લોકગાયિકા ગીતા રબારીના ડાયરામાં નોટોનો વરસાદ થયો હતો. કચ્છના રાપરમાં પાંજરાપોળના પશુઓના લાભાર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતની કોયલ કહેવાતા ગીતા રબારીના ડાયરામાં લોકોએ મન મૂકીને રૂપિયાનો વરસાદ કર્યો હતો. જોતજોતામાં રૂપિયાનો ઢગલો થઈ ગયો હતો. કોઈ વિચારી ન શકે કે, ડાયરામાં લાખો નહિ, પણ કરોડો રૂપિયા આવી શકે છે. બધાના આશ્ચર્ય વચ્ચે કચ્છી કોયલ ગીતા રબારી પર ૪ કરોડ ૫૦ લાખ રૂપિયા ઉડાવાયા હતા. આટલુ દાન જોઈને ગૌશાળાના સંચાલકો ખુશખુશ થઈ ગયા હતા. કચ્છના રાપરમાં લોકગાયિકા ગીતા રબારી પર રૂપિયાનો વરસાદ થયો હતો. રાપરમાં આવેલ પાંજરાપોળના અબોલ જીવોના લાભાર્થે ડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં કચ્છી કોયલ ગીતા રબારીના ડાયરામાં ૪ કરોડ ૫૦ લાખ રૂપિયા ઉડાડવવામાં આવ્યા હતા. જોતજોતામાં કરોડો રૂપિયા ભેગા થઈ ગયા હતા. કચ્છી જૈન ઓસવાલ દ્વારા આ ડાયરાનું આયોજન કરાયુ હતું. ગૌશાળાના લાભાર્થે ૪ કરોડ ૫૦ લાખ રૂપિયા દાન એકઠું કરાયું હતું. ગુરુકુળ રિંગ રોડ ખાતે ડાયરાનું આયોજન કરાયુ હતું. જેમા ગીતા રબારી પર નોટોનો વરસાદ થઈ ગયો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી રહ્યો છે. ગીતા રબારીએ તેના અવાજથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. રાપરમાં દાતાઓ દ્વારા ગીતા રબારી પર નોટો ઉડાવવામાં આવી હતી.
અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ભીષણ અકસ્માત, ઈકો કારના ભુક્કા બોલી ગયા, 4 લોકોના મોત
અમદાવાદ ઇન્દોર હાઇવે પર રાત્રે ઇકો કાર અને ગાય વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં અમદાવાદથી ઓધવડ જતી વખતે હાઇવે પર...
Read more