ડાંગ: વલસાડ/ડાંગના ફૂડ ઍન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ડાંગ જિલ્લાના મુખ્ય વહિવટી મથક આહવા ખાતે હંગામી સ્ટોલ્સ ઊભા કરીને કેરીના રસનું વેચાણ કરતા ઇસમોને ઝપેટમાં લઇ, ખાંડની ચાસણી સહિતના મેંગો મિલ્ક શેકનો જથ્થો કબ્જે લઇ, તેનો નાશ કરાયો છે.
ડાંગ કલેક્ટર બી.કે.કુમારના માર્ગદર્શન હેઠળ વલસાડ સ્થિત ફૂડ ઍન્ડ ડ્રગ્સ વિભાગના ડેઝીગ્નેટેડ ઓફિસર કે.સી.કુન્બી, ફૂડ સેફટી ઓફિસર જી.બી.પટેલ, અને બી.બી.વાવૈયાની ટીમ દ્વારા આહવાના રાણી બાગની બાજુમાં આવેલા બિ્રજલાલ સુખાઇના કેરીના રસના સ્ટોલ ઉપરથી ર૦ કિલો ખાંડની ચાસણી સહિત પ કિલોગ્રામ ચાસણી યુક્ત મિલ્ક શેક કબ્જે કરવા ઉપરાંત મીશનપાડા ખાતે સોનુ રાજેશ યાદવના સ્ટોલ ઉપરથી રપ કિલો ચાસણી, અને ર કિલો મેંગો મિલ્ક શેક, વિનોદ યાદવને ત્યાંથી ૭ કિલો ચાસણી અને ૮ કિલો મિલ્ક શેક, કોર્ટની બાજુમાં આવેલા રાજુ યાદવના સ્ટોલ ઉપરથી ૪૫ કિલો ચાસણી અનુ ૮ કિલો મિલ્ક શેક સહિત સરદાર માર્કેટ પાસે ગોલુ સોનકર્ગને ત્યાંથી ૪ કિલો મિલ્ક શેકનો જથ્થો કબ્જે લઇ, તેનો સ્થળ ઉપર જ નાશ કરાયો હતો. ફૂડ ઍન્ડ ડ્રગ્સ વિભાગની આ કામગીરીથી જાહેર આરોગ્ય સાથે ચેડા કરતા ઇસમોમાં ફફડાટ વ્યાપી ગયો છે.