ગમતાનો કરીએ ગુલાલ
” અમે તો કવિ, કાળને નાથનારા,
અમારે તો આઠે પ્રહર છે ખુશાલી;
આ બળબળતું હૈયું, આ ઝગમગતાંનયનો,
ગમે ત્યારે હોળી ગમે ત્યાં દિવાળી ! “
-શ્રી શૂન્ય પાલનપુરી
કેટલી સુંદર વાત શાયરે કહી છે. શાયર કવિઓને કાળને નાથનારા તરીકે ઓળખાવે છે ત્યારે દરેક કવિ આ સરખામણી વાંચીને પોતાને ચોક્કસ ધન્ય માનશે જ . કાળ એટલે કે સમયને ઓળખવો એ ઘણું જ કપરું કામ છે, જ્યારે અહીં તો કવિ પોતાને સમયને નાથનારા તરીકે ઓળખાવે છે. સમયને નાથવાનું તો કોઇના માટે શક્ય નથી પણ અહીં કવિ સમયનો પોતાની રીતે ઉપયોગ કરી લેવાની વાતને/કળાને સમયને નાથવા બરાબર ગણેલ છે. પાછું અમારે કવિઓને તો આઠે પ્રહર એટલે કે ચોવીસે કલાક ખુશીઓછલકે છે એમ જણાવ્યું છે. પોતના હૈયાની બળવાની ઘટનાને કવિ હોળી સાથે અને પોતાના મનગમતાપાત્રનાંઝગમગતાંનયનોને એ જલતાદીવા ગણીને તેને દિવાળી સાથે સરખાવે છે.
એમ લાગે છે કે કવિ આ શેર દ્વારા દરેકને પોતાનું એટલે કે કવિઓનું ઉદાહરણ આપીને સુખમાં કે દુ:ખમાં સદા કાળ ખુશખુશાલ રહેવાનો સંદેશ આપે છે.વીતી જતા સમયની સામે જોઇને બેસી રહેવાને બદલે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી લઇએ તો એ સમયને નાથ્યા બરાબર ગણાશે અને તેમ થવાથીવીતેલો સમય વ્યર્થ ગયો છે તેવો કોઇ પણ પ્રકારનો પસ્તાવો પણ થશે નહિ . હોળી અને દિવાળી એ બન્ને તહેવારોખુશીના છે. પોતાના દિલની વેદનાને પણ ખુશીમાં લઇ જાય છે જ્યારે ચમકતીઆંખોનેઝળહળતાદીવડા ગણીને તેને દિવાળીની ઉજવણી ગણવાનું સૂચવીને કવિ ગમે તે પરિસ્થિતિ હોય તેને ખુશી ખુશી આવકારવાજણાવે છે અને રાત દિવસ હંમેશા આનંદમાં જ રહેવાનો બોધ આપે છે.
- અનંત પટેલ