ગુજરાતમાં ૩૦૭ કરોડના ખર્ચે બનશે ૪ ક્ષેત્રીય વિજ્ઞાન કેન્દ્ર

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મુખ્યમંત્રી વિજય રૂપાણી રવિવારે ૧૫ એપ્રિલે રાજકોટમાં ૧૦ એકર ક્ષેત્રમાં ૭૮ કરોડના ખર્ચથી નિર્માણ થનારા પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનો શિલાન્યાસ કરશે.

રાજ્યના વિદ્યાર્થીઓને વિશ્વસ્તરીય વિજ્ઞાન અ ટેકનોલોજીનું જ્ઞાન સ્થાનીય સ્તર પર જ જુઓ અને શીખોના દૃષ્ટિકોણથી ઉપલબ્ધ કરાવવા માટે ગુજરાતમાં ચાર પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર કૂલ ૩૦૭ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે. ભાવનગર, રાજકોટ, પાટણ તથા ભૂજમાં નિર્માણ થનારા આ કેન્દ્રોમાંથી ભાવનગર અ પાટણના કેન્દ્ર નિર્માણાધીન છે, જ્યારે ભૂજ માં આગામી દિવસોમાં નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે.

આ કેન્દ્રોમાં વિજ્ઞાનમાં રસ ધરાવનાર વિદ્યાર્થીઓ તથા લોકો માટે ઇંટરએક્ટિવ ગતિવિધિઓ, વિવિધ મોડલ્સ તથા ફિલ્ડ ટ્રીપ્સ દ્વરા પ્રભાવી વિજ્ઞાન શિક્ષાની સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે. રાજકોટના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રમાં ગ્લાસ અને સિરામિક, લાઇફ સાયંસ, મશીન એન્જીનીયરિંગ, રોબોટિક અને નોબલ પુરસ્કાર સહિત રાખવામાં આવશે.

Share This Article