ભગવાન ગણેશજીનાં મહોત્સવનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ગણેશ ભકતોમાં ભારે આનંદ પ્રસરી રહેલો જોવા મળી રહ્યો છે, ગણેશ ભક્તો દ્વારા વાજતે ગાજતે ગણેશજીની મુર્તીઓ લઈ જવામાં આવી હતી, તેમજ ભકતોએ ડીજેનાં તાલે નૃત્ય કરી ગણેશજીનાં આગમનને વધાવી લીધું હતું.
આની સાથે આ વખતે માટીનાં ગણેશજીની પણ માંગમાં વધારો જોવા મળ્યો હતો, માટીમાંથી બનાવેલી નાની મુર્તીઓનું વેચાણ સારુ જોવા મળ્યું હતું, આજે શહેરનાં વિવિધ માર્ગો પર ગણેશજીની આગમનની શોભાયાત્રાઓ જોવા મળી હતી અને લોકોમાં આનંદ જોવા મળ્યો હતો.