અમદાવાદ: આપણા હિંદુ ધર્મની સંસ્કૃતિ પરંપરાગત ચાલતી આવે છે. શિવજી, પાર્વતી, ગણેશજી, શિવજીનો પરિવાર કૃષ્ણ ભક્ત, વિષ્ણુજી, લક્ષ્મીજી સૂર્યપૂજા તેમાં પણ ગણેશજી અને પાર્વતીમાંનું પૂજન મરાઠી કુટુંબમાં પરંપરાગત વિધિપૂર્વક કરવામાં આવે છે. ત્યારબાદ ભાદરવા સુદ ૮ ના દિવસે ગૌરીમાંનું સ્થાપન કરવામાં આવે છે. કહેવાય છે કે પાર્વતીમાંના પિયરમાં શિવજીનું અપમાન થયું ત્યારથી શિવજીએ માંને પિયર જવાની ના પાડી હતી. માંએ પણ પોતાના પતિના સ્વમાન ખાતર તેમની વાતનો સ્વીકાર કર્યો હતો. પણ ગણેશજીને મોસાળ જવાનું મન થતાં તેમને જીદ પકડી જેનો શિવજી અનાદર ના કરી શક્યા સાથે- સાથે તેમને પોતાની માતાને પણ આજીજી કરી, માં અવઢવમાં હતા. ત્યારે શિવજીએ તેમને અઢી દિવસ પિયર જવાની પરવાનગી આપી.
આ પ્રસંગે માતાના પિયર વાસી ખુશ થઈ ગયા, તેમણે શિવજી ને પણ આદરપૂર્વક આમંત્રણ આપ્યું. જેથી અઢી દિવસ તે પણ ત્યાં રાત્રિ રોકાયા એ દિવસ એટલે મહાગૌરી અને ગણેશ, શિવજીનું પૂજન ભાદરવા સુદ, આ દિવસે ૧૨ વાગે હર્ષોલ્લાસ સાથે શિવ પરિવારનું પૂજન – અર્ચન આરતી કરવામાં આવે છે. જેથી મૂર્તીનું સ્થાપનનું વિસર્જન થાય છે.
આમ આ અઢી દિવસનો પ્રસંગ મરાઠી લોકો ખૂબ રંગેચંગે ઉજવે છે. અત્યારે આ જ પ્રસંગ નિર્ણયનગર સેક્ટર- ૭-બી બ્લોક નં. -૫માં ઉજવાય છે. ગૌરીમાંની વર્ષો જૂની મૂર્તિ જે જવ્વલેજ જોવા મળે. તેવી આબેહુબ જાણે સાક્ષાત માં સ્વર્ગમાંથી ઉતરી આવ્યા હોય તેવી અદભુત મૂર્તિનું પૂજન ભાદરવા સુદ ૮-૧૦ દરમ્યાન થાય છે. આ મૂર્તિનું કામ મહાન ફિલ્મસર્જક વી. સાંતારામ જેમણે નવરંગ ફિલ્મ બનાવી હતી જેનું આધા હૈ ચંદ્રમાં રાત આધી ગીત બહુ પ્રચલિત થયું હતું.
તેનાં શિલ્પકારે કર્યુ છે. તેમણે આ મૂર્તિમાં જાણે પ્રાણ રેડ્યા છે, સૌથી મહત્વની વાત એ કે મૂર્તી કેળનાં પાનમાંથી બનેલી છે. તેમણે મૂર્તી એટલી આબેહૂબ બનાવી છે કે કોઈ કમી જ ના દેખાય, ફ્કત માં જ દેખાય.તેમ ચાંદની ચૌહાણે જણાવ્યુ હતુ. આ મૂર્તિનું પૂજન છેલ્લા ઘણાં વર્ષોથી રાયખડ માં ભોજેકર પરિવાર દ્વારા કરવામાં આવતું હતું. આ પરિવારમાં લગભગ પાંચ પેઢીથી ૧૨૦ વર્ષથી પરંપરાગત ગૌરિમાંનું પૂજન કરવામાં આવે છે. સંજાગવશાત તેમના ઘરે ના કરી શકતા અત્યારે તે નિર્ણયનગરમાં તેમની પેઢીનાં પ્રપૌત્ર અને તેમની વહુનાં પિયરમાં તેમની એ જ વિધિથી પૂજા કરવામાં આવે છે.
ચોથનાં દિવસે ગણેશ સ્થાપન બાદમાં આઠમનાં દિવસે ગૌરીમાંનું સ્થાપન જે ૧૫ નાસિક સાથે ગગનચુંબી નાચ સાથે વહેલી સવારે વડપૂજા કરીને વિધિગત રૂપે કરવામાં આવે છે. ૫ સુહાગન દ્વારા તેમનાં પરિધાન અને અલંકારોની પૂજા કરવામાં આવે છે. ધરાવી અને પૂજાની તમામ વસ્તુઓને ગંગાજલ અને નદીનાં પાણીથી પવિત્ર કરવામાં આવે છે. ત્યારબાદ બ્રાહ્મણ તેમનાં મૂખની પૂજા કરવામાં આવે છે. મૂર્તિને સુહાગનો શણગાર કરે છે. ત્યારબાદ સારા મૂહુર્તમાં તેમની સ્થાપના કરાય છે. અને લોકોના દર્શન માટે મૂકાય છે. મૂર્તીમાં પ્રાણ પૂરાય છે. નૌમની રાત્રે ૧૨ની મહાઆરતીમાં માં નું રૂપ બદલાય છે. તેમને મંગળસૂત્ર, વેણી, વિવિધ અલંકારોથી સજાવાય છે. માં ને ટગર વેણી, ટગર હાર, ગુલાબ હાર બહુપ્રીય છે તેથી તેમને તેનાથી પ્રસન્ન કરાય છે. આ મૂર્તીને મન્નતની મૂર્તી પણ કહેવાય છે. ભોજેકર કુટુંબ તેમને માનતાથી લાવ્યું હતું લોકો પોતાની મન્નત પૂરી કરવા દૂર-દૂર થી આવે છે.અને માં ના સુંદર અને અલૌકિક રૂપના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. નૌમ ના દિવસે સુહાગનો દ્વારા માં ને ફ્રુટનો સૂપ ધરાવાય છે. નવી પરણેલી દુલ્હનો ખાસ આ સૂપ ભરવા આવે છે દશમના દિવસે ધામધૂમથી સ્થાપનનું વિસર્જન કરવામાં આવે છે.
અઢી દિનનો પ્રસંગ મરાઠી લોકો ખુબ રંગેચંગે ઉજવે છે