ગમતાનો કરીએ ગુલાલ- ૨૮

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

                ગમતાનો કરીએ ગુલાલ      

               ” રમતાં રમતાં લડી પડે ભૈ માણસ છે !
                 હસતાં હસતાં રડી પડે ભૈ માણસ છે ! “
                                     -શ્રીજયંત પાઠક


આ જગતમાં ઇશ્વરે જેટલાં પ્રાણીઓ સર્જ્યાં છે તેમાં માત્ર મનુષ્ય જ એક એવું પ્રાણી છે જે હસી શકે છે. હસવાનું ત્યારે કલ્પી શકાય કે આપણે રડવાનું જાણતા હોઇએ. અહીં  શાયરે માણસની હસવા અને રડવાની ખાસિયતને એક જૂદા અંદાજમાં રજુ કરી છે.માણસ રમત કરતાં કે રમતાં કોઇકના પર ગુસ્સે થઇ જાય છે અને તેવી જ રીતે એ જ્યારે ખૂબ હસે છે અથવા તો ખૂબ તોફાન મસ્તીએ ચડે છે ત્યારે પાછો રડી પણ પડે છે. આ બન્ને પરિસ્થિતિઓને  કવિ આપણને સહજ રીતે સ્વીકારી લેવા જણાવે છે. આ શેરને જરા ગહનતાથી ચકાસીએ  તો એમાથી નીચે મુજબનાં તાત્પર્યો સ્પ્ષ્ટ થતાં હોય તેવું મને લાગે છે,

– વાત વાતમાં લડી પડવું એ માણસની સાજહજિકતા છે. એ અપેક્ષિત બાબત છે.

– જ્યારે માણસ મિત્રો કે સ્વજનો સાથે ગમ્મત કરવા લાગે છે ત્યારે કદીક હસવામાંથી ખસવું થઇ જાય છે જે બિનજરૂરી ઝઘડા ઉભા કરી શકે છે.

– સુખ પછી દુ:ખ એ ન્યાયની રીતે જોઇએ તો તમે જો બહુ હસવા મંડ્યાહોવ તો રડવાનું આવે તે પણ સ્વાભાવિક છે.

– રમતાં રમતાં લડી પડવાની બાબતને એટલા માટે સાહજિક રીતે લેવી જોઇએ કે ભાઇ રમવામાં હારજીત તો થતી જ હોય છે તો એને ગંભીરતાથી લઇને કોઇની સાથે ઝઘડવાને બદલે તેને હળવાશથી લેવાની ખેલદિલી દર્શાવવી જોઇએ.

– છેલ્લે કવિ ” ભૈ માણસ છે”  એમ કહીને રમતાં રમતાં લડી પડનાર કે હસતાં હસતાં રડી પડનાર બંનેને માફ કરી દેવાનું સૂચવે છે.

અનંત પટેલ


anat e1526386679192

Share This Article