ગુજરાત સ્થાપના દિને સાતમા પગાર પંચનો લાભ મેળવતા ૯.૩૮ લાખ કર્મચારીઓ-પેન્શનર્સ સરકાર તરફથી અનોખી ભેટ
રાષ્ટ્રીય પર્વો રાજ્યના પાટનગરમાં ઉજવવાના બદલે જૂદા જૂદા જિલ્લા મથકે ઉજવવાની પરંપરા તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરુ કરી હતી. એ શ્રુંખલાના ભાગ રૂપે રાજ્યના ઉત્તર ગુજરાતના મહત્વના એવા પાટણ જિલ્લામાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી થઇ રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગૌરવ દિવસે રાજ્ય સરકારના કર્મચારીઓ તથા નિવૃત કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તા ૦૧-૦૭-૨૦૨૧થી ૩ ટકાનો વધારો કરાયો છે. સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી ૯.૩૮ લાખ લોકોને આ લાભ મળશે.
તા. ૦૧-૦૭-૨૦૨૧થી મળવાપાત્ર થતો મોંઘવારી ભથ્થાનો દસ મહિનાનો તફાવત બે હપ્તામાં ચૂકવાશે, પ્રથમ હપ્તો મે-૨૦૨૨ અને બીજાે હપ્તો જૂન-૨૦૨૨ના પગાર સાથે અપાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પાટણ જિલ્લાના નાગરિકોને રૂપિયા ૩૬૯ કરોડના ૪૨૯ વિકાસ કામોની ભેટ મળશે.
આ કામોમાં પાટણના નાગરિકોને રૂપિયા ૨૬૪ કરોડના પાણી કામોનો પણ સમાવેશ થાય છે. યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સરસ્વતી તાલુકા કચેરી સામે ૧૧૦ કરોડનાં ર્ખચે નિર્માણ થયેલા આધુનિક રિજિયોનલ સાયન્સ મ્યુઝિયમ, ડાયનાસોર ગેલેરી અને પાટણ ખાતે રૂપિયા ૧૦૦ કરોડના ખર્ચે ‘રિજિયોનલ સાયન્સ સેન્ટર’નું લોકાર્પણ કરાયું છે.
મુખ્યમંત્રીના હસ્તે વિકાસ કામોના ખાતમુર્હુત અને લોકાર્પણથી જિલ્લાના અનેક ગામોના ૩.૨૨ લાખથી વધુ લોકોને સીધો લાભ મળશે. વિકાસની આ હેલીમાં પંચાયત વિભાગના સીસી રોડ, પીવાની પાઇપ લાઇન, પેવર બ્લોક સહિત ૧૬૨ કામો રૂ ૨૨૬.૩૧ લાખના ખર્ચે નિર્માણ પામનાર છે.
જેનાથી ૧૪૪ ગામોની ૨૮૦૧૯ લોકોને ફાયદો થનાર છે. દેલવાડા અને નાગવાસણા ખાતે રૂ ૫૦ લાખના ખર્ચે પેટા આરોગ્ય કેન્દ્રના ખાતમુર્હુતથી આરોગ્ય વિભાગના ૦૨ કામોમાં ૦૨ ગામની ૧૦ હજાર વસ્તીને આરોગ્યની સેવાઓના લાભ મળનાર છે. રૂ ૬૪૫૦ લાખના ખર્ચે માર્ગ અને મકાન વિભાગના ૦૬ કામો જેમાં ૩૯ ગામોની ૧ લાખ ૩૨ હજાર ૩૫૧ની વસ્તીને રસ્તાઓ સહિતની પ્રાથમિક સુવિધાઓ મળનાર છે.
પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના ૦૩ કામો ૨૬,૪૩૫.૯૫ લાખના ખર્ચે તૈયાર થનાર છે. જેનાથી ૦૧ ગામની ૧૪૭૬ પાટણવાસીઓ લાભ લઇ શકનાર છે. બાલીસણા, અજા અને ભાટસણ ખાતે આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ થનાર છે. મહિલા અને બાળ વિકાસના રૂ ૨૧ લાખના ખર્ચે ૦૩ કામોના આંગણવાડી મકાનોના ખાતમુર્હુત થનાર છે. જેનાથી ૦૩ ગામોની ૩૭૯ બાળકને પોષ્ટીક આહાર મળી રહેશે સિધ્ધપુર નગરપાલિકા દ્વારા રૂ ૯૬ લાખના ખર્ચે ૦૧ કામનું ખાતમુર્હુત થનાર છે જેનાથી ૨૦૫૦ સિધ્ધપુરવાસીઓને ફાયદો થનાર છે.
આ કામોમાં ગૃહ વિભાગના ૦૩ કામો અંતર્ગત પોલીસ અધિકારીઓ અને કર્મયોગીઓના રહેણાંક, પંચાયત વિભાગના સીસીરોડ પેવર બ્લોક, ગટર લાઇન સહિત ગ્રામ સુવિધાના કામો, રૂ ૫૦ લાખના ખર્ચે સમોડા અને મીઠા ધરવા ખાતે તૈયાર થયેલા પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ, ઓરૂમાણા, ગોલીવાડા અને નાંદોત્રી ખાતે સરકારી શાળાના મકાનનું લોકાર્પણ, રાધનપુર, સમી, પાટણ અને સરસ્વતી તાલુકાની ૨૬ આંગણવાડીના મકાનોનું લોકાર્પણ, મહિલા અને બાળ વિકાસ વિભાગના ૨૬ કામો, જળ જીવન મિશન, નલ સે જલ યોજના અંતર્ગત કામના લોકાર્પણ, સિધ્ધપુર નગરપાલિકાનું કામ, પાટણ નગરપાલિકાનું ૦૧ કામ,વાગડોદ અને ધરમોડા ખાતે નવી અધતન આઇ.ટી.આઇ મકાન, શ્રમ અને રોજગાર વિભાગના ૦૨ કામો, ગ્રામ વિકાસ વિભાગની મનરેગા યોજનાના ૨૫ કામો ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૦૦૦ આવાસોનું લોકાર્પણોનો સમાવેશ થાય છે.