પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને સાઈફર કેસમાં ૧૦ વર્ષની જેલની સજા ફટકારી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

આ સમયે પાકિસ્તાનમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી સામાન્ય ચૂંટણી પહેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના ચીફને સાઈફર કેસમાં ૧૦ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. આ કેસમાં ઈમરાન ખાન ઉપરાંત પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીને ૧૦ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ, સાઈફર કેસની સુનાવણી કરતી વિશેષ અદાલતે પીટીઆઈના બંને નેતાઓને ૧૦-૧૦ વર્ષની જેલની સજા ફટકારી છે. સ્પેશિયલ કોર્ટના જજ અબુલ હસનત ઝુલકરનૈને કલમ ૩૪૨ હેઠળ બંને આરોપીઓના નિવેદન નોંધ્યા બાદ તરત જ સજાની જાહેરાત કરી હતી. કોર્ટે પોતાના ર્નિણયમાં કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન અને પૂર્વ વિદેશ મંત્રી વિરુદ્ધ આરોપ સાબિત કરવા માટે ફરિયાદ પક્ષ પાસે પૂરતા પુરાવા છે. વિશેષ અદાલતે સજાની જાહેરાત કર્યા પછી, પીટીઆઈએ કહ્યું કે કાનૂની ટીમ આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારશે અને એવી અપેક્ષા છે કે સજાને સ્થગિત કરવામાં આવશે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના મહાસચિવ ઉમર અયુબ ખાને સોશિયલ મીડિયા પર કહ્યું કે તેમણે કોર્ટના આ ર્નિણય પર સવાલ ઉઠાવ્યા છે. અયુબ ખાને પોતાના તમામ કાર્યકરોને શાંત રહેવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે કોર્ટનો આ ર્નિણય ઈમરાન ખાન સાહબ અને શાહ મહેમૂદ કુરેશી સાહબ વિરુદ્ધ આવ્યો છે. પીટીઆઈના તમામ સભ્યો અને પાકિસ્તાનીઓએ આ અંગે શાંત અને શાંતિપૂર્ણ રહેવું જાેઈએ.

Share This Article