જીએસટી પરિષદે સર્કસ, નૃત્ય અને નાટ્ય મંચ પર જીએસટીમાં રાહત આપવાની ભલામણ કરી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

જીએસટી પરિષદે ૧૮ જાન્યુઆરીના રોજ આયોજિત પોતાની બેઠકમાં જીએસટીમાં છૂટના ઉદ્દેશ્યથી એ ભલામણો કરી છે કે નાટક અથવા નૃત્ય, પુરસ્કાર સમારોહ, જાહેર કાર્યક્રમો, સંગીત સમારોહ અને માન્યતા પ્રાપ્ત રમત-ગમત આયોજનો માટે પ્રવેશ ટિકિટ પર છૂટ રકમની મર્યાદા પ્રતિ વ્યક્તિ ૨૫૦ રૂપિયાથી વધારી ૫૦૦ રૂપિયા કરી શકે છે. પરિષદે એ પણ ભલામણ કરી છે કે પ્લેનેટોરિયમમાં પ્રવેશને પણ પ્રતિ વ્યક્તિ ૫૦૦ રૂપિયા સુધીની આ છૂટ મર્યાદાનો લાભ આપી શકાય છે.

પરિષદે આ ભલામણોને અમલી બનાવવા માટેની સૂચનાઓ ૨૫ જાન્યુઆરીના રોજ જાહેર કરી છે. તે પ્રમાણે ૨૫ જાન્યુઆરીથી નાટક અથવા નૃત્ય, પુરસ્કાર સમારોહ, જાહેર કાર્યક્રમો, સંગીત સમારોહ, માન્યતા પ્રાપ્ત રમત-ગમત આયોજનો અને પ્લેનેટોરિયમમાં પ્રવેશ માટે પ્રતિ વ્યક્તિ ૫૦૦ રૂપિયા સુધીની પ્રવેશ ટિકિટને જીએસટીમાંથી છૂટ આપી દેવાઈ છે. આ પગલાથી દેશમાં આ પ્રકારના સાંસ્કૃતિક તેમજ રમત-ગમતનાં આયોજનોને પ્રોત્સાહન મળવાની આશા છે.

 

Share This Article