મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી ગુજરાતના લોકોને અભિનંદન પાઠવ્યા
ગાંધીનગર: ગરબાને આંતરરાષ્ટ્રીય ઓળખ મળવાને લઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે. ઝ્રસ્એ ગુજરાતના લોકોને અભિનંદન પાઠવ્યા છે. યુનેસ્કો દ્વારા ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરાયા છે. ત્યારે વિશ્વભરમાં વસેલા ગુજરાતીઓ માટે મુખ્યપ્રધાને ગૌરવની ક્ષણ ગણાવી છે. CMએ ટ્વીટ કર્યું હતું કે, માઁ આદ્યશક્તિની ભાવભરી ભક્તિના પ્રતીક સમા ગરબાની સદીઓ પુરાણી પરંપરા આજના સાંપ્રત સમયમાં પણ જીવંત રહી છે અને પૂરા તેજ સાથે ખીલી છે. ગુજરાતની ઓળખ સમા ગરબાની UNESCO દ્વારા ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ તરીકે પસંદગી કરવામાં આવી છે. વિશ્વભરમાં વસેલા ગુજરાતીઓ માટે આ ગૌરવની ક્ષણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની વિરાસતને મળેલા મહત્વ અને તેને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાના પ્રયાસોનું આ સુખદ પરિણામ છે. ગુજરાતના લોકોને ખૂબ ખૂબ અભિનંદન. આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ ઘડીને ગુજરાતીઓ માટે ગૌરવવંતી ગણાવી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે, ગુજરાતની અસ્મિતાનું રૂડું ઘરેણું, આરાધના, ભક્તિ અને નૃત્યની સુંદર સમન્વય ત્રિવેણી એટલે ગરબા. આપણી લોક સંસ્કૃતિ અને પરંપરાના સંવાહક ગરબાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપીને ૨૦૨૩ના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે પસંદગી કરવામાં આવી છે. આજનો દિવસ દરેક ગુજરાતી માટે ગૌરવવંતો બન્યો છે. ગરબાને ઈન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ એટલે કે “અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર” જાહેર કરવામાં આવ્યો છે. ગરબાને નવી ઓળખ મળી છે. ત્યારે આ ર્નિણયને વધાવવા રાજ્ય સરકાર તરફથી અમદાવાદ ભદ્રકાળી મંદિર સહિત ૪ શહેરોમાં ગરબાના ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
ગુજરાતીઓ આગામી 8 દિવસ સાચવજો! હવામાનના મિજાજમાં આવશે મોટું પરિવર્તન, ખેડૂતો માટે ચિંતાનો વિષય
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પરંતુ રાજી થવાની જરૂર નથી, કેમ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ...
Read more