ભરૂચ સ્થિત ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમીકલેસ લિમિટેડ (જીએનએફસી)ને સીએસઆર ક્ષેત્રે નીમ પ્રોજેક્ટ દ્વારા નાવીન્યપૂર્ણ વ્યુહરચના માટે ઇટી નાઉ સીએસઆર ઇનોવેશન એવોર્ડ-૨૦૧૮થી સમ્માનિત કરવામાં આવી છે. આ એવોર્ડ કંપનીને તેની સીએસઆર પ્રવૃત્તિઓ અંતર્ગત ગ્રામીણ મહિલાઓ માટેના અનોખા અને સર્જનાત્મક નીમ પ્રોજેક્ટ માટે એનાયત થયેલ છે. આ એવોર્ડ નીમ પ્રોજેક્ટ જેવા પારદર્શક, વિશ્વસનીય અને વ્યવહારૂ સામાજિક-આર્થિક (સોશિયો-ઇકોનોમિક) કાર્યક્રમના આયોજન અને અમલ દ્વારા ઉપેક્ષિત દશામાં રહેલ મહિલાઓ અને કન્યાઓના ઉત્કર્ષમાં કંપનીએ આપેલ પ્રદાનને માન્યતા આપે છે.
ઇટી નાઉ સીએસઆર ઇનોવેશન એવોર્ડ – ૨૦૧૮ વર્લ્ડ સીએસઆર ઈન્સ્ટીટ્યુટ સાથે સંલગ્ન છે અને સીએસઆર ક્ષેત્રના નિષ્ણાતો સ્વતંત્ર રીતે મૂલ્યાંકન કરે છે. જેના માપદંડોમાં અસરકારકતાનું પ્રમાણ, ખર્ચ-લાભનું સંતુલન, સતત નિયમન અને મૂલ્યાંકન પદ્ધતિ તથા સીએસઆર પ્રવૃત્તિઓના ઊર્ધ્વીકરણ જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ બધાં જીએનએફસીને તેના ફ્લેગશીપ પ્રોજેક્ટ-નીમ પ્રોજેક્ટમાં પ્રદર્શીત કરવામાં આવેલ તેની અસાધારણ પ્રવૃત્તિઓ બદલ વિજેતા જાહેર કરવામાં આવી છે.
જીએનએફસી આ એવોર્ડ ઉપરાંત નીમ પ્રોજેક્ટને હાવર્ડ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર માઇકલ ઈ. પોર્ટર દ્વારા પોર્ટર પ્રાઇઝ સહિતના અનેક એવોર્ડ મેળવી ચૂક્યું છે.