નવીદિલ્હી : પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોનો બદલો લઇને હવાઈ દળે આજે વહેલી પરોઢે સરહદ પાર કરીને આતંકવાદી અડ્ડાઓને ફુંકી માર્યા હતા. હવાઈ દળે જૈશે મોહમ્મદના સ્થળો ઉપર મોટાપાયે ત્રાટકીને તેમને નષ્ટ કર્યા હતા. માત્ર એલઓસી પાર કરીને નહીં બલ્કે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરને પાર કરીને પાકિસ્તાનમાં ત્રાસવાદી અડ્ડાઓ ઉપર હુમલા કરવામાં આવ્યા હતા. ભારતીય હવાઈ દળના વિમાનો પાકિસ્તાનમાં ૮૦ કિલોમીટર સુધી અંદર ઘુસ્યા હતા. હવાઈ દળે પાંચ દશકમાં પ્રથમ વખત આતંકવાદી કેમ્પો પર પોકમાં ઘુસી જઈને કાર્યવાહી કરી છે. ૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં ભારતે એરસ્ટ્રાઇક મારફતે પાકિસ્તાનને ધુળ ચટાવી હતી હવે ફરી એકવાર આતંકવાદીઓને બોધપાઠ ભણાવી દેવામાં આવ્યો છે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સ્ટાર્ટઅપ મહાકુંભનું ઉદઘાટન કરશે, 50થી વધુ દેશોનું પ્રતિનિધિત્વ ભાગ લેશે
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ 3 થી 5 એપ્રિલ, 2025 દરમિયાન ભારત મંડપમ ખાતે યોજાનારા સ્ટાર્ટઅપ મહાકુંભની બીજી આવૃત્તિનું ઉદઘાટન કરશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ...
Read more