નાથુરામ ગોડસે દ્વારા ખાસ અદાલતમાં એ વખે એ લાંબુ નિવેદન કર્યુ હતુ જેમાં ગોડસે દ્વારા એવા કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેના કારણે તેમના દ્વારા ગાંધીજીની હત્યા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમના તરફથી સેંકડો કારણો આમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે પૈકી કેટલાક કારણો અહીં અમે રજૂ કરવા જઇ રહ્યા છીએ. વાય આઇ એસાઇનેટેડ ગાંધીના પુસ્તકમાં તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ વખતની પરિસ્થિત અને એક તત્કાલીન દેશભક્તની મનોદશાને સમજી શકાય તે માટે કારણો આપી રહ્યા છીએ. એક કારણમાં અમૃતસરના જલિયાવાળા બાગદ હત્યાકાંડ બાદ દેશવાસીઓમાં આક્રોશની સ્થિતી હતી. લોકો ઇચ્છતા હતા કે આ નરસંહારના ખલનાયકની સામે ખટલો ચલાવવામાં આવે. ગાંધીએ એ વખતે ભારતવાસઓની ભાવનાને ટેકો આપવાનો ઇન્કાર કરી દીધો હતો.
ભગતસિંહ અને તેમના સાથીઓને ફાંસની સજા કરવામાં આવ્યા બાદ સમગ્ર દેશમાં સન્નાટો હતો. તમામ ગાંધી તરફ જાઇરહ્યા હતા. દેશના લોકો ઇચ્છતા હતા કે ગાંધી દરમિયાનગીની કરીને આ દેશભક્તોને બચાવી લે. પરંતુ ગાંધીએઅ ભગત સિંહની હિંસાને યોગ્ય ઠેરવીને જનમાનસની માંગને સ્વીકાર કરી ન હતી. છઠ્ઠી મે ૧૯૪૬ના દિવસે સમાજવાદી કાર્યકરોને પોતાના સંબોધનમાં ગાંધીએ મુસ્લિમ લીગની હિંસા સમક્ષ પોતાની આહુતિ આપવાની વાત કરી હતી. મોહમ્મદ અલી જીણા અને અન્ય મુસ્લિમો નેતાઓના વિરોધની અવગણના કરીને ૧૯૨૧માં ગાંધીએ ખિલાપત આંદોલનના સમર્થનની જાહેરાત કરી હતી. કેરળના મોપલામાં મુસ્લિમો દ્વારા ત્યાનાં હિન્દુ લોકો સાથે મારામારી કરવામાં આવી હતી. જેમાં ૧૫૦૦ હિન્દુ માર્યા ગયા હતા.
ગાંધીએ આ હિંસાનો કોઇ વિરોધ કર્યો ન હતો. આ ઉપરાંત ૧૯૨૬માં આર્ય સમાજ દ્વારા ચલાવવામાં આવેલા શુદ્ધિ આંદોલનમાં લાગેલા સ્વામી શ્રદ્ધાનંદની હત્યા અબ્દુલ રશીદ નામના શખ્સ દ્વારા કરી દેવામાં આવી હતી. આની પ્રતિક્રિયા રૂપે ગાંધીએ અબ્દુલ રશીદને પોતાના ભાઇ કહીને તેના કૃત્યને યોગ્ય ઠેરવ્યુહતુ. સાથે સાથે શુદ્ધિ આંદોલનને અનર્ગલ રાષ્ટ્ર વિરોધી અને હિન્દુ મુÂસ્લમ એકતાની સામે હોવાની વાત કરીને આ આંદોલનને સમર્થન આપવાનો ઇન્કાર કરી દીધો હતો. આ બાબત પણ જાણવા માટેની જરૂર છે કે સ્વામી શ્રદ્ધાનંદ અંગે ગાંધીએ શુ વાત કરી હતી. અબ્દુલ રશીદને ભાઇ માનીને પોતાના ભાષણમાં ગાંધીએ કહ્યુ હતુ કે અમને એક માનવીના અપરાધના કારણે સમગ્ર સમુદાયને અપરાધી તરીકે ગણવા જાઇએ નહીં. તેઓ અબ્દુલ રશીદ તરફથી કેસ લડવા માટેની ઇચ્છા ધરાવે છે. સમાજ સુધારકને તો આવી કિંમત ચુકવવી પડે છે. સ્વામી શ્રદ્ધાનંદની હત્યામાં કોઇ અનુપયુક્ત બાબત નથી.ગાંધીએ એકબાજુ કાશ્મીરના હિન્દુ રાજા હરિસિંહને મુસ્લિમ બહુમતિ હોવાના કારમે શાસન છોડીને કાશી જવા માટે કહ્યુ હતુ.
સાથે સાથે હૈદરાબાદના નિઝામના શાસનના હિન્દુ બહુમત હૈદરાબાદમાં સમર્થન કર્યુ હતુ. કોંગ્રેસના ત્રિપુરા અધિવેશનમાં નેતાજી સુભાષ બાબુને બહુમતિથી કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવી રહ્યા હતા પરંતુ ગાંધીએ સીતારમ્યાને સાથ આપી રહ્યા હતા જેના કારણે સુભાષ બાબુએ હોદાનો ત્યાગ કરી દીધો હતો. લાહોર કોંગ્રેસ અધિવેશનમાં વલ્લભભાઇ પટેલને બહુમતિથી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા પરંતુ ગાંધીની જીદના કારણે નહેરુને આ જવાબદારી સોંપવામાં આવી હતી એવા અનેક કારણો પુસ્તકોમાં રજૂ કરવામાં આવ્યા છે. તેમના પૂર્ણ નિવેદનને પુસ્તકમાં રજૂ કરવામા ંઆવ્યા છે. ગાંધીની કેટલીક બાબતોને લઇને ગોડસે ભારે નારાજ હતા. તેમના કોર્ટમાં નિવેદન વેળા ગાંધી મામલે જારદાર રજૂઆત કરી હતી. કેટલીક બાબતોને લઇને અન્ય લોકો પણ ગાંધીજીના વલણથી નાખુશ હતા. હાલમાં ગોડસેને લઇને ચર્ચા છે ત્યારે આ બાબત સપાટી પર આવી છે.