શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુજીના દર્શન અને આરતી ઉતારી ધન્યતા અનુભવતા ઉદ્યોગપતિ ગૌતમભાઈ અદાણી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

તારીખ 1-3- 2025 શનિવાર આજરોજ સુરત શહેરના અતિ પ્રાચીન ચમત્કારી શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી જૈન દેરાસર શાહપોરમાં પરમાત્માની ભવ્યા થી ભવ્ય સોના હીરા ઝવેરાતની આંગી કરવામાં આવેલ તેમજ સંપૂર્ણ જિનાલય ને સુશોભિત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જાણીતા વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ ગૌતમભાઈ અદાણી પોતાના પરિવાર સાથે દર્શન અર્થે પધાર્યા હતા..

ઉદ્યોગપતિ ગૌતમભાઈ અદાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આશરે 35 વર્ષ પછી ફરી શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુજીના દર્શન કર્યા અને આરતી ઉતારી ધન્યતા અનુભવી.

શ્રી ચિંતામણી જૈન દેરાસરના ટ્રસ્ટીઓ એ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Share This Article