મુંબઈ: દેશની સૌથી ભરોસાપાત્ર, નિયમિત અને ઝડપથી વિકસી રહેલી ગોએર એરલાઇને આજે માલે, માલદિવ્ઝ માટેના વિન્ટર શિડ્યૂલની જાહેરાત કરી હતી. પહેલી ડિસેમ્બર, ૨૦૧૯થી અમલમાં આવનારા આ શિડ્યૂલ અનુસાર, ગોએર મુંબઈ, નવી દિલ્હી અને બેંગાલુરુથી સપ્તાહમાં પાંચ દિવસ માલેની ડાયરેક્ટ ફ્લાઇટ ઓપરેટ કરશે. પહેલી ડિસેમ્બર, ૨૦૧૯થી ૩૧મી જાન્યુઆરી, ૨૦૧૯ સુધી આ શિડ્યૂલ માટેનાં બુકિંગ્ઝ હવે ઉપલબ્ધ છે તથા ભારતમાં આગામી રજાઓ અને લગ્નની મોસમ અગાઉ જ રજૂ કરવામાં આવ્યાં છે. વિન્ટર શિડ્યૂલ માટે, ગોએર તમામ સમાવેશ સાથે રૂ. ૯,૯૯૯ જેટલા નીચા રિટર્ન ફેર ઓફર કરી રહી છે.
- મુંબઈ – માલે – મુંબઈ : ગોએરની ડાયરેક્ટ ફ્લાઇટ G8 23 દર બુધવારે, ગુરુવારે અને રવિવારે મુંબઇથી 09:00 કલાકે પ્રયાણ કરશે અને 11:15 કલાકે માલે પહોંચશે. તેની પ્રથમ રિટર્ન જર્ની પર, ફ્લાઇટ G8 24 દર બુધવારે અને રવિવારે ૧૨.૧૦ વાગ્યે માલેથી પ્રયાણ કરશે અને ગુરુવારે તે ૧૨.૨૦ વાગ્યે પ્રયાણ કરશે અને ૧૫.૪૦ કલાકે મુંબઈ ઊતરાણ કરશે.
ભાડું: મુંબઈ-માલે-મુંબઈ સેક્ટર માટેની રિટર્ન ફ્લાઇટ તમામ સમાવેશ સાથે રૂ. ૧૧,૯૯૯.
- દિલ્હી-માલે-દિલ્હી: સોમવારે, બુધવારે અને શનિવારે ફ્લાઇટ G8 33 દિલ્હીથી ૧૦.૩૫ કલાકે ઊપડશે અને ૧૪.૧૫ વાગ્યે માલે પહોંચશે, અને ફ્લાઇટ G8 34 ૧૫.૧૫ કલાકે માલેથી પ્રસ્થાન કરશે અને ૧૯.૪૫ કલાકે દિલ્હી પહોંચશે.
ભાડું: દિલ્હી-માલે-દિલ્હી સેક્ટર માટેની રિટર્ન ફ્લાઇટનું ભાડું તમામ સમાવેશ સાથે રૂ. ૧૫,૯૯૯.
- બેંગાલુરુ – માલે – બેંગાલુરુ: દર બુધવારે અને રવિવારે ફ્લાઇટ G8 ૧૩.૧૦ કલાકે બેંગાલુરુથી પ્રયાણ કરશે અને ૧૪.૪૦ કલાકે માલે પહોંચશે અને વળતી મુસાફરીમાં, ફ્લાઇટ G8 44 ૧૫.૪૫ કલાકે માલેથી પ્રયાણ કરીને ૧૮.૧૦ કલાકે બેંગાલુરુ પહોંચશે.
ભાડું: બેંગાલુરુ-માલે-બેંગાલુરુ સેક્ટર માટેની રિટર્ન ફ્લાઇટ તમામ સમાવેશ સાથે રૂ. ૯,૯૯૯.
ફ્લાઇટની ટિકિટ્સ ગોએરની સત્તાવાર વેબસાઇટ www.goair.in મારફત અથવા તો ગોએર મોબાઇલ એપ દ્વારા બુક કરી શકાય છે.
ફ્લાઇટ નં. | ઊપડશે | પ્રયાણ
(સ્થાનિક સમય) |
પહોંચશે | ઊતરાણ
(સ્થાનિક સમય) |
આવર્તન | રિટર્ન ફેર (રૂ.માં) |
G8 23 | મુંબઈ | 09:00 | માલે | 11:15 | બુધ, રવિ |
11,999 |
G8 24 | માલે | 12:10 | મુંબઈ | 15:40 | બુધ, રવિ | |
G8 23 | મુંબઈ | 09:00 | માલે | 11:20 | ગુરુ |
11,999 |
G8 24 | માલે | 12:20 | મુંબઈ | 15:40 | ગુરુ | |
G8 33 | દિલ્હી | 10:35 | માલે | 14:15 | સોમ, બુધ, શનિ |
15,999 |
G8 34 | માલે | 15:15 | દિલ્હી | 19:45 | સોમ, બુધ, શનિ | |
G8 43 | બેંગાલુરુ | 13:10 | માલે | 14:40 | બુધ, રવિ |
9,999 |
G8 44 | માલે | 15:45 | બેંગાલુરુ | 18:10 | બુધ, રવિ |
માલદિવ્ઝની રાજધાની તેના સુંદર શ્વેતવર્ણી રેતાળ દરિયાકાંઠા, નીલા દરિયાઈ પાણી, રંગીન કોરલ રીફને કારણે એક લોકપ્રિય ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે. માલે એક ધબકતું, માલદિવ્ઝનું વેપારી મથક છે. ટાપુ પરની તાજી ઊપજ સાથેના રમણીય દરિયાકાંઠા હનીમૂન માણવા આવેલાં કપલ્સના તેમજ આરામની શોધમાં આવતા પરિવારોના હોટ ફેવરિટ છે. આગામી હોલિડે સિઝનને પગલે માલેથી મુંબઈ, નવી દિલ્હી અને બેંગાલુરુને કનેક્ટ કરનારી ફ્લાઇટ્સ પ્રવાસીઓને આ મનોરમ્ય ટાપુના સૌંદર્યને નજીકથી જોવાનો અવસર પૂરો પાડશે.
૧ ડિસેમ્બરથી ૩૧મી જાન્યુઆરી, ૨૦૧૦ સુધી અમલી ફ્લાઇટ શિડ્યૂલ:
ગોએર હાલમાં દૈનિક ૩૩૦ ફ્લાઇટ્સ ઓપરેટ કરે છે અને સપ્ટેમ્બર, ૨૦૧૯માં તેના પ્રવાસીઓની સંખ્યા આશરે ૧૩.૨૭ લાખ રહી હતી. ગોએર અમદાવાદ, આઇઝોલ, બાગડોગરા, બેંગાલુરુ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નઈ, દિલ્હી, ગોવા, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કોચી, કોલકાતા, કન્નુર, લેહ, લખનૌ, મુંબઈ, નાગપુર, પટના, પોર્ટ બ્લેર, પૂણે, રાંચી અને શ્રીનગર સહિતનાં ૨૫ ડોમેસ્ટિક ડેસ્ટિનેશન્સમાં સેવા પૂરી પાડે છે. ગોએર ફુકેટ, માલે, મસ્કત, અબુ ધાબી, દુબઈ, બેંગકોક, કુવૈત અને સિંગાપોર સહિતનાં ૮ આંતરરાષ્ટ્રીય સ્થળોએ સેવા પૂરી પાડે છે.