે સિકયોરીટી એજન્સી અને સિકયોરીટી ગાર્ડસની Âસ્થતિને લઇ થોડી ચિંતા વ્યકત કરતાં જણાવ્યું કે, સિકયોરીટી એજન્સીની સેવા જીએસટીના ૧૮ ટકાના સ્લેબમાં છે અને તેની પર બે ટકા ટીડીએસ..જેના કારણે ભયંકર આર્થિક બોજના કારણે દેશમાં પાંચ હજાર જેટલી સિકયોરીટી એજન્સીઓને બંધ કરી દેવાનો વારો આવ્યો. જીએસટી માર અને વધુ પડતા કડક નિયમો અને આકરી શરતોના કારણે આ ઇન્ડસ્ટ્રીઝ પર ગંભીર ખતરો તોળાઇ રહ્યો છે. ગુજરાતમાં જા કે, કંઇક પણ પરિસ્થિતિ સારી છે, બાકી અન્ય રાજયોમાં એજન્સીઓને રજિસ્ટ્રેશન, લાઇસન્સ સહિતની પ્રક્રિયામાં જ દોઢથી બે વર્ષનો સમય રાહ જોવી પડી રહી છે.
આ કાર્યક્રમમાં એડિજીપી(લો એન્ડ ઓર્ડર) સંજીવ શ્રીવાસ્તવ, રક્ષા શકિત યુનિવર્સિટીના ડો.અક્ષત મહેતા, નિવૃત્ત ઉચ્ચ પોલીસ અધિકારી કે.નિત્યાનંદ, ડેપ્યુટી ચીફ લેબર કમિશનર અનિલ અગ્રવાલ, રિજિનલ પ્રોવીડન્ટ ફંડ કમિશનર અજીતકુમાર સહિતના મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા અને પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.