ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર હટકે એવા “અંડરવર્લ્ડ” વિષય પર બનેલ ફિલ્મ “સમંદર”

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ગુજરાત : ગુજરાતી ફિલ્મોની વ્યાખ્યા બદલવા માટે આવી ગઈ છે ફિલ્મ “સમંદર”. ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર હટકે એવા “અંડરવર્લ્ડ” વિષય પર બનેલ આ ફિલ્મનું દિર્ગદર્શન વિશાલ વડાવાળાએ કર્યું છે. કેપી એન્ડ યુડી મોશન પિક્ચર પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલ આ અદભૂત અને રોમાંચિત કરી દે તેવી ફિલ્મનું નિર્માણ પ્રોડ્યુસર  કલ્પેશ પલાણ અને ઉદય શેખવા દ્વારા કરવામાં આવ્યું છે. ટીઝર  અને ટ્રેલર રિલીઝ કર્યા બાદ દર્શકોની અપેક્ષાઓ વધી  આ ફિલ્મ 17મી મે, 2024ના રોજ રિલીઝ થઇ રહી છે.  2 મિત્રોની આસપાસ ગૂંથાયેલી કહાની  દર્શાવે છે ફિલ્મ સમંદર. આ 2 મિત્રો એટલે અત્યંત પ્રભાવશાળી અભિનેતાઓ  મયુર ચૌહાણ માઇકલ અને જગજીતસિંહ વાઢેર.

Samandar 5


“સમંદર” ફિલ્મ એ ડિરેક્ટર વિશાલ વડાવાળાનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આ ફિલ્મનો વિષય કાંઈક અલગ છે કે જેની ગુજરાતી ફિલ્મ ઓડિયન્સમાં ખૂબ જ ડિમાન્ડ હતી. ગુજરાતના ગૅન્ગસ્ટરની વાત છે, માફિયાગીરીમાં બે ભાઈબંધ કેવી રીતે દાખલ થાય છે અને કેવી રીતે બન્ને ભાઈ બને છે એની વાત ફિલ્મમાં કરવામાં આવી છે. ફિલ્મને સંગીત પીરસ્યું છે જાણીતા સંગીતકાર કેદાર ભાર્ગવે અને ફિલ્મની સુંદર વાર્તા સ્વપ્નીલ મહેતા દ્વારા લખવામાં આવી છે. ચૌહાણ અને જગજીતસિંહ વાઢેર ઉપરાંત ચેતન ધનાણી, મમતા સોની, ધર્મેન્દ્ર ગોહિલ, કલ્પના ગગડેકર અને મયુર સોનેજી જેવાં પ્રતિભાશાળી કલાકારો પણ મુખ્ય ભૂમિકાઓમાં નજ઼રે પડશે.


ફિલ્મના પ્રોડ્યુસર્સ કલ્પેશ પલાણ અને ઉદય શેખવાએ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે, “આ ફિલ્મમાં દરિયાની સાથે દોસ્તીની વાર્તા છે. ફિલ્મમાં ઉદય (મયુર ચૌહાણ) અને સલમાન (જગજીતસિંહ વાઢેર)ની દોસ્તીની વાર્તા છે. આ ફિલ્મની સ્ક્રીપ્ટ સાંભળ્યા પછી અમને લાગ્યું કે આ કહાનીમાં દોસ્તીનું ઇમોશન છે. સારા અને ખરાબ સમયમાં દોસ્તીની ભૂમિકા મહત્વની છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પહેલીવાર આવી ફિલ્મ બની રહી છે.”

જાણીતા ગાયકો નકાશ અઝીઝ અને આદિત્ય ગઢવીના અવાજમાં  સ્વરબદ્ધ કરાયેલ ફિલ્મનું પ્રથમ સોન્ગ “માર હલેસા” પણ રિલીઝ થઈ ચૂક્યું છે જેણે આ ફિલ્મ જોવા દર્શકોને વધુ આતુર કર્યા છે.  અન્ય એક સોન્ગ જે પ્રખ્યાત બૉલીવુડ સિંગર બી પ્રાકે ગાયું છે- “તું મારો દરિયો રે” તે મેં મિત્રોની દોસ્તી પર પ્રકાશ પાડે છે. મુળભૂત રીતે ફિલ્મમાં સમંદરની વાત છે, મિત્રતાની વાત છે, દરિયો અને દરિયા કિનારાની વાત છે. ક્રાઇમ અને પોલિટીક્સ તથા માછીમારો પણ  ફિલ્મમાં જોવા મળશે. ટૂંકમાં કહીએ તો ફિલ્મમાં વટ, વચન અને વેરની વાત છે. “એના વાવટામાં વટ, વચન અને વેર ફરકતા હોય… એની જાળમાં જંગ, ઝંખના,ઝનૂન, ઝબકતા હોય, ભલે પછી મઝધારે ગમે તેવા મોજા ઉછળતા હોય, વાટ જોવાય એની,  કિનારે હૈયા ધબકતા હોય….”- જેવાં દમદાર ડાયલોગ્સ સાથેની આ ફિલ્મ જોવા તૈયાર થઇ જાઓ કે જે 17મી મેના રોજ તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

Share This Article