અમદાવાદમાં TPL સીઝન 7 ના સમાપન સાથે GS દિલ્હી એસિસે પોતાનું પહેલું ટાઇટલ જીત્યું

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

ક્લિયર પ્રીમિયમ વોટર દ્નારા સંચાલિત ટેનિસ પ્રીમિયર લીગ (TPL) સીઝન 7 ના છઠ્ઠા દિવસનું સમાપન ગુજરાત યુનિવર્સિટી ટેનિસ સ્ટેડિયમ ખાતે થયું,હાઈ વોલ્ટેજ ફાઈનલમાં GS દિલ્હી એસિસે વિજય મેળવીને પોતાનું પહેલો ટાઇટલ જીત્યું.

TPL- 7 ની ફાઈનલમાં, GS દિલ્હી એસિસ અને યશ મુંબઈ ઇગલ્સ આમને સામને હતા, મેચની શરૂઆત મહિલા સિંગલ્સ સાથે થઈ, જ્યાં સોફિયા કોસ્ટાલસનો સામનો રિયા ભાટિયા સામે થયો. કોસ્ટાલસે ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું, અને 18-7 થી શાનદાર વિજય મેળવી સિંગલ્સમાં પોતાનો અજેય રેકોર્ડ જાળવી રાખ્યો.

મિક્સ ડબલ્સમાં પણ આ જ ગતિ ચાલુ રહી, જ્યારે સોફિયા કોસ્ટૌલાસે જીવન નેદુન્ચેઝિયાન સાથે મળીને રિયા ભાટિયા અને નિકી પૂનાચાનો સામનો કર્યો. દિલ્હી એસિસની જોડીએ શરૂઆતથી જ મેચ પર નિયંત્રણ રાખ્યું, સુઝબૂઝ અને આત્મવિશ્વાસપૂર્ણ નેટ પ્લેનો ઉપયોગ કરીને 16-9થી જીત મેળવી અને ફાઇનલમાં પ્રવેશ કર્યો.

પુરુષોની સિંગલ્સમાં, 30 વર્ષીય બિલી હેરિસનો સામનો દામીર ડ્ઝુમહુર સામે થયો. વિશ્વના 57માં ક્રમાંકિત ઝુમહુરે મજબૂત પ્રદર્શન કર્યું અને 16-9થી જીત મેળવી. આ પરિણામ છતાં, જીએસ દિલ્હી એસિસે 11 પોઇન્ટની આરામદાયક લીડ જાળવી રાખી. પુરુષોની ડબલ્સમાં, બિલી હેરિસ અને જીવન નેદુન્ચેઝિયાનનો સામનો નિકી પૂનાચા અને દામીર ડ્ઝુમહુર સામે થયો, જીએસ દિલ્હી એસિસની જોડીએ શાંત અને નિયંત્રિત પ્રદર્શન કરતાં 8-4થી જીત મેળવી અને 51-36 પોતાનો પહેલા વિજય મેળવ્યો.

પહેલા જ અભિયાનમાં, GS દિલ્હી એસિસે ટેનિસ પ્રીમિયર લીગ સીઝન 7 માં વિજય મેળવ્યો

પ્રથમ સેમિફાઇનલમાં જીએસ દિલ્હી એસિસનો સામનો રાજસ્થાન રેન્જર્સ સાથે થયો હતો. મેચની શરૂઆત મહિલા સિંગલ્સમાં થઈ હતી, જ્યાં 20 વર્ષીય સોફિયા કોસ્ટૌલાસનો સામનો એકટેરીના કાઝિયોનોવાનો સાથે થયો હતો. કોસ્ટૌલે દિલ્હી એસિસને મજબૂત શરૂઆત આપી, તેણે શાનદાર પ્રદર્શન કરીને 19-6 થી જીત મેળવી, જે સિઝનમાં આ કેટેગરીની રેકોર્ડ કરાયેલ સૌથી મોટી જીત છે.

મિક્સ ડબલ્સમાં સોફિયા કોસ્તૌલાસે જીવન નેદુન્ચેઝિયાન સાથે જોડી બનાવીને રાજસ્થાન રેન્જર્સની જોડી એકટેરીના કાઝિઓનોવા અને દક્ષિણેશ્વર સુરેશનો સામનો કર્યો. રેન્જર્સની જોડીએ દબાણ હેઠળ પણ સ્થિતિસ્થાપકતા દર્શાવી, અને 13-12થી જીત મેળવી મેચમાં પાછી ખેંચી લીધી.

પુરુષોની સિંગલ્સ નિર્ણાયક સાબિત થઈ. બિલી હેરિસનો સામનો વિશ્વના 26માં ક્રમાંકિત લુસિયાનો દરડેરી સામે થયો અને હેરીસે શાનદાર પ્રદર્શન કરીને 17-8થી વિજય મેળવ્યો. આ પરિણામ સાથે, GS દિલ્હી એસિસને ફાઇનલ માટે ક્વોલિફાય થવા માટે ફક્ત ત્રણ પોઇન્ટની જરૂર હતી.

પુરુષોની ડબલ્સમાં, જીવન નેદુન્ચેઝિયાન અને બિલી હેરિસનો સામનો દક્ષિણેશ્વર સુરેશ અને લુસિયાનો દરડેરી સામે થયો, જ્યાં દિલ્હી એસિસની જોડીએ 3-1થી જીત મેળવી. GS દિલ્હી એસિસે 51-28થી એકંદરે વિજય મેળવ્યો, અને ટેનિસ પ્રીમિયર લીગ સીઝન 7 ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું.

બીજા સેમિફાઇનલમાં, એસજી પાઇપર્સ બેંગલુરુનો મુકાબલો યશ મુંબઈ ઇગલ્સ સામે થયો. મેચની શરૂઆત મહિલા સિંગલ્સ સાથે થઈ, જ્યાં શ્રીવલ્લી ભામિદીપતીનો સામનો રિયા ભાટિયા સાથે થયો. રિયાએ જોરદાર વાપસી કરી, મેચને પલટાવી દીધી અને ભામિદીપતીને 13-12થી હરાવી.

ત્યારબાદ મિક્સ ડબલ્સમાં શ્રીવલ્લી ભામિદીપતીએ રોહન બોપન્ના સાથે મળીને રિયા ભાટિયા અને નિકી પૂનાચાનો સામને કર્યો. બંને ટીમો સમાન મેચ રમી અને લીડ ઓછી હોવાથી, એસજી પાઇપર્સ બેંગલુરુની જોડીએ અંતિમ ક્ષણોમાં પોતાનો સંયમ જાળવી રાખ્યો અને 13-12થી વિજય મેળવ્યો, જેનાથી સેમિફાઇનલમાં સંતુલિત પરિણામ સુનિશ્ચિત થયું.

પુરુષોની સિંગલ્સમાં, રામકુમાર રામનાથનનો સામનો વિશ્વના 57માં ક્રમાંકિત દામીર ઝુમહુર સામે થયો. ઝુમહુરે મજબૂત સર્વ પર આધાર રાખીને રામનાથનને 14-11થી હરાવવા માટે શાંત પ્રદર્શન કર્યું.

મેન્સ ડબલ્સમાં, રામકુમાર રામનાથન અને રોહન બોપન્નાનો સામનો નિકી પૂનાચા અને દામીર ઝુમહુર સામે થયો હતો. એસજી પાઇપર્સ બેંગલુરુની જોડીએ 13-12થી જીત મેળવીને સખત લડાઈ આપી હતી, પરંતુ તે પૂરતુ ન હતું, યશ મુંબઈ ઇગલ્સે એકંદરે જીત મેળવી. ઇગલ્સે 51-49થી નજીકનો વિજય મેળવ્યો અને ટેનિસ પ્રીમિયર લીગ સીઝન 7 ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું.

ટેનિસ પ્રીમિયર લીગ વિશે,

ટેનિસ પ્રીમિયર લીગ એશિયાની સૌથી મોટી ટેનિસ લીગ છે, જેમાં આંતરરાષ્ટ્રીય ટેનિસ સ્ટાર્સ તેમજ ભારતની ટોચની પ્રતિભાઓ ભાગ લે છે. લિએન્ડર પેસ, સાનિયા મિર્ઝા અને મહેશ ભૂપતિ (એસજી પાઇપર્સના સીઈઓ) જેવા ટેનિસ દિગ્ગજો તેમજ રકુલ પ્રીત સિંહ અને સોનાલી બેન્દ્રે બહલ જેવા બોલિવૂડ આઇકોન્સ દ્વારા સમર્થિત, TPL રમતગમત, મનોરંજન અને પ્રોફેશનલ લીડર્સને સ્પર્ધા અને જોડાણના અનોખા મિશ્રણમાં એકસાથે લાવે છે.

Share This Article