અમદાવાદ : પ્રવાસના શોખીન ગુજરાતીઓને બેસ્ટ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ટુર પેકેજીસ, એર ટીકીટ, વિઝા અને પાસપોર્ટ કન્સલ્ટેશન, ક્રુઝ બુકિંગ, હોટેલ બુકિંગ સહિતની શ્રેણીબદ્ધ સેવાઓ ઓફર કરવા રાજકોટના પ્રતિષ્ઠિત બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્સ પ્રાઇવેટ લિમિટેડે આજે અમદાવાદમાં તેની નવી બ્રાન્ચ શરૂ કરવાની ગર્વભેર જાહેરાત કરી છે.
અમદાવાદમાં નવરંગપુરા સ્થિત વિશાળ ઓફિસમાં ગ્રાહકો ટુરિઝમક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા કુશળ કર્મચારીઓની ટીમ તથા આંતરરાષ્ટ્રીય સ્તરે વિશાળ નેટવર્કની મદદથી પરિવાર અને મિત્રો સાથે વેકેશનની મજા માણવાનો પરરફેક્ટ ટુર પ્લાન બનાવવા સક્ષમ બનશે. વર્ષ 1996થી ટુરિઝમ ક્ષેત્રે ટોચના સર્વિસ પ્રોવાઇડર પૈકીના એક તરીકે ઓળખ ધરાવતા બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્સ પ્રાઇવેટ લિમિટેડે અત્યાર સુધીમાં 2,00,000થી વધુ પરિવારોને વિવિધ પ્રવાસન સંબંધિત જરૂરિયાતોને સંતોષકારક રીતે પૂર્ણ કરવામાં સહયોગ કર્યો છે.
કંપનીની ઓફિસના પ્રારંભ અંગે ખુશી વ્યક્ત કરતાં બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્સ પ્રાઇવેટ લિમિટેડના પાર્ટનર રોહન જરદોશે જણાવ્યું હતું કે, અમદાવાદના વિશાળ અને ખૂબજ સ્પર્ધાત્મક ટુરિઝમ માર્કેટમાં પ્રવેશ કરતાં અમે ખૂબજ ઉત્સાહિત છીએ. ગુજરાત અને અમદાવાદના લોકોની જીવનશૈલીમાં પ્રવાસન અભિન્ન હિસ્સો છે અને મોટી સંખ્યામાં પરિવારો નિયમિતરૂપે શોર્ટ અથવા લોંગ હોલિડે પ્લાન કરીને વેકેશનની મજા માણવાની તક ક્યારેય ગુમાવતાં નથી. મને વિશ્વાસ છે કે અમારી વિશિષ્ટ અને ઇનોવેટિવ ઓફર્સ, 360 ડિગ્રી સર્વિસ તથા ભારત અને વિદેશમાં ટુર ઓપરેટરના વિશાળ નેટવર્ક સાથે ગ્રાહકોને સંતોષકારક સેવા પ્રદાન કરવા અને તેમની અપેક્ષાઓ ઉપર ખરા ઉતરવા સક્ષમ રહીશું.
બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર દીપક કારીઆએ જણાવ્યું હતું કે, રાજકોટના ગ્રાહકો તરફથી મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદથી પ્રેરાઇને હવે અમે અમદાવાદના વધુ વિશાળ માર્કેટમાં પ્રવેશ કર્યો છે. છેલ્લાં 28 વર્ષમાં અમે મોટી સંખ્યામાં લોકોની પ્રવાસન, ફોરેક્સ, વિઝા અને પાસપોર્ટ સંબંધિત જરૂરિયાતોને સફળતાપૂર્વક પૂર્ણ કરી છે અને ગ્રાહકો સાથે લાંબાગાળાના સંબંધો તેનો દેખિતો પુરાવો છે. અમદાવાદના ગ્રાહકોને પણ અમે વિશ્વ-સ્તરીય સેવાઓ પ્રદાન કરવા માટે કટીબદ્ધ છીએ.
વધુ માહિતી આપતાં બેસ્ટ ટુર્સના ડાયરેક્ટર વત્સલભાઇ કારીઆ જણાવે છે કે ડોમેસ્ટિક તથા ઇન્ટરનેશનલ ગ્રૂપ પ્રવાસો અમારી મુખ્ય ક્ષમતા હોવા ઉપરાંત ગ્રાહકોની જરૂરિયાત મૂજબ કસ્ટમાઇઝ્ડ પેકેજ એ અમારી સ્પેશિયાલિટી છે. તદઉપરાંત દુનિયાભરનાં ક્રુઝ વેકેશનનો રોમાંચ માણવા સુયોગ્ય માહિતી અને કેવું વ્યાજબી ભાવે બુકિંગએ અમારી ખાસિયત છે.
ઉલ્લેખનીય છે કે કંપની નૈતિકતા, પારદર્શિતા, કસ્ટમર ફર્સ્ટ, વર્ચ્યુઅલ ઉપસ્થિતિ સાથે સેવાઓની કાર્યક્ષમ ડિલિવરી, જવાબદારી અને નિષ્ઠાના મૂલ્યો સાથે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં વિશ્વસનીય કંપનીની ઓળખ ધરાવે છે તથા વર્ષ 2030 સુધીમાં સૌથી વધુ પસંદગીની ગ્લોબલ ટુરિઝમ કંપની પૈકીની એક બનવાનું લક્ષ્ય ધરાવે છે. કંપનીની મુખ્ય સર્વિસિસમાં ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ટુર પેકેજીસ, એર ટીકીટ બુકિંગ, હોટેલ બુકિંગ, ક્રૂઝ બુકિંગ, ટુરિસ્ટ વિઝા, પાસપોર્ટ એસીસટનસ, ઓવરસીઝ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ અને ચાર્ટર ફ્લાઇટ સર્વિસિસ વગેરે સામેલ છે. આ ઉપરાંત કંપની આઇએટીએ, ટીએએઆઇ, ટીએએફઆઇ કથા ઓટીઓએઆઇ જેવી ટોચની આંતરરાષ્ટ્રીય સંસ્થાનો સાથે જોડાણ પણ ધરાવે છે. અમદાવાદ ની પ્રવાસ શોખીન જનતા ને એક વખત બુકિંગ કરાવી જીવનભર અમારા ગ્રાહક પરિવાર બનવાનું અમારું ખાસ આમંત્રણ છે.