વિદેશીમૂડીરોકાણકારોએ છેલ્લા પાંચ કારોબારી સેશનમાં ભારતીય શેરબજારમાંથી આશરે ૪૦૦ કરોડરૂપિયાની રકમ પાછી ખેંચી લીધી છે. હુવાવેઈના સીએફઓની ધરપકડ બાદથી વૈશ્વિકશેરબજારમાં ભારે અફડાતફડી જાવા મળી રહી છે. આ પહેલા ક્રૂડની કિંમતમાં નરમી અનેરૂપિયામાં મજબૂતીથી વિદેશી મૂડીરોકાણકારોએ શેરબજારમાં ૬૯૦૦ કરોડ રૂપિયાનું રોકાણકર્યું હતું. ડિપોઝિટરીના નવેસરના આંકડા દર્શાવે છે કે, ત્રીજીથી સાતમી ડિસેમ્બરના ગાળા દરમિયાનવિદેશી મૂડીરોકાણકારોએ શેરબજારમાંથી ૩૮૩ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આવી જરીતે ડેબ્ટ માર્કેટમાં ૨૭૪૪ કરોડનું રોકાણ કર્યું છે. નવેમ્બર મહિનામાં સુધાર થયાબાદ ડિસેમ્બર મહિનામાં ફરી એકવાર વેચવાલી જાવા મળી છે.
જાણકાર લોકોનું કહેવું છે કે, વેચવાલીનો દોર છઠ્ઠી ડિસેમ્બરના દિવસેશરૂ થયો હતો. તે દિવસે એફપીઆઈ દ્વારા એક જ દિવસમાં ૩૬૧ કરોડ રૂપિયા પાછા ખેંચીલેવાયા હતા. વિદેશી રોકાણકારોએ આ વર્ષે હજુ સુધી મૂડી બજારમાંથી ૮૫૬૦૦ કરોડ રૂપિયાપાછા ખેંચી લીધા છે જે પૈકી શેરબજારમાંથી ૩૫૬૦૦ કરોડ અને ડેબ્ટ માર્કેટમાંથી ૫૦૦૦૦કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટ બંનેમાં મળીને છેલ્લા બેમહિનામાં ૬૦૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચવામાં આવ્યા હતા તે પહેલા જુલાઈ અને ઓગસ્ટમહિનામાં ૭૩૦૦ કરોડ રોકવામાં આવ્યા હતા. જાન્યુઆરી બાદથી સૌથી ઉંચો રોકાણનો આંકડો રહ્યો છે. જાન્યુઆરીમાં ૨૨૨૪૦કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. એફપીઆઈ દ્વારા ઉત્સાહ વધારવામાં આવ્યોછે. વૈશ્વિક મોરચે અમેરિકા અને ચીન વચ્ચેતંગદિલી હળવી બનવાના સંકેત દેખાઈ રહ્યા છે.
ઓક્ટોબર મહિનામાં ૩૮૯૦૦ કરોડ રૂપિયાથીવધુની રકમ પાછી ખેંચી લીધા બાદ જંગી નાણાં ઠાલવવામાં આવ્યા હતા. ઓક્ટોબર મહિનામાં જે નાણાં પરત ખેંચવામાં આવ્યાહતા તે છેલ્લા બે વર્ષમાં કોઇ એક મહિનામાં પરત ખેંચવામાં આવેલા સૌથી જંગી નાણાહતા. વિદેશી મૂડીરોકાણકારોએ સપ્ટેમ્બર મહિનામાં ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટ બંનેમાંમળીને ૨૧૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. તે પહેલા તેઓએ જુલાઈ અને ઓગસ્ટમહિનામાં ૭૫૦૦ કરોડ રૂપિયા પરત ખેંચી લીધા હતા. બીજી બાજુ વૈશ્વિક મોરચે અમેરિકાઅને ચીન વચ્ચે ટ્રેડવોર ટેન્શન વધતા ઉભરતા માર્કેટ ઉપર તેની માઠી અસર થઇ છે અનેઅનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું છે. વૈશ્વિક સ્તર પર વ્યાજદરોમાં વધારો થઇ રહ્યોછે. સુરક્ષિત વિકલ્પો ઉપર ચર્ચા ચાલી રહી છે. અન્ય આકર્ષક વિકલ્પો ઉપર પણ ચર્ચા થઇરહી છે. ભારતની સરખામણીમાં વેલ્યુએશનની દ્રષ્ટિએ તેમના ઉપર નજર રાખવામાં આવી રહીછે. સપ્ટેમ્બર મહિનામાં મૂડી માર્કેટમાંથી ૨૧૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાંઆવ્યા હતા. તે પહેલા જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ૭૫૦૦ કરોડ ઠલવાયા હતા. હવે ફરીવારરોકાણનો દોર શરૂ થયો છે.