શું તમને ખબર છે કે ગૂગલ કંપની 13 એપ્રિલ 2018થી તેની એક પોપ્યુલર સર્વિસ બંધ કરવાની છે. વેબસાઇટ અથવા વિડીયોના લાંબા URLને નાના કરી દેતી ગૂગલની URL શોર્ટનર સર્વિસ 13 એપ્રિલથી બંધ થઇ રહી છે. અમુક યુઝર્સને આ સર્વિસ એક વર્ષ વધારે મળશે.
ગૂગલે તેના ઓફિશીયલ બ્લોગ પર જણાવ્યુ છે કે 2009માં શરૂ કરવામાં આવેલી વેબ URL shortening service એટલે કે ‘goo gl’ને બંધ કરવામાં આવી રહ્યુ છે. જે યુઝર્સ ગૂગલ લોગઇન કરીને આ સર્વિસને પહેલાથી યુઝ કરતા હતા ફક્ત એ જ યુઝર્સ માટે કંપનીએ 30 માર્ચ 2019 સુધી સર્વિસને એક્સટેંડ કરી છે. જે યુઝર્સે લોગઇન કર્યા વગર આ સર્વિસનો ઉપયોગ કર્યો છે અથવા નથી કર્યો તેવા દરેક યુઝર્સ માટે આ સર્વિસ 13 એપ્રિલ 2018ના રોજ બંધ થઇ જશે. કંપનીએ જણાવ્યુ છે કે 30 માર્ચ 2019 સુધી શોર્ટ કરેલા યુઆરએલ કામ કરશે, પરંતુ તમે ‘goo gl’ના પેનલ પર એક્સેસ નહી કરી શકો. કંપનીએ પોતાની જૂની સર્વિસ બંધ કરીને Firebase Dynamic Links નામની નવી સર્વિસ શરૂ કરશે. જેને લોગઇન કર્યા વગર વાપરી શકાશે નહી.