ગમતાનો કરીએ ગુલાલ ૨૯

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ગમતાનો કરીએ ગુલાલ      

  ” આત્મા પરત્માને, દેહ માટીને દીધું,
 જે મતા જેની હતી એને બધી સોંપાઇ ગઇ. “
                                  –શ્રી ઓજસ પાલનપુરી


 મનુષ્યનો દેહ પંચતત્વોનો બનેલો છે. આકાશ, અગ્નિ,વાયુ, જળ અને ધરતી એમ પાંચ તત્વોનો ઉપયોગ કરીને ભગવાને મનુષ્યના દેહનું નિર્માણ કરેલ છે. આ પાંચ તત્વોથી બનેલા દેહમાં જ્યારે આત્માનું પ્રાગટ્ય થાય છે ત્યારે જે તે દેહ જીવંત કહેવાય છે અને તે પછી તે ઇશ્વરે સોંપેલાં કાર્યો કરવા લાગે છે. આ દેહને બાળપણ યુવાની અને ઘડપણ ક્રમશ: પ્રાપ્ત થાય છે. બચપણમાં તે ઘણી બધી રમતો નિખાલસતાથી રમે છે અને તેને એક યાદ કરવા લાયક સંભારણું બનાવી દે છે. યુવાન વયે તેનો તરવરાટ કંઇ ક જૂદો જ હોય છે. તે ઉત્સાહથી  ભરપૂર હોય છે. યુવાનીમાં તે પોતાના જીવનનાં ખૂબ જ મહત્વનાં કહી શકાય તેવાં કાર્ય સંપન્ન કરે છે. યુવાની પછી દરેક વ્યક્તિના જીવનમાં આવે છે વૃદ્ધાવસ્થા. બાળપણ, યુવાની અને ઘડપણ એ વ્યક્તિના જીવનના ત્રણ નિશ્ચિત તબક્કા છે.

કવિએ આ શેરમાં જીવનના અંતિમ તબક્કા પછીના છેલ્લા પડાવની વાત ખૂબ જ સરસ રીતે કરી છે. મૃત્યુને વિશિષ્ટ રીતે વર્ણવ્યું છે. કવિ કહે છે કે મારો આત્મા મેં પરમાત્માને સોંપી દીધો છે  અને મારો મનુષનો દેહ જે પાંચ તત્વોનો બનેલો છે તેમને મેં તે તત્વોમાં પરત કરી દીધો છે. કવિએ શેરમાં માત્ર માટીનો જ ઉલ્લેખ કરેલ છે પણ સાથે સાથે એમ પણ જણાવ્યું છે કે જે તત્વ ( મતા ) જ્યાંથી આવેલ તેને મેં ત્યાં  મોકલી આપેલ છે. આમ આ શેરમાં શાયરે મનુષ્યના દેહ અને આત્માનું જે રીતે વિઘટન થાય છે અને જે જ્યાંથી આવેલ ત્યાં પરત જતું રહે છે તેની વાત ખૂબ જ સુંદર અને આડકતરી રીતે  સમજાવી છે.

  • અનંત પટેલ

anat e1526386679192

Share This Article