નવી દિલ્હી: દેશભરમાં આજે ગણપતિ ઉત્સવની શરૂઆત થઇ હતી. હવે દસ સુધી ગણપતિ ઉત્સવની ધુમ રહેશે. દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં સૌથી વધારે તૈયારી કરવામાં આવી છે. ગણેશ ઉત્સવને લઇને તમામ લોકો ભારે તૈયારી કરી ચુક્યા છે. તમામ જગ્યાએ પાંડાલ સજી ગયા છ. અલગ અલગ થીમ પર જારદાર આયોજન કરવામાં આવ્યુ છે. દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઇમાં સૌથી વધારે તૈયારી કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસથી તૈયારી ચાલી રહી હતી અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં પણ ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.
આજે સવારે શુભ સમયમાં આરતી અને તમામ ધાર્મિક વિધી મારફતે ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવી હતી. દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં સૌથી વધારે ધુમ રહે છે. મુબઇમાં આને સૌથી મોટ ઉત્સવ તરીકે જાવામાં આવે છે. આગામી દિવસોમાં ભક્તિનો માહોલ રહેનાર છે. મુંબઇમાં સૌથી લોકપ્રિયતા લાલબાગ માર્કેટના ગણેશ ભગવાનની રહે છે. આજે સવારે પુજાની શરૂઆત થઇ હતી. હવે લાલબાગના દર્શન ૨૪ કલાક સુધી કરી શકાશે. ગણેશ ઉત્સવને લઇન કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ તૈયારી કરવામાં આવી છે. જુદા જુદા સ્તળ પર ખાનગી અને સરકારી સુરક્ષા વાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે.
દરેક બાબત પર નજર રાખવામાં આવી રહી છે. ડ્રોન મારફતે પણ નજર રાખવામાં આવી રહી છે. ગણેશ ઉત્સવની દર વર્ષની જેમ જ દેશભરમાં ભવ્ય ઉજવણી કરવા માટે છેલ્લા કેટલાક દિવસથી તૈયારી ચાલી રહી હતી. જુદી જુદી આકર્ષક મુર્તિઓની સ્થાપના પણ કરવામાં આવી ચુકી છે.