હાલમાં આધુનિક સમયમાં કેટલાક એવા ગેજેટ્સ આવી ચુક્યા છે જે સ્ટ્રેસને ઘટાડી દેવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે. નવા ગેજેટ્સને લઇને સામાન્ય લોકોની સાથે સાથે યુવા પેઢી પણ ખુબ ઉત્સુક રહે છે. સ્ટ્રેસ ઘટાડી દેવામાં ગેજેટની ભૂમિકા રહેલી છે. ઓફિસની ટેબલ પર મુકવામાં આવતા કેટલાક સ્ટ્રેસ બસ્ટર ગેજેટ્સની વાત કરવામાં આવે તો સમજી શકાય છે કે તેમની ઉપયોગિતા કેટલી વધી રહી છે. ડેસ્ક ફુસ્બોલ ગેમ હાલના દિવસોમાં ખુબ લોકપ્રિય અને ચર્ચામાં છે. કોઇ પણ વ્યક્તિ તેના મિનિએચર વર્જનને પોતાની ટેબલ પર રાખી શકે છે. તમે ઇચ્છો છો આ ગેમને એકલા પણ રમી શકો છો અથવા તો પોતાના મિત્રને પણ સામેલ કરી શકો છો. આ આઠ ઇંચ લાંબા અને ચાર ઇંચ પહોળા તરીકે છે. આ પોતાની ટેબલ પર કોમ્પ્યુટરની પાસે સરળતાથી રાખી શકાય છે. આના એક ગ્રીન ફિલ્ડ વર્જન પણ ઉપલબ્ધ છે. જે હરિયાળી દર્શાવીને આપના મુડને ફ્રેશ કરે છે.
આવી જ રીતે અન્ય ડેસ્ક ટોપ ગેમ પણ છે. ડેસ્ક પંચિગ બોલની પણ લોકપ્રિયતા હાલમાં વધી રહી છે. આ ખાસ મિનિએચર ગેમ એવા લોકો પાસે છે જે સમજે છે કે ઓફિસનુ કામ કરતી વેળા તેઓ પોતે એક પંચિગ બેંગ બની ચુક્યા છે. આ સેટમાં મજબુત સ્પ્રિંગની સાથે એક પંચિગ બોલ હોય છે. જે આપના પંચના જવાબને સરળતાથી સહન કરી શકે છે.
આ સ્ટ્રેસ બસ્ટર ગેજેટસમાં નીચીની બાજુએ એક વેક્યુમ સ્ટેન્ડ આપવામાં આવે છે જે બોલના સ્પ્રીગને પોતાની જગ્યાથી નીચે પડતા રોકવામાં ભૂમિકા અદા કરે છે. આ ડેસ્ક પંચિગ બોલ કેટલાક રંગોમાં અને આકારમાં ઉપલબ્ધ હોય છે. જેને તમે પોતાની રીતે પસંદ કરી શકો છો. ગેજેટસ સ્ટ્રેસને ઘટાડી દેવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે. ઓફિસની ટેબલ પર કેટલાક ગેજેટ્સ રાખી શકાય છે.