ખેલ મહાકુંભની જુડો સ્પર્ધામાં નંદકુંવરબા કોલેજની વિદ્યાર્થીનીને ગોલ્ડ મેડલ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભાવનગર ખાતે યોજાયેલ આ જુડો સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરમાં અભ્યાસ કરતી વિધાર્થિની રુચિકાબા જાડેજાએ ભાવનગરનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમાં ૭૦ કિલો વેઇટ કેટેગરીમાં પ્રથમ નંબરે આવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને કોલેજ અને ભાવનગરનું ગૌરવ વધાર્યું હતું.

ખેલ-મહાકુંભ ની રાજ્યકક્ષાની જુડો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવવા બદલ રુચિકાબા જાડેજાને કોલેજના ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ તથા મેં. ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયાએ અને કોલેજના સમગ્ર પરિવારે તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે સીદસર ખાતે આવેલ સ્પોર્ટ્‌સ કોમ્પલેક્ષ ખાતે ૧૧ મો રાજ્યકક્ષા જુડો સ્પર્ધા યોજાઈ હતી જેમાં નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરની વિધાર્થિનીએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

Share This Article