મુંબઈ : વિદેશી મૂડીરોકાણકારોએ છેલ્લા પાંચ કારોબારી સેશનમાં વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમત ધીમી ગતિએ Âસ્થર થતાં જંગી નાણાં ઠાલવ્યા છે. પાંચ કારોબારી સેશનમાં વિદેશી રોકાણકારોએ ૪૮૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ઓક્ટોબર મહિનામાં ૩૮૯૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા બાદ ફરીવાર નાણાં ઠાલવવામાં આવ્યા છે. ઓક્ટોબર મહિનામાં જે નાણા પરત ખેંચાયા હતા તે છેલ્લા બે વર્ષના ગાળામાં કોઇ એક મહિનામાં સૌથી વધુ આંકડો રહ્યો હતો. ઇÂક્વટી અને ડેબ્ટ માર્કેટ બંનેમાં ગણીને સપ્ટેમ્બર મહિનામાં એફપીઆઈ દ્વારા ૨૧૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવાયા હતા. તે પહેલા વિદેશી રોકાણકારોએ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ૭૫૦૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા હતા.
નવેસરના આંકડા મુજબ વિદેશી રોકાણકારોએ પહેલીથી લઇને નવમી નવેમ્બર વચ્ચેના ગાળામાં ઇÂક્વટી માર્કેટમાં ૨૧૫ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે જ્યારે ડેબ્ટ માર્કેટમાં વિદેશી રોકાણકારો દ્વારા ૪૫૫૭ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા છે. આની સાથે જ કુલ રોકાણનો આંકડો ૪૭૭૨ કરોડનો રહ્યો છે. તેલ કિંમતોમાં સતત ઘટાડો જારી રહ્યો છે. ઓક્ટોબર મહિનામાં જીએસટી વસુલાતનો આંકડો એક લાખ કરોડના આંકડાને પાર કરી ગયો છે. પાંચ મહિનાના અંતર બાદ જીએસટી વસુલાતનો આંકડો એક લાખ કરોડના આંકડાને પાર કરી જતાં તેની અસર જાવા મળી હતી. હાલમાં જ નાણાં મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે, જીએસટી વસુલાતનો આંકડો ઓક્ટોબર મહિનામાં એક ટ્રિલિયનના આંકડાને પાર કરી ગયો છે. ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ વસુલાત એક મહિના માટે એકત્રિત કરવામાં આવ્યા બાદ પ્રથમ વખત વસુલાતનો આંકડો એક ટ્રિલિયનના આંકડાને પાર કરી ગયો છે.
જીએસટી વસુલાત અગાઉ પાંચ મહિનાઓ સુધી ટાર્ગેટને પહોંચી વળવામાં નિષ્ફળ રહ્યા બાદ હવે વસુલાતનો આંકડો એક ટ્રિલિયનના આંકડા સુધી પહોંચી ચુકી છે. ઓક્ટોબર ૨૦૧૮ માટે વસુલાતનો આંકડો એક લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. જીએસટીની સફળતા નીચા રેટ, ઓછી કરચોરી, સારી સુવિધા અને એકમાત્ર ટેક્સ જેવી બાબત રહેલી છે. કરવેરા અધિકારીઓ દ્વારા દરમિયાનગીરી પણ નહીવત જેવી થઇ છે. નાણામંત્રીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, જીએસટી વસુલાતનો આંકડો આશાસ્પદરીતે વધી રહ્યો છે. આ આંકડો હજુ પણ વધે તેવા સંકેત છે. આ નાણાંકીય વર્ષ માટે નાણામંત્રાલય દ્વારા એક ટ્રિલિયન રૂપિયા અથવા તો એક લાખ કરોડ રૂપિયાનો આંકડો નક્કી કર્યો હતો. ૨૨મી જુલાઈના દિવસથી અનેક પ્રોડક્ટ પર જીએસટી રેટમાં ઘટાડો થઇ ચુક્યો છે. કલેક્શનનો આંકડો અવિરતપણે વધી રહ્યો છે. જીએસટી વ્યવસ્થા અમલી કરવામાં આવ્યા બાદથી સ્થિતિમાં ઉલ્લેખનીય સુધારો થઇ રહ્યો છે. આને લઇને અડચણો હવે દૂર થઇ ચુકી છે.