આધુનિક સમયમાં ગૃહિણીઓ પોતાના ઘરને સુંદર દેખાડવા માટે કમઇ કેટલુ કરે છે. હોલ, બેડરૂમ અને લિવિંગરૂમની સાથે હવે કિચનને પણ સ્ટાઇલિશ બનાવવા માટે ખર્ચો કરવામાં આવે છે. થીમ ફર્નિચર દ્વારા આખા ઘરને સુંદર રીતે સજાવી શકાય છે. આજે અમે તમને આપીશુ કેટલીક એવી ટિપ્સ જેના દ્વારા તમે તમારા કિચનને ખુબ જ સુંદર રીતે સજાવી શકશો.
- કિચનમાં ફર્નિચર એક થીમ બેઝ કરાવો, જેનાથી લૂક સુંદર લાગશે.
- રસોડામાં બને ત્યાં સુધી કબાટ બનાવો, જેથી કોઇ વાસણ બહાર ના રહે અને ખરાબ પણ ના લાગે.
- રસોડામાં વધારે વિદ્યુતના ઉપકરણો ન રાખવા.
- રસોડામાં એલપીજી, સિંક અને રેફ્રિજરેટર ત્રિકોણાકારમાં મુકો, જેથી તે વધારે જગ્યા નહિ રોકે.
- રસોડામાં ગેસ ખૂબ મહત્વનો હોય છે તેથી તેની સ્વચ્છતાની યોગ્ય કાળજી રાખવી.
- વાસી ખોરાક રસોડામાં ન રાખો કારણકે તેનાથી રસોડામાં ખરાબ વાસ આવે છે.
- છરીઓ અને કાતરને દિવાલ પર ન લટકાવવા, તેનાથી દિવાલ સારી દેખાતી નથી.
- તૂટી ગયેલા અને ઉપયોગમાં ન આવતા વાસણો રસોડામાં ના મુકી રાખશો કારણકે તે વધારે જગ્યા રોકે છે.
- જે વસ્તુ જ્યાંથી લીધી છે ત્યાં જ પાછી મૂકી દો, જેનાથી રસોડુ ખરાબ નહી લાગે.
આટલી ટિપ્સને અનુસરવાથી તમારુ કિચન સ્ટાઇલિશ લાગશે.