GS દિલ્હી એસિસના ચેમ્પિયન સોફિયા કોસ્ટૌલાસ અને જીવન નેદુન્ચેઝિયાન TPL સીઝન 7 નો ખિતાબ જીત્યા બાદ અમદાવાદ વિશે જુઓ શુ કહ્યુ…

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

જીએસ દિલ્હી એસિસે ટેનિસ પ્રીમિયર લીગ સીઝન 7 ટાઇટલ જીતીને પોતાની પ્રથમ સીઝનનો અંત જીત સાથે કર્યો અને પહેલા દિવસથી લઈને ફાઇનલ સુધી શાનદાર પ્રદર્શન કર્યું.

ક્લિયર પ્રીમિયમ વોટર દ્વારા સંચાલિત, ટેનિસ પ્રીમિયર લીગ સીઝન 7 ને યોનેક્સ સનરાઇઝ દ્વારા ઓફિશિયલ ઇક્વિપમેન્ટ પાર્ટનર તરીકે અને મેક્સ પ્રોટીન દ્વારા ઓફિશિયલ પ્રોટીન પાર્ટનર તરીકે સપોર્ટ આપવામાં આવ્યો.

સોફિયા કોસ્ટૌલાસના શાનદાર અભિયાન વિશે વાત કરીએ તો, તેણે મહિલા સિંગલ્સ અને મિક્સ્ડ ડબલ્સમાં સતત સારું પ્રદર્શન કર્યું, ત્યારબાદ જીવન નેદુન્ચેઝિયાન અને માર્કી પ્લેયર બિલી હેરિસના શાંત નેતૃત્વ હેઠળ, દિલ્હી સ્થિત ફ્રેન્ચાઇઝે પહેલા દિવસથી જ પ્રભુત્વ જમાવ્યું, ગ્રાન્ડ ફાઈનલમાં યશ મુંબઈ ઇગલ્સને 51-36 થી હરાવીને સીઝનનો અંત ચેમ્પિયન તરીકે કર્યો.

ખાસ કરીને, સોફિયા આખા અઠવાડિયા દરમિયાન શ્રેષ્ઠ ફોર્મમાં રહી, તેણે પોતાની મહિલા સિંગલ્સ મેચોમાં સાતેય મેચ આરામથી જીતી, એકલા હાથે પોતાની ટીમ માટે 118 પોઇન્ટ મેળવ્યા. ટેનિસ પ્રીમિયર લીગના અનુભવ વિશે બોલતા, તેણે કહ્યું, “વ્યક્તિગત રીતે, આ ટુર્નામેન્ટ મારા માટે ખૂબ સારી રહી છે. મેં ઘણું શીખ્યું, દરેક મેચનો આનંદ માણ્યો, અને આવી ઉચ્ચ-ગુણવત્તાવાળી ઇવેન્ટનો ભાગ બનવા બદલ ખૂબ જ આભારી છું. હું આ ટુર્નામેન્ટમાંથી ઘણી સારી યાદો લઈ જઈશ અને આગામી સિઝન માટે ચોક્કસપણે મારી સાથે કેટલાક અનુભવ અને સારી યાદો લઈને જઈશ.”

અંતિમ દિવસે ટીમના વર્ચસ્વ વિશે બોલતા, 20 વર્ષીય બેલ્જિયન ખેલાડીએ ટીમની સંયુક્ત તાકાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું, “અમારા પ્રદર્શન પાછળનું સૌથી મોટું કારણ અમારી આસપાસના લોકો હતા. જીવન એક સારો લીડર્સ અને સાથી ખેલાડી છે. તેણે જે રીતે ટીમનું માર્ગદર્શન કર્યું અને બધાને એકસાથે લાવ્યા તેનાથી કોર્ટ પર મારા માટે ઘણો ફરક પડ્યો, ખાસ કરીને તેને ભારતમાં ઘણો અનુભવ છે. બિલી પણ એટલો જ અદ્ભુત છે. તેના સતત સમર્થન, ઉર્જા અને અમારા બધા તે ઘણો વિશ્વાસ પુરતો, જેથી મને ખૂબ જ આત્મવિશ્વાસ મળ્યો, ખાસ કરીને ટીમ જ્યારે દબાણમાં હોય. અને ખાસ વાત એ હતી કે, માલિકોથી લઈને કોર્ટ પર કામ કરતા દરેક વ્યક્તિએ દરેક સમયે ઘણો ટેકો આપ્યો. જેનાથી અમને અંતિમ દિવસે આટલું મજબૂત પ્રદર્શન કરવામાં મદદ મળી.”

જીવને આખા અઠવાડિયા દરમિયાન ટીમના સંતુલન અને ટીમ વર્કને શ્રેય આપતા કહ્યું કે, ” દરરોજ સોફીયા જે રીતે શરૂઆત કરી હતી તેનાથી જ આ બધુ શક્ય બન્યું, અને પછી બિલી અને મેં ખૂબ રક્ષણાત્મક કે આક્રમક રીતે રમ્યા વિના, સૂઝબૂઝ સાથે અને અસરકારક રીતે લીડ જાળવી રાખી તેના કારણે થયું. અઠવાડિયાના અંત સુધીમાં, અમે ટીમોને સરેરાશ 20 પોઈન્ટથી હરાવી રહ્યા હતા, જે એક યુનિટ તરીકે અમારા માટે એક મોટી તાકાત બન્યું.”

શિબિરની અંદરની સંસ્કૃતિ અને લિએન્ડર પેસના પ્રભાવ વિશે, સોફિયાએ કહ્યું, “ટીમ સંસ્કૃતિ શરૂઆતથી જ ખૂબ જ મજબૂત હતી. દરેક વ્યક્તિ ટીમ માનસિકતા માટે પ્રતિબદ્ધ હતા અને એકબીજાને ટેકો આપતા હતા, જેણે ખરેખર અમને એક જૂથ તરીકે મદદ કરી. લિએન્ડર પેસને વ્યક્તિગત રીતે મળવું અને તેને ટીમમાં જોડાવવું મારા માટે સન્માનની વાત હતી. તેની આસપાસ રહેવું ખૂબ જ પ્રેરણાદાયક હતું અને એક મૂલ્યવાન શીખવાનો અનુભવ હતો જે હું મારી સાથે લઈ જઈશ.”

ટુર્નામેન્ટની પોતાની મનપસંદ ક્ષણોને યાદ કરતાં, સોફિયાએ કહ્યું, “મારી વ્યક્તિગત મનપસંદ મેચો ચોક્કસપણે સિંગલ્સ અને મિક્સ્ડ ડબલ્સ ફાઇનલ હતી, પરંતુ ટુર્નામેન્ટનો છેલ્લો પોઇન્ટ સૌથી ખાસ હતો. બિલીનો બેકહેન્ડ ડાઉન ધ લાઇન રિટર્ન જેણે જીત પર મહોર મારી તે મારી માચે એક યાદગાર ક્ષણ હતી.”

આ દરમિયાન, જીવને લીગ-સ્ટેજની એક મહત્વપૂર્ણ મેચ તરફ ધ્યાન દોરતા કહ્યું કે, “ગુડગાંવ ગ્રાન્ડ સ્લેમર્સ સામેની મેચ મારા માટે ખરેખર ખાસ હતી. તેઓ ખૂબ જ મજબૂત ટીમ હતી, અને અમે શરૂઆતથી અંત સુધી તેમને સારી રીતે સંભાળ્યા. તેનાથી અમને આત્મવિશ્વાસ મળ્યો કે અમે ફક્ત સારી શરૂઆત જ નહીં, પણ આખા અઠવાડિયા દરમિયાન દરેક ટીમની રમતને પણ જાણી સમજી શકીએ છીએ, જેનું અંતે અમને સારું પરીણામ મળ્યું.

બંને ખેલાડીઓએ અમદાવાદના વાતાવરણની પણ પ્રશંસા કરી, સોફિયાએ તેને “ખરેખર ખાસ” ગણાવ્યું, તેને કહ્યું કે, “આટલી એક્સાઈટેડ અને ટેનિસ ચાહકોથી ખચાખચ ભરેલા સ્ટેડિયમમાં રમવાથી મને ખૂબ જ આનંદ થયો. આવી ક્ષણો તમને યાદ અપાવે છે કે તમે આ રમત કેમ રમો છો, અને તે એક ખેલાડીઓ તરીકે વધુ યાદગાર બનાવે છે.”

અંતે જીવને કહ્યું કે, “અમદાવાદનું વાતાવરણ ખૂબ જ ઉત્સાહવર્ધક હતું. ટેનિસ પ્રીમિયર લીગમાં આ અત્યાર સુધીનું શ્રેષ્ઠ વાતાવરણ છે, અને એવા શહેરોમાં રમવાથી જ્યાં સ્ટેડિયમ કેન્દ્રમાં અને સરળતાથી સુલભ હોય છે, તે ખરેખર એક મજબૂત ટેનિસ સંસ્કૃતિ બનાવવામાં મદદ કરે છે. અને ચાહકોની આ ભીડ દર્શાવે છે કે, લીગ કેટલી આગળ વધી શકે છે.”

Share This Article