અમદાવાદમાં રવિવારના રોજ ભારતમાં પહેલીવાર અદ્વિકા દ્વારા ડિઝાઇનર ફેબ્રિક, ફેશન ઇન્સ્ટિટ્યુટ, કસ્ટમાઇઝ્ડ સ્ટુડિયો, ઓનલાઇન ફેબ્રિક સ્ટોર ઓલ અંડર વન રુફની રજૂઆત થઇ. જે ફર્સ્ટ ફ્લોર, સત્યમ કોમ્પલેક્ષ, અદ્વિકા ક્રોસ રોડ, ગુલબાઇ ટેકરા, અમદાવાદ ખાતે સ્થિત છે. આ સ્ટોરનું ઉદ્ઘાટન અંકિત શાહના માતૃશ્રી નિરુબેન સેવંતીલાલ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્ટોરમાં ડિઝાઇનર ફેબ્રિક, ફેશન ઇન્સ્ટિટ્યુટ અને કસ્ટમાઇઝ્ડ સ્ટુડિયો વિશે માહિતી આપવામાં આવશે.
આ વિશે અદ્વિકા સ્ટોરના ઓનર અંકિત શાહ અને નમ્રતા શાહે જણાવ્યું કે, “દેશમાં ઘણી ફેશન ડિઝાઇનર સંસ્થાઓ છે, પરંતુ અમારો હેતુ ફક્ત ફેશન ડિઝાઇન શીખવવાનો નથી. અમે સર્જનાત્મકને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને તેમને માર્કેટ સહાય પૂરી પાડવા માંગીએ છીએ. વિદ્યાર્થીઓ કોઇ જગ્યાએ ભણવા જાય ત્યારે તેને થિયરીટિકલ વિશે વધારે ભાર આપવામાં આવે છે અને પ્રેક્ટિકલ વિશે જ્ઞાન મળતું નથી તેથી અમે વિદ્યાર્થીઓને બંન્નેમાં પૂરતું જ્ઞાન મળી રહે તે માટે અમારો પ્રયાસ છે.”
વિદ્યાર્થીઓને ફેબ્રિક માટે કસ્ટમાઇઝ્ડનું નોલેજ ન હોવાને લીધે તે લોકો મુશ્કેલીમાં મૂકાય છે. તેથી ફેબ્રિક ગાઇડન્સ મળી શકે તે માટે પ્રોડક્શન ઇન હાઉસ, બ્યૂટિક, સ્ટુડિયો ચાલુ કરવા માટે અદ્વિકા ઇન્સ્ટિટ્યુટમાં માહિતી આપવામાં આવે છે. અદ્વિકા ઇન્સ્ટિટ્યુટમાં થિયરીટિકલ નોલેજ ઉપરાંત પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ આપવામાં આવશે.
અદ્વિકામાં ડિપ્લોમાં ફેશન ડિઝાઇન કોર્સ પણ છે. તેમાં તેનો સમયગાળો ૬ મહિના, ૧૨ મહિના અને ૧૮ મહિનાનો હોય છે