થાઈલેન્ડ-ફુકેટ: ૨ – દુનિયા ઉપર પા પા પગલી…

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

થાઈલેન્ડનો સુપર સ્ટાર આઈલેન્ડ એટલે ફી-ફી-આઈલેન્ડ. 2000ની સાલમાં આવેલ “THE BEACH” નામની ફિલ્મમાં આ આઈલેન્ડની મુખ્ય ભૂમિકા હતી. ફી-ફી-આઈલેન્ડએ કુદરતી સૌન્દર્યનો ખજાનો છે. જયારે તમે ત્યાં બોટ દ્વારા પહોચો તો જોશો, કે લીલી ગીચ વનરાજી, સીધા તિક્ષણ ખડકો, અત્યંત સ્વચ્છ પારદર્શક બ્લુ પાણી, સફેદ દૂધ જેવી રેતીનો કિનારો. આમ દરેક પ્રકારનું કુદરતી સૌન્દર્ય અને રંગની મેળવણી ખુબજ આલ્હાદક લાગે છે. કોઈ ભાગ-દોડ નહિ પરમ શાંતિ ને તમારા દિલ દિમાગને રીલેક્સ કરીદે છે.

kp.comsimilan island e1530859671295

ચાલો થોડા આગળ વધીએ. ફુકેટથી લગભગ 85કી.મી. ઉત્તર પૂર્વ માં ‘SIMILAN ISLAND’ આવેલો છે. તે આંદામાનના દરિયામાં આવેલા ટાપુઓનો સમૂહ છે. સ્વચ્છ બ્લુ પાણી અને સફેદ રેતી, સુંદરતાની સાથે સાથે અહી એડવેન્ચર પણ ભળેલું છે. અહીનું DIVESPOTS વિશ્વના પ્રથમ 10 માં આવે છે. ખાસ નોંધ લેવી કે આ ટાપુઓ જાહેર જનતા માટે 15મી ઓક્ટોબર થી 15મી મે સુધીજ ખુલ્લો રહે છે. બાકીના સમયમાં જાહેર જનતા માટે બંધ હોય છે. સૌથી વધારે અહીં એ લોકો આવે છે જેને દરિયાના પાણીમાં ડૂબકી લગાવી રંગબેરંગી માછલીઓના ઝુંડ, મોટા કાચબો, અને તમામ દરિયાની અંદરની જળસૃષ્ટિ જોવાની ઈચ્છા હોય. આ ઉપરાંત KATA, FREEDOM, KATANOI, SURIN, PARADISE, PATONG વગેરે અનેક BEACHES આવેલા છે.

kp.comthailand phuket bigbuddha

અરે જો-જો એવુંના માનતા કે ફૂકેટમાં માત્ર દરીયા કીનારો જ છે. દક્ષિણ ફૂકેટમાં ‘બીગ બુધ્દ્ધા’ એ મહત્વનું સ્થાન છે. NAKKERD HILLS ઉપર 45 મીટર ઉંચી બુદ્ધ પ્રતિમા આવેલી છે. હવામાં ફર-ફરતી પીળી ધજાઓ, માત્ર ઘંટના રણકાર બાકી પરમ શાંતિ! ઉત્તમ અનુભૂતિનું સ્થાન. ત્યાંથી આગળ જઈએ તો  ‘WAT CHALONG’ ફુકેટનું પ્રસિદ્ધ મંદિર. અત્યંત સુંદર રીતે શણગારેલું અને હજારો પ્રવાસીઓની આસ્થાને સંતોષતું આ બુધ્દ્ધ મંદિર.

kp.comPHUKETFANTASEASHOWhd

ચાલો હવે તમને એક ખુબ સરસ જગ્યાની મુલાકાત લેવાનું સૂચન કરું. આ એક મનોરંજન કાર્યક્રમ છે. એટલે કે ‘PHUKET FANTASEA SHOW”  પારમ્પરિક વાર્તા કથા અને થોડી ફેન્ટસીને એકબીજામાં સરસ રીતે ગુંથી લઈને આખો કાર્યક્રમ રજુ કરે છે. તેમાં 200 થી ૩૦૦ જેટલા કલાકારો કામ કરતા હોય છે. હાથી અને બીજા કેટલાક  પ્રાણીઓનો પણ સમાવેશ કરે છે. તો સાથે સાથે ખાન-પાનની સગવડ પણ હોય છે. આખી સાંજ તમે ૫-૬ કલાકના આ ભરચક કાર્યક્રમમાં જ વિતાવો, અને જાત ભાતનો અનુભવ લઇ ત્યાંથી વિદાય થાઓ ત્યારે મન પરિતૃપ્ત થઇ જાય. આ મઝા માણવા  KAMALA BEACH ઉપર સાંજે 5 થી રાત્રે 11.30 સુધી જઈ શકો પણ સંસ્કૃતિક કાર્યક્રમ રાત્રે 8.30 થી શરુ થાય છે. ગુરુવારે શો થતો નથી. અહી જવા માટે PHUKET FANTASEA TOUR પણ મળે છે.

kp.compatong nightlife e1530860722651

અને છેલ્લે ફુકેટ ટાઉન PATONG ની રાત્રી બજારમાં પણ એક ચક્કર મારી લઈએ. મુખ્ય પાંચ રાત્રી બજારો ભરાય છે. અને દરેક ની આગવી વિશેષતાઓ છે. અહીં દરેક પ્રકારની જાત જાતની ને ભાત ભાતની ચીજ વસ્તુઓ જોવા મળે છે. સાથે ખાવા પીવાના સ્ટોલ પણ ખરા. અને ભાવતાલ કરી  તમે અનેક વસ્તુઓ ખરીદી શકો તેમાં અવનવી વસ્તુઓ, સોવેનીયર, કપડાં અને થાઈ ખાસિયત વાળી વસ્તુઓ પણ હોય. અરે મેં તો તમને ફુકેટમાં ઘણું ફેરવ્યા. પણ થાઈલેન્ડ કઈ એમ ઝટ પૂરું ના થાય એટલે આવતા અંકે હજી થોડી માહિતી મેળવી લઈશું. પછી કોઈ બીજા દેશમાં ઉપડીશું બરાબરને? તો મળીએ છીએ આવતા અંકમાં.

  • નિસ્પૃહા દેસાઈ

ND e1530861328503

Share This Article