ગણપતિ પાર્વતીમાંથી પ્રગટ્યા

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

પુરાણો અને પ્રાચીન ધર્મગ્રથ મુજબ આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. પાર્વતી માતામાંથી ગણપતિ ભગવાન પ્રગટ થયા હતા. પાર્વતી માતા પોતે એક શક્તિ તરીકે છે. પ્રાચીન કથા મુજબ એકવાર  માતા પાર્વતી સ્નાન કરી રહ્યા ત્યારે તેમને ઉબટન અને પોતાના શરીરના મેલમાંથી બાળકનુ પુતળુ બનાવ્યુ હતુ. ત્યારબાદ તેમાં પોતાની શક્તિથી મદદથી પ્રાણ ઉમેરી દીધા હતા. કહેવામાં આવે છે કે પોટલામાંથી જે  બાળક થયુ હતુ તે સુન્દર અને પ્રતિભાશાળી હતુ. બાળકે એ વખતે માતા પાર્વતીને પ્રણામ કરીને તેના માટે શુ આજ્ઞા છે તેવો પ્રશ્ન કર્યો હતો. જેના જવાબમાં માતાએ કહ્યુ હતુ કે તુ મારો પુત્ર છે જેથી દ્ધાર પર જઇને ઉભા રહેવાનુ છે અને કોઇને અંદર પ્રવેશ કરવાની તક આપવાની નથી.

માતાની આજ્ઞા મુજબ ભગવાન ગણેશ દ્ધાર પર જઇને ઉભા રહ્યા હતા. એ જ વખતે ભગવાન શિવ તપ કરવા માટે ગયેલા હતા અને પરત ફર્યા હતા. ભગવાન શિવ જ્યારે ઘરમાં પ્રવેશ કરવા માટે જઇ રહ્યા હતા ત્યારે ગણેશ ભગવાને તેમને રોકી દીધા હતા. જેથી શિવ શંકર ભારે ક્રોધિત થયા હતા. શિવ ભગવાને ગણેશનુ માથુ કાપી નાંખ્યુ હતુ. પાર્વતી આ જાણીને ભારે દુખી થયા હતા. બીજી બાજુ ભગવાન શિવને પણ ગણેશ તેમનો પુત્ર હોવાની જાણ થઇ હતી. ક્રોધિત થયેલા પાર્વતીએ સમગ્ર વિશ્વનો નાશ કરવાની તૈયારી કરી હતી. આ વાતની જાણ બ્રહ્યાને થતા તેઓ પહોંચ્યા હતા અને ભગવાન શિવને પ્રાર્થના કરી હતી.

પાર્વતીએ પુત્ર ગણેશને જીવિત કરવા માટે શરત મુકી હતી. શરત સ્વીકારી ભગવાન શિવે જે કોઇ પ્રથમ પ્રાણી મળે તેનુ માથુ લાવવા માટે કહ્યુ હતુ. જેથી બ્રહ્યાને હાથી મળ્યો હતો. જેથી હાથીનુ માથુ ઉતારી લઇને શંકર ભગવાનને સોપ્યુ હતુ. આ માથુ ભગવાન ગણેશના ધડ પર મુકી દેવામાં આવ્યા બાદ તેમને જીવિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ભગવાન શિવે જ વરદાન આપ્યુ હતુ કે કોઇ પણ શુભ કાર્ય કરતી વેળા સૌથી પહેલા આ પુત્રની જ પુજા કરવામાં આવશે. ત્યારબાદ જ કોઇ શુભ કાર્ય આગળ વધશે. ત્યારથી લઇને આજ સુધી કોઇ પણ શુભ કામ કરતી વેળા ભગવાન ગણેશની પુજા સૌથી પહેલા કરવામાં આવે છે. આદિદેવ મહાદેવ ગણેશના પિતા છે અને અજેય યોદ્ધા કાર્તિકેય તેમના ભાઇ છે. દેવત્વવાળી રિદ્ધી  અને સિદ્ધી તેમના પત્નિ છે. લાભ અને શુભ  તેમના પુત્ર છે. ભગવાન ગણેશનો મહિમા અનંત છે.

Share This Article