‘શામ એ નઝમ- લાઇવ ઇન કોન્સર્ટ’ ખાતે ગઝલકાર નૌશાદ અને ડૉ. મિત્તાલી નાગ દ્વારા મંત્રમુગ્ધ કરતી નઝમ અને ગઝલની પ્રસ્તુતિ કરાઇ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

26 જુનની સાંજ અમદાવાદ માટે એક સુરીલી સાંજ બની રહી. જ્યાં ‘શામ એ નઝમ’ લાઇવ ઇન કોન્સર્ટ ખાતે જાણીતા ગઝલકાર નૌશાદજીની સાથે ડૉ. મિત્તાલી નાગ દ્વારા નઝમ અને ગઝલની રજૂઆત કરવામાં આવી હતી. મોટાભાગે અનપ્લગ્ડ નઝમ અને ગઝલની પ્રસ્તુતિએ સમગ્ર સાંજને મંત્રમુગ્ધ બનાવી દીધી હતી.

શામ એ ગઝલ.. લાઈવ ઇન કોન્સર્ટ ખાતે પ્રતિભાશાળી ગઝલકાર નૌશાદજી અને ડૉ. મિત્તાલી નાગની જોડી દ્વારા મંત્રમુગ્ધ કરતી ગઝલ સંગ્રહની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ સંગીતની મહેફિલ અમદાવાદના પસંદગીના આમંત્રિતો માટે હતી.

શામ એ ગઝલ.. લાઈવ ઇન કોન્સર્ટનું આયોજન અમદાવાદ ખાતે સ્ટુડિયો રાગ ખાતે 26 જુન, રવિવારની સાંજે 7.30 કલાકે આયોજિત કરવામાં આવ્યું હતુ. આ કોન્સર્ટ દરમિયાન જાણીતા ગઝલકાર નૌશાદજીના જન્મદિવસની ઉજવણી પણ કરવામાં આવી હતી.

અમદાવાદની મ્યુઝિકલ સર્કિટમાં જાણીતા નામ એવા આર્ક ઇવેન્ટ્સ દ્વારા આ અનોખી સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ લાઈવ કોન્સર્ટમાં સમાજમાં વંચિતોની સેવા માટે જાણીતા નઈમ તિરમિઝીને આર્ક ઈવેન્ટ્સ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

.

Share This Article