ભારતમાં સંગઠિત પરંપરાગત નાસ્તા ક્ષેત્રની અગ્રણી કંપની, ગોપાલ સ્નેક્સને પ્રતિષ્ઠિત ‘Imagexx 2025’ ઈવેન્ટમાં “Best CSR Activity : Regional” (પ્રાદેશિક સ્તરે શ્રેષ્ઠ CSR પ્રવૃત્તિ) શ્રેણીમાં ગોલ્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સુવર્ણ પુરસ્કાર, ગોપાલ સ્નેક્સની કન્યા વિવાહ બોનસ યોજના માટે આપવામાં આવ્યો હતો. જે અંતર્ગત, કંપની દ્વારા તેની અપરિણીત મહિલા કર્મચારીઓને તેમના લગ્ન સમયે નાણાકીય ભેટ આપવામાં આવે છે. વર્ષ 2016 માં રજૂ કરાયેલ, આ પહેલ, મહિલાઓને તેમના જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆત કરતી વખતે મહત્વપૂર્ણ સહાયતા પ્રદાન કરે છે. આ સન્માન, એ ખરેખર, ગોપાલ સ્નેક્સની કર્મચારી કલ્યાણ અને મહિલા સશક્તિકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.