અમદાવાદઃ ગુજરાત લો સોસાયટી (જીએલએસ)ના શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠતાના વારસાને આગળ ધપાવતા આદર્શ અને સર્જનાત્મક શિક્ષણ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે કાર્યરત જીએલએસ યુનિવર્સિટીએ એક વિશિષ્ટ ઓળખ પ્રસ્થાપિત કરી છે. આજના સમયમાં મોર્ડન ઇન્ડસ્ટ્રીઝમાં ડિઝાઇનની સતત વધી રહેલી મહત્વતાને લક્ષ્યમાં રાખીને જીએલએસ યુનિવર્સિટીએ એક નવીન પહેલાં કરતાં જીએલએસ ઇનેસ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન (જીએલએસઆઇડી)ની સ્થાપના કરી છે, જે લોકપ્રિય અભ્યાસક્રમોમાં ગુણવત્તાયુક્ત ડિઝાઇન કોર્સિસ ઓફર કરવા માટે પ્રતિબદ્ધ છે.
ડિઝાઇન એટલે સંબંધ અને જોડાણ વિકસાવવું અને જીએલએસઆઇડી ખાતે આ બાબતને વિશેષ પ્રકારે ધ્યાનમાં રાખવામાં આવી છે. પ્રોફેસર અનિલ સિન્હાના સક્ષમ નેતૃત્વ અને તેમની ટીમના સહયોગ સાથે કાર્યરત જીએલએસઆઇડી અમદાવાદ ડિઝાઇન ફેસ્ટ (એડીએફ)ની ઉજવણી કરવા માટે સજ્જ છે. પ્રોફેસર અનિલ સિન્હાના વિઝન એવાં એડીએફ દ્વારા ભારતમાં ડિઝાઇન ક્ષેત્રે કાર્યરત અગ્રણીઓ અને મહાનુભાવોને એક પ્લેટફોર્મ ઉપર લાવીને તેમને સામાન્ય જનતા સાથે તેમને જાડવાનો ઉદ્દેશ્ય છે.
મહત્વપૂર્ણ છે કે એપ્રિલ ૨૦૧૮થી જ એડીએફ માટે આયોજન કરવાની શરૂઆત થઇ ગઇ હતી. પ્રોફેસર સિન્હાના આ વિચારને ફેકલ્ટીની ટીમ અને વિદ્યાર્થીઓએ હકીકત બનાવવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે તથા જીએલએસ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ સુધીરભાઇ નાણાવટીના વિશ્વાસ અને સહયોગ વિના આ શક્ય બન્યું ન હોત. સુધીરભાઇ નાણાવટીએ આ વિઝનને પાંખો આપી. આ કોન્સેપ્ટની વિશિષ્ટતાને જાતાં જીએલએસઆઇડીએ નામ અને ઓળખ રજીસ્ટર્ડ કરાવી છે. ત્યારબાદના કેટલાંક મહિના મેગા ઇવેન્ટના ભવ્ય આયોજન અંગે કામ કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના સભ્યોએ પણ અનેરો ઉત્સાહ દર્શાવ્યો.
જીએલએસ કેમ્પસ ખાતે ૨૧, ૨૨ અને ૨૩ ડિસેમ્બર, ૨૦૧૮ દરમિયાન એડીએફ યોજાશે. ફેસ્ટિવલની આ વર્ષની થીમ ‘સેલિબ્રેટિંગ અમદાવાદ’ રાખવામાં આવી છે, જેમાં અમદાવાદને ભારતના ડિઝાઇન ડેસ્ટિનેશન તરીકે દર્શાવવામાં આવશે અને દેશમાં સૌપ્રથમ ડિઝાઇન એજ્યુકેશનની ઔપચારિક શરૂઆત પણ અહીંથી થયું હોવાની સ્વિકૃતિ અપાશે. આ કાર્યક્રમમાં ડિઝાઇનને પ્રોત્સાહન આપવાની સાથે-સાથે વિવિધ ચર્ચા સત્રો, સંવાદન, વર્કશોપ, પ્રદર્શન પણ યોજાશે તથા અમદાવાદની સંસ્કૃતિ અને વારસાની પણ ઉજવણી કરવામાં આવશે.
કાર્યક્રમની વિગતોઃ
મહત્વપૂર્ણ વક્તાઓઃ
- સુબ્રતા ભૌમિક, ભારતનું વૈશ્વિક પ્લેટફોર્મ ઉપર પ્રતિનિધિત્વ કરતા જાણીતા ડિઝાઇનર
- રાજેશ દહિયા, કમ્યુનિકેશન ડિઝાઇન અને દિલ્હીમાં કો-ડિઝાઇનના સ્થાપક
- અભિજિત બાન્સોદ, પ્રોડક્ટ ડિઝાઇન અને બેંગ્લોરમાં સ્ટુડિયો એબીડીના સ્થાપક
- સુધિર શર્મા, પૂનામાં ઈન્ડિ ડિઝાઇનના સ્થાપક અને પૂલ મેગેઝિન
- નીતિ ભટ્ટ, સિનિયર ઈન્ટિરિયર ડિઝાઇનર, કોહલેર
- હિમાંશુ ઘોષ, નોસેન્સ સ્ટુડિયોના સ્થાપક
સ્ટાર્ટઅપ્સની સાફલ્યગાથા ઉપર સત્રો
- અંકિત વ્યાસ, ઇઝોમના સ્થાપક
- સુમિરન પંડ્યા, ગાથા હેન્ડીક્રાફ્ટ્સના સ્થાપક
- દિપક પારીક, માયક્રોપના સ્થાપક
વર્કશોપઃ
- ઈન્ડિયન ટાઇપ ફાઉન્ડ્રી દ્વારા વર્નાક્યુલર ટાઇપોગ્રાફી
- સિદ્ધાર્થ પાઠક દ્વારા ઈન્ટેન્સિવ એબસ્ટ્રેક્ટ એક્સપ્રેશનિઝમ
- વિઝ્યુઅલ ડિઝાઇન બુટકેમ્પઃ ફેસબુક ડેવલપર્સ સર્કલ્સ દ્વારા બિલ્ડિંગUI/UX 101
- આકાશ ગોર દ્વારા ડિઝાઇન સેન્ટિસાઇઝેશન
અન્ય મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓઃ
- પાયલ કાપડિયા દ્વારા ‘આફ્ટરનુન ક્લાઉડ્સ’, રતનોત્તમા સેનગુપ્તા દ્વારા ‘એન્ડ ધે મેડ ક્લાસિક્સ’ જેવી એવોર્ડ વિનિંગ શોર્ટ ફિલ્મ્સ.
- અતુલ ડોડિયા દ્વારા ‘અતુલ’ અને અનિલ રેલીયા દ્વારા ‘જિનેસિસ ઓફ ગાજા ગામીની’ જેવી ડોક્યુમેન્ટરીઝ
- અમદાવાદ બુક ક્લબ દ્વારા ‘લિટ્રેચર એન્ડ ડિઝાઇન’ ઉપર ચર્ચા, આઇ એમ હેપ્પીનેસ દ્વારા ‘ડિઝાઇન અને હેપ્પીનેસ’ ઉપર ચર્ચા
- નથી નોનસેન્સ સાથે ‘આર્ટ એક્ટિવિઝમ’ ઉપર સત્ર
- એશિયાની સૌથી મોટી ફિલ્મ મેકિંગ ચેલેન્જ – ઈન્ડિયા ફિલ્મ પ્રોજેક્ટ (આઇએફપી)
- જીએલએસઆઇડીના વિદ્યાર્થીઓ દ્વારા ઇન હાઉસ ડિઝાઇન કરાયેલા યુનિક ઇન્સ્ટોલેશન્સ
સાંસ્કૃતિક કાર્યક્રમોઃ
- રાહુલ સુબ્રમણિયમ દ્વારા સ્ટેન્ડ-અપ કોમેડી શો
- ભરત બારિયા, અક્ષય પટેલ, પૂજા પુરોહિત અને સપન રંગાસ્વામી દ્વારા ડાન્સ પર્ફોર્મન્સ, જેઓ ડાન્સ પર્ફોર્મન્સને ડિઝાઇન સાથે કનેક્ટ કરશે
અન્ય મહત્વપૂર્ણ કાર્યક્રમોઃ
- કલાકારો પોતાના હેન્ડીવર્ક્સ અને ક્રાફ્ટ પ્રદર્શિત કરશે. આ ગેલેરીમાં લાઇવ સેગમેન્ટ્સ પણ હશે, જેમાં કલાકારો ઓન ધ સ્પોટ ડિઝાઇન તૈયાર કરશે
- શહેરમાં મ્યુઝિયમને પ્રદર્શિત કરતી વિશેષ ગેલેરી, જેમાં અમદાવાદ અને અહીંના લોકોની સંસ્કૃતિ અને વારસાની સાચવણીને પ્રદર્શિત કરાશે
- ફર્નિચર અને ઈન્ટિરિયરના કન્ટેમ્પરરી નમૂનાઓને દર્શાવતો અનોખું ફર્નિચર સ્ટુડિયો
- ડિઝાઇનર્સ અને એન્ટરપ્રેનિયર્સને પોતાની બ્રાન્ડ પ્રોડક્ટ્સ દર્શાવવા માટે એક્ઝિબિટ સ્પેસ
આ મેગા ઇવેન્ટમાં ફેશન શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આર્ટ અને ટ્રેડિશનલ વર્લ્ડના સુમેળથી તૈયાર કરાયેલા માસ્ટરપીસ અને મોર્ડન ફેશન ઇન્ડસ્ટ્રીને દર્શાવાશે. આ ત્રણ દિવસીય કાર્યક્રમ દ્વારા એડીએફ અમદાવાદના લોકોને ડિઝાઇન સાથે જાડવામાં સફળ રહેવાનો વિશ્વાસ ધરાવે છે.