આધુનિક સમયમાં ગળા કાપ સ્પર્ધા દરેક ક્ષેત્રમાં ચાલી રહી છે. સાથે સાથે આર્થિક મંદીની અસર પણ દેખાઇ રહી છે. આવા સમયમાં ટોપના હોદ્દા પર રહેલા લોકોની નોકરીને લઇને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. મોટા ભાગની કંપનીઓ હાલમાં ખર્ચમાં કાપ મુકવાના હેતુથી મોટા પાયે કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહી છે. કુશળ કર્મચારીઓ પર પણ સંકટના વાદળો ઘેરાયેલા છે. આવી સ્થિતીમાં નોકરીને ટકાવી રાખવા માટેની બાબત કર્મચારીઓ માટે મુશ્કેલરૂપ બની ચુકી છે. તમામ નિષ્ણાંતો માની રહ્યા છે કે કુશળ કર્મચારીને નોકરી ટકાવી રાખવા માટે અને આગળ વધવા માટે સતત નવી નવી શોધ કરવાની જરૂર હોય છે. પોતાનામાં નવી નવી બાબતોને શોધી કાઢવાની જરૂર હોય છે. જો તમે પોતાના કેરિયરને લઇને બોર થઇ ચુક્યા છો તો આગળ વધવા માટે પોતાનામાં પણ નવી નવી બાબતો શોધવાની જરૂર છે. પોતાને નવેસરથી શોધી લેવાની જરૂર છે. મેડોના અને બિન્ની બંસલ શુ કોમન છે તે સામાન્ય લોકોને માહિતી નથી. બંનેમાં એક ખાસ બાબત કોમન એ છે કે બંને પોતાને રીઇન્વેન્ટ કરવાની કલામાં માહેર છે. તાજેતરમાં જ ફ્લીપકાર્ટના પર્વ સીઇઓ દ્વારા કહેવામાં આવ્યુ છે કે ઇ-કોમર્સ વેબસાઇટ શરૂ કરતા પહેલા તેઓ પોતાની નોકરીથી સંતુષ્ટ ન હતા.
જેથી તેઓએ પોતાના જીવનમાં ઉદ્ધેશ્ય શુ છે તે શોધી કાઢવા માટેના પ્રયાસ હાથ ધર્યા હતા. આ બાબત વાસ્તવિક છે કે દરેક વ્યક્તિ જોબ છોડીને પોતાના સપનાને પૂર્ણ કરવા માટે આગળ વધી શકે તેમ નથી. પરંતુ કેરિયરમાં અપડેટ કરી શકાય છે. અપડેટ રહેવાની બાબત સૌથી મહત્વપૂર્ણ છે. આને રીઇન્વેન્ટ કરી શકો છો. જો તમે પોતાને નવી દિશામાં આગળ વધવા માટે જોવા ઇચ્છુક છો તો કેટલીક નવી બાબત કરવાની જરૂર હોય છે. નવા લોકોને મળવાની બાબત પણ આમાં સામેલ છે. નવી સ્કીલ શિખવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. કેટલાક નવા કામોને નવેસરથી હાથ ધરી શકાય છે. આ તમામ બાબતો તમારા દિમાગ અને વિકલ્પોને મજબુત કરવામાં ભૂમિકા અદા કરે છે. આપને નેટવર્કિંગ પર ધ્યાન આપવાની જરૂર છે. કેરિયરની દુવિધામાંથી નિકળી જવા માટે એક રસ્તો એ પણ છે કે દરેક વ્યક્તિએ પોતાની પસંદગીનુ કામ કરવુ જોઇએ. ઓનલાઇન રહેવાની બાબત ઉપયોગી છે. નિષ્ણાંતો કહે છે કે અમારામાંથી મોટા ભાગના લોકો ઇન્ટરનેટ પર આધુનિક સમયમાં વધારે સમય ગાળે છે. કેટલાક લોકો સોશિયલ મિડિયાના માધ્યમથી દોસ્તો સાથે ચેટિંગ કરે છે. કેટલાક લોકો વેબ બ્રાઉઝિંગ કરે છે.
ઇન્ટરનેટ પર સમય ખરાબ કરવાના બદલે તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. તમે કોઇ ઓનલાઇન કોર્સ કરી શકો છો. જુદા જુદા પ્લેટફોર્મ પર મેન્ટર્સને સાંભળી શકો છો. અથવા તો બિજનેસ નેટવર્કિંગ સાઇટ પર મહત્વપૂર્ણ લોકોનો મળી શકો છો. આ રીતે તમે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નિકળી શકો છો. તમે નવા વિચારો અને વિચારધારાને આગળ વધારી શકો છો. જો તમે તમારા કામને પસંદ કરી રહ્યા છો તો વર્તમાન રોલમાં રહેતી વેળા મોટા કામ કરી શકાય છે. વર્કપ્લેસ પર મોકાની શોધ કરવી જોઇએ. ક્યા ક્યાં ક્ષેત્રોમાં તમે યોગદાન આપી શકો છો. પોતાની વાત તમામ લોકો સાથે શેયર કરી શકાય છે. વર્તમાન રોલમાં તેઓ કેવા અનુભવ કરી રહ્યા છે તે બાબત બોસને કહી શકાય છે. સારા બોસ જે પણ હોય છે તે કર્મચારીઓને આગળ વધવાની હમેંશા તક આપે છે. પ્લાન કરવા સાથે આગળ વધવાની જરૂર હોય છે. આના માટે ટાઉમ ફ્રેમ કરવાની જરૂર હોય છે. શોર્ટમ ટર્મ ગોલ્સ બનાવીને રફ ટાઇમ ટેબલ બનાવવાની જરૂર હોય છે. નાના નાના કાર્યો કરીને પોતાના સપનાને સાકાર કરવાની દિશામાં આગળ વધી શકાય છે.
જે ફિલ્ડમાં તમામને રસ હોય તે ફિલ્ડમાં વધારેને વધારે કામ શિખવાની જરૂર હોય છે. આગળ વધવા માટે સતત સારી કામગીરી અદા કરવાની જરૂર હોય છે. જો તમે પોતાની રીતે આગળ વધવા માંગો છો અને સપનાને પૂર્ણ કરવા માટે સાવધાનીપૂર્વક આગળ વધી શકાય છે. લક્ષ્ય નક્કી કરીને આગળ વધવાથી ફાયદો થાય છે. આધુનિક સમયમાં સ્પર્ધાના યુગમાં તમામથી અલગ રહે તેવા કામ કરવાથી ફાયદો થાય છે. કેરિયરની મોટી ફિલ્મ જોવા માટે શિસ્ત, ટાઇમ ટેબલ અને નવી નવી ચીજો શિખવાની બાબત ખુબ ઉપયોગી સાબિત થઇ શકે છે. આગળ વધવા માટે તમામ ઇચ્છે છે પરંતુ સફળતા મળતી નથી.