દુનિયાભરમાં ટ્રેડ વોરના ઘેરાઇ રહેલા પડછાયા અને તેને લઇને અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી ખેંચતાણનો અંત આવવાના સંકેત દેખાઇ રહ્યા છે. આ તમામ વૈશ્વિક પાસા વચ્ચે જી-૨૦ બેઠક આ વખતે હાલમાં જાપાનના શહેર ઓસાકામાં યોજાઇ હતી. ટ્રેડ વોરને લઇને ચિંતા, ઇરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધના વાદળોની વચ્ચે આ શિખર બેઠક યોજાઇ હતી. ગયા સપ્તાહમાં ઓસાકાની જી-૨૦ શિખર બેઠકને સામાન્ય રીતે સફળ ગણી શકાય છે. કારણ કે આ બેઠકમાં વિશ્વના શક્તિશાળી નેતાઓ યોગ્ય દિશામાં આગળ વધવા માટે ચોક્કસપણે સહમત થયા હતા. કેટલાક સંવેદનશીલ મુદ્દા પર કોઇ સહમતિ થઇ શકી નથી પરંતુ એમ કહી શકાય છે કે આ બેઠક યોગ્ય દિશામાં પહેલ તરીકે હતી. જી-૨૦માં અસહમતિથી સહમતિ તરફ વધવાના સંકેત ચોક્કસપણે મળી ગયા છે. આ બેઠક મારફતે કેટલાક સભ્ય દેશો વચ્ચે અનેક પ્રકારના મતભેદો દુર થયા છે.
વિવાદોનો ઉકેલ શોધી કાઢવાની દિશામાં સહમતિ પણ થઇ છે. આ સંબંધમાં વાત કરવામાં આવે તો અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરને લઇને સ્થિતીની છે. બંને દેશો છેલ્લા કેટલાક મહિનાથી એકબીજા સાથે પ્રહારો કરી રહ્યા હતા. એકબીજા સામે કઠોર પગલા પણ લઇ રહ્યા હતા. ટ્રેડ વોરને લઇને અન્ય દેશો પરેશાન હતા. આવી સ્થિતી વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ શી ઝિનપિંગ વચ્ચે સફળ બેઠક યોજાઇ હતી. જેમાં ભીષણ ટ્રેડ વોરનો ઉકેલ શોધી કાઢવા માટે આગળ વધવા સહમતિ થઇ હતી. સાથે સાથે વાતચીતની પ્રક્રિયા આગળ વધારવા બંને નેતાઓ તૈયાર થયા છે. ટ્રેડ વોરના કારણે દુનિયાભરના દેશોમાં વૈશ્વિક આર્થિક સંકટ સર્જાશે તેવી ચિંતા કેટલાક અંશે દુર થઇ ગઇ છે. આ મુદ્દાને લઇને વૈશ્વિક આર્થિક સંકટ સર્જાવવાની દહેશત અને શંકા રહેલી હતી. જે હવે દુર થઇ છે. સભ્ય દેશોના એકતરફી વલણના કારણે અમેરિકા પર દબાણ વધી ગયુ છે. આના કારણે બંને દેશો તાત્કાલિક રીતે ચાર્જ વધારો રોકવા અને વેપાર વાતચીત શરૂ કરવા માટે રાજી થઇ ગયા છે.
જો કે આ બાબત હજુ પણ કહેવી મુશ્કેલ છે કે સંકટનો અંત વહેલી તકે આવી જશે. છતાં આશા તો ચોક્કસપણે જાગી છે. જી-૨૦ શક્તિશાળી દેશોના ગ્રુપ તરી છે. દુનિયાની કુલ ૮૫ ટકા જીડીપીમાં તેમની હિસ્સેદારી રહેલી છે. આ ગ્રુપનુ યોગદાન જીડીપીમાં ૮૫ ટકા રહે છે. જે સાબિત કરે છે કે ગ્રુપ કેટલુ શક્તિશાળી છે. શિખર બેઠક ઉપરાંત આમાં જુદા જુદા વિષય પર સહમતિ થઇ હતી. જટિલ દ્ધિપક્ષીય મુદ્દા પણ આગળ વધી રહ્યા છે. જળવાયુ પરિવર્તન જેવા મુદ્દા પર અમેરિકાની ભારત સહિત અન્ય દેશો સાથે સહમતિ થઇ ન હતી. જેના કારણે અમેરિકા એકલુ પડી ગયુ હતુ. શિખર બેઠકમાં ભારતના કઠોર વલણના કારણે દુનિયાના મોટા દેશો દ્વારા ફરાર આર્થિક અપરાધીઓની સામે કઠોર કાર્યવાહી કરવા જેવા મુદ્દા પર સહમતિ રહી હતી. ઓસાકા ઘોષણા પત્રમાં આર્થિક અપરાધીઓની સામે કઠોર કાર્યવાહી કરવાના મામલાને સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આની સાથે જ ભારતે પોતાના રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં લઇને કેટલાક અન્ય મુદ્દા પર પણ વાત કરી હતી.
ભારતે રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં લઇને ડિજિટલ ઇકોનોમી પર કઠોર વલણ અપનાવીને જાપાન અને અમેરિકાના વલણથી અલગ અપનાવીને ડિજિટલ ઇકોનોમી પર ઓસાકા ઘોષણાપત્રથી હાલમાં અલગ રહેવાનો નિર્ણય કર્યો છે. ત્રિપક્ષીય બેઠકમાં પણ ભારતે પોતાની રજૂઆત અને ચિંતા સ્પષ્ટ પણે રજૂ કરી હતી. રશિયા, ભારત અને ચીન વચ્ચે ત્રિપક્ષીય બેઠકમાં પણ સંરક્ષણવાદના મુદ્દા પર વાત થઇ હતી. સંરક્ષણવાદના મુદ્દા પર કેટલાક અંશે પ્રગતિ થઇ હતી. જાપાન અને અમેરકા સાથે ત્રિપક્ષીય બેઠકમાં ભારતે દક્ષિણ ચીન સાગર ક્ષેત્રમાં ચીનના એકતરફી દાવાની ગતિવિધી પર પોતાની ચિંતા રજૂ કરી હતી. ચીનની આ ગતિવિધીની સામે અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા જેવા દેશો પહેલાથી જ ભારતની સાથે ઉભા છે.
હવે વર્ષ ૨૦૨૨માં આગામી જી-૨૦ બેઠક ભારતમાં યોજાશે. આવી સ્થિતીમાં મુદ્દાને ન્યાયસંગત રીતે રજૂ કરવા અને અસહમતિથી સહમતિ તરફ આગળ વધવાની બાબત ઉપયોગી રહેશે. અમેરિકા, ચીન અને ભારત જી-૨૦ શિખર બેઠકના ભાગરૂપે તેમના મતભેદોને દુર થયા બાદ કેટલાક અંશે નવી આશા જાગી છે. માર્ગ યોગ્ય રહ્યો છે.