ફ્રેન્કફિન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એર હોસ્ટેસની ફ્રેશર્સ પાર્ટી યોજાઈ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદમાં એર હોસ્ટેસ ટ્રેનિંગ સેન્ટરનાં નવા આવનાર વિદ્યાર્થીઓને વેલકમ કરવા માટે ફ્રેશર્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં જૂના તથા નવા વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો. ડિજેનાં તાલ પર ઝૂમીને નવા વિદ્યાર્થીઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. તે ઉપરાંત હાલનાં વિદ્યાર્થીઓનું પણ રેમ્પ વોક યોજાયું. તેમાં મિસ ફ્રેન્કફિન અને મિસ્ટર ફ્રેન્કફિન તથા અન્ય કેટગરિમાં પણ ઈનામ આપવામાં આવ્યા.

ફેન્કફિન ઈન્સટિટ્યૂટ અને બાલાજી ગ્રુપનાં અમદાવાદનાં સેન્ટર હેડ સોનલ અસાર જણાવે છે કે “દર વર્ષે  આ સંસ્થા નવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા પ્રવૃત્તિઓ કરતી રહે છે. દરેક વિદ્યાર્થી જે  કેબિન ક્રૂ બનવા માગે છે તે તમામનાં સપના પૂર્ણ કરવા માટે ફ્રેન્કફિન ઈન્સટિટ્યૂટ કટિબધ્ધ છે. “

DSC 0812

Share This Article