સાણંદ : ગુજરાતનો ઔદ્યોગિક વિકાસમાં એક અહમ ભાગ હોવાને કારણે, ઘણી વખત થી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સાથે સંકળાયેલું છે. મેન્યુફેક્ચરિંગ, ઓટોમોટિવ, રિન્યુએબલ એનર્જી અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોને પ્રોત્સાહન આપવાના રાજ્ય સરકારના પ્રયાસોએ સાણંદના ઔદ્યોગિક હબ તરીકે વિકાસમાં ફાળો આપ્યો છે. ઓટોમોટિવ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર તરીકે સાણંદનો વિકાસ, વાઇબ્રન્ટ ગુજરાત સમિટની અગાઉની આવૃત્તિઓ દરમિયાન પ્રદર્શિત કરવામાં આવ્યો છે.
હવે સાણંદના ઔદ્યોગિક ઝોનમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને તાજગીના ઉચ્ચતમ ધોરણોને પૂરા કરવા અને સમગ્ર વર્ષ દરમિયાન ખાસ ક્યુરેટેડ મેનુની યોજના બનાવીને ઓફર કરવાના સાથે સાથે લગ્ન, સામાજિક કાર્યક્રમો, કોર્પોરેટ ઇવેન્ટ્સ, બર્થડે પાર્ટીઓ, કિટીઝ, બ્રંચ અને સરકારી ઇવેન્ટ્સથી માંડીને નાના અને મોટા મેળાવડાઓનું આયોજન કરવા માટે અમદાવાદ સ્થિત મેસર્સ જેમેક સર્વિસીસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જન્મય એ. ચોકશી સંચાલનનું બગડોર અને જવાબદારીઓનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે. આ રૂપાંતરણના ફળસ્વરૂપ, એક છત હેઠળ વિવિધ કાર્યક્રમોને આવરી લેતા કોર્પોરેટ અને ઔપચારિક કેટરિંગ અને વૈવિધ્યસભર ભોજનની શ્રેણી પૂરી પાડવા માટે “સ્મરણ બેન્ક્વેટ્સ અને કેટરિંગ” ની રજૂઆત સાથે અને ભોજન સમારંભ સેવાઓ સાથે ફાઈન ડાઈન રેસ્ટોરન્ટ – “7 સ્પાઈસ ફૂડ પ્લાઝા” ને એમના દ્વારા હસ્તગત કરવામાં આવી છે. ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને તાજગીના સર્વોચ્ચ ધોરણો જાળવીને આરામદાયક ખોરાકને ઉન્નત કરવાના ઉદ્દેશ્યના સાથે વિશિષ્ટ સેવા તથા પ્રસ્તુતિ સાથે અધિકૃત વૈશ્વિક વાનગીઓને પીરસવાના જુસ્સા સાથે આ જૂથે સાણંદમાં પ્રવેશ કર્યો છે.
આ પ્રસંગે જન્મય અલ્કેશ ચોકશીએ શેર કર્યું કે, ‘અમારી વિશેષતા અને ડીએનએ ફૂડ અને બેનકયેટ ઇન્ડસ્ટ્રીમાં છે. અમે અમદાવાદ સ્થિત પાન એશિયન ફાઈન ડાઈન કુઈસીન – મેઇનલેન્ડ ચાઇના રેસ્ટોરન્ટની માસ્ટર ફ્રેન્ચાઇઝી બ્રાન્ડ માટે 100% હિસ્સો ધરાવીએ છીએ. અમારા જૂથ મીડિયા, હોસ્પિટાલિટી, ફ્રોઝન મેન્યુફેક્ચરિંગમાં વૈવિધ્યસભર વ્યાપાર રસ સાથે વિકાસ કરી રહ્યું છે અને અમે સંચિત ખાદ્ય અનુભવ સાથે અને સતત નવીનતમ તકનીકો સાથે સંરેખિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. JAMECK હવે તેની પોતાની ઘરેલું બ્રાન્ડ “MINKOO’s” સાથે આગળ વધવાની તેની યોજનાને પણ આકાર આપી રહ્યું છે. ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ મોડલ સાથે બિઝનેસ ડેવલપમેન્ટ, ફ્રેન્ચાઇઝીંગ અને બ્રાન્ડ પોઝિશનિંગની વ્યાપક સ્વીકૃતિ અને વ્યાપ માટે અમે સમગ્ર ભારતમાં વેચાણની હાજરીનું નિર્માણ કરીયે છીએ. અમે માનીએ છીએ કે અમારી સફળતા નવા ક્લાયન્ટ મેળવવામાં નથી, પરંતુ તે જ ક્લાયન્ટ ફરીથી અમને સેવાનું અવસર આપે તે તક બનાવામાં છે !! અમે ગુજરાતના સૌથી ચુનંદા કોર્પોરેટ અને ઉચ્ચ નેટ-વર્થ વ્યક્તિગત પરિવારો સાથે વારંવાર સંકળાયેલા હોવાનો ગર્વ અનુભવતા રહીશું. સાફ સુથરા સ્વચ્છતાના ધોરણો, ઉચ્ચ કુશળ વ્યાવસાયિક માસ્ટર શેફ,પ્રશિક્ષિત સેવા સ્ટાફ, ઈવેન્ટની તમામ પ્રવૃત્તિઓ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનિકલ મેનેજમેન્ટ અને ખાદ્ય ઉદ્યોગના સ્થાપકોની લાંબા ગાળાની દ્રષ્ટિ સાથેનું અત્યાધુનિક કેન્દ્રીય રસોડું સ્થળ દ્વારા તેમની તમામ રાંધણ જરૂરિયાતો માટે તૈયારીઓ અમને અમારા આશ્રયદાતાઓ માટે સૌથી મનગમતું અને પસંદગીનું હોસ્પિટાલિટી બ્રાન્ડ બનાવે છે.“
જન્મય ચોકસી એ વધુમાં જણાવ્યું હતું કે, “અમારો બેન્ક્વેટ હોલ કોઈપણ ખાસ પ્રસંગોની યાદમાં એક આમંત્રિત વાતાવરણ બનાવવા માટે અને સાથે સાથે બિઝનેસ મીટ, સેમિનાર, ઈન્ટરવ્યુ, તાલીમ કાર્યક્રમો વગેરેનું આયોજન કરવા માટે એક આરામદાયક સ્થળ બનાવના હેતુ થી ડેવેલોપ કરવામાં આવ્યું છે. અમારા સુવિધાઓ મોટી સંખ્યામાં બિઝનેસ ડેલિગેટ્સને સમાવી શકે છે અને એમને ઉત્તમ કેટરિંગ સેવાઓ પણ પ્રદાન કરી શકે છે. સાથે સાથે અમે સાણંદ ટાઉન અને GIDC કંપનીઓના કોર્પોરેટ્સ અને આદરણીય મહેમાનોને શ્રેષ્ઠ ભોજન અને પ્રસ્તુતિ સાથે અમારું ગ્લોબલ સેવાઓ આપવા માટે આતુર છીએ,”
સાણંદના જિલ્લા વિકાસ કચેરીના જે. પી. વાઘેલા સાહેબના સાથે સાથે સાણંદ GIDCના વરિષ્ઠ અધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને એમને મીડિયા મિત્રો સાથે સાણંદની આસપાસના હકારાત્મક બિઝનેસ પર્યાવરણ અને વિકાસની વાર્તાઓ વિશે મહત્વપૂર્ણ અપડેટ્સ શેર કર્યા હતા.